[:gj]વિવાદાસ્પદ અલ્પેશ ઠાકોર સામે સી આર પાટીલનું રાજકારણ[:]

[:gj]અમદાવાદ, 12 ઓક્ટોબર 2022

ભાજપના OBC નેતા અલ્પેશ ઠાકોરે 7 દિવસ પહેલા મહિલા ડેરી પશુપાલકોની બેઠકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની હાજરીમાં 4 તારીખે કહ્યું કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. પાટીલે પણ રાધનપુરથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી. જેની સામે ભાજપમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.

ભાજપે હરાવ્યા
અલ્પેશ ઠાકોર વર્ષ 2017માં કોંગ્રેસની ટિકિટ પર રાધનપુરથી જીત્યા હતા. ભાજપમાં જોડાયા અને 2019ની પેટાચૂંટણીમાં હારી ગયા હતા. તેને હરાવનારા ભાજપના જ નેતા હતા. ક્ષત્રિય ઠાકોર સેનાનું નેતૃત્વ કર્યું હતું. અલ્પેશ ઠાકોરે પાટીદાર સમાજ માટે અનામતનો વિરોધ કરીને OBC નેતા તરીકે ઓળખ બનાવી હતી.

સંમેલન
રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું સંમેલનો મળી રહ્યાં છે. પૂર્વ ધારાસભ્ય નાગર ઠાકોર જાહેર કર્યું કે, અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે. અમારો અલ્પેશ ઠાકોર સામે પૂરતો વિરોધ છે.

અલ્પેશ ઠાકોર જ્યારે આવે ત્યારે તેમની સેનાના 2000 માણસોને બોલાવે અને તેમને મળીને જતા રહે છે. તે વિસ્તારના આગેવાનોને પૂછતો નથી, તેમને ઓળખતો પણ નથી. પાંચ વર્ષોમાં કોઈ દિવસ ફોન કર્યો નથી. મરજીની જેમ વહેવાર કરે છે. હવે તેમણે રાજકારણ છોડી દીધું છે.

મારે રાધનપુરને પરણવુ છે, એ તો બહેન-દીકરીને પરણવાની વાત હોય તેવું લાગે. એવા નિવેદનથી તેની સામે વિરોધ છે.

રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું છે. ભાજપની અંદરોઅંદરની લડાઈ જોવા મળી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવશે એવું કહ્યાં બાદ ભડકો થયો છે. ભાજપમાં અંદરખાને જ બે મોટા ભાગ થઈ ગયા છે.

પૂર્વ MLA લવિંગજી ઠાકોર-નાગરજી ઠાકોરની આગેવાનીમાં 11 ઓક્ટોબર 2022માં અઢારે આલમ સમાજ – મહાસંમેલન સમી તાલુકાના રણાવાડા ગામે થયું હતું. કોરડા ગામના સરપંચ લેંબાજી ઠાકોર છે. જીતશે સ્થાનિક, હારશે બહારનો ઉમેદવાર એવી પત્રિકા ફરતી થઈ ગઈ છે.

સ્થાનિક ભાજપમાં પણ બહારના વ્યક્તિને નહીં પણ સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવાની માગ ઊઠી છે.

પાટીલ
ચાણસ્મા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જાહેરાત કરી હતી કે, અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે અને જીતે તેવી શુભકામનાઓ પણ પાઠવું છું. અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે. ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે.

અલ્પેશે માફી માંગતા કહ્યું કે, મારાથી ભૂલચૂક થઇ હોય ક્યાય મનદુઃખ થયું હોય તો તમામ આગેવાનો મને માફ કરજો.

અલ્પેશ ઠાકોરને ટિકિટ અપાશે તો ભાજપ રાધનપુરની બેઠક ગુમાવશે તે નક્કી છે. સ્થાનિક ઉમેદવાર જોઈએ.

2017માં જીત
2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ તરફથી રાધનપુર બેઠક પરથી 85777 મતો મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લવિંગજી સોલંકીને 70920 મત મળ્યા હતા. અલ્પેશ ઠાકોરે આ બેઠક પર 14857 મતોથી જીત મેળવી હતી.

2019માં હરાવાયા
2017માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરીને અલ્પેશ ઠાકોરે ભાજપના લવિંગજી ઠાકોરને હરાવ્યા હતા. મંત્રી બનવાની લાલચમાં ભાજપમાં ભળી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈને 77 હજાર 410 અને અલ્પેશ ઠાકોરને 73 હજાર 603 મત મળતાં અલ્પેશ ઠાકોરનો 3 હજાર 807 મતે પરાજય થયો હતો.

પ્રશ્નો
પાટણના સાંતલપુર તાલુકાનું સૌથી છેલ્લું ગામ એટલે એવળ ગામ. ત્યારપથી પાકિસ્તાાનની હદ શરુ થાય છે. રાધનપુર મતક્ષેત્રમાં આવેલ એવળના 200 મતદારો છે.

પીવાના પાણીની પાઈપલાઈન તો છે પરંતુ તેમાં પાણી અનિયમિત આવતુ હોય છે. સિંચાઈનું પાણી પણ અનિયમિત આવે છે.

ઘણાં ગમમાં સ્વાસ્થ્ય કેન્દ્ર પણ 16 કિલોમીટર દૂર છે. સરકાર તરફથી વચનો મળે છે. કામ થતાં નથી. ભ્રષ્ટાચાર વધી ગયો છે. શૌચાલય બનાવાયા પણ વપરાય એવા નથી. અહીંના લોકો પીવાના પાણી, સ્વાસ્થ્ય સેવાઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓ માટે લડી રહ્યા છે. પક્ષાંતર લોકોને પસંદ નથી.

મતનું ગણિત
2012માં ભાજપના નાગરજી ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠક પર જીત્યા હતા. કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ 3834 વોટથી હારી ગયા હતા. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ તરફથી ટિકીટ મળ્યા પછી તરત જ લવિંગજી રાઠોડ કોંગ્રેસમાં જોડાયા હતા. આ મતવિસ્તારમાં 22 ટકા ઠાકોર મતદારો છે. 19 ટકા ચૌધરી, 8 ટકા મુસ્લિમ, 7 ટકા દરબાર અને 6 ટકા દલિત છે.

ઠાકોર સમાજના લોકો કોંગ્રેસના મતદારો છે. ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોર 25 વર્ષથી કોંગ્રેસમાં હતા. હવે અલ્પેશ ઠાકોર છે.

પાટીદાર આંદોલન સામે
અલ્પેશે ગુજરાતમાં 24 જિલ્લાઓમાં જનાદેશ સેંમેલન કર્યા હતા. કોંગ્રેસ સાથે ઠાકોર સમાજ રહેવા માંગે છે.
અલ્પેશનું આંદોલન હાર્દિક પટેલની સામે જ ઊભું થયું હતું. પાટીદારોના કારણે અલ્પેશ ઠાકોરનો રાજકિય જન્મ થયો હતો. તેના પિતા અને અલ્પેશ ઠાકોર તે પહેલાં કોંગ્રેસમાં રહ્યાં હતા.

આંદોલન
આ આંદોલન આમ તો એન્ટી એસ્ટાબ્લીસમેન્ટ – સત્તાની સામે જ હતું. દારુબંધી અને બેરોજગારી એ બે મહત્વના મુદ્દાઓ હતા, જે ભાજપ સરકાર સામેના હતા. ત્રીજો મુદ્દો હતો પાટીદારોને OBC અનામત ન આપવી. જે દબાણ હેઠળ ભાજપ સરકાર હતી.
તેની સાથે જોડાયેલા લોકો મૂળ કોંગ્રેસના હતા. અલ્પશે ઠાકોર સેના ઊભી કરી હતી તે શંકરસિંહના ટેકેદારોથી જ ઊભી કરી હતી. 2011માં ઠાકોરસેના મજબૂત કરી હતી.

પણ હવે તેમને અને શંકરસિંહ વાઘેલા સાથે કોઈ સંબંધ રહ્યો નથી. તેથી જન વિકલ્પના દરવાજા પણ અલ્પેશ ઠાકોર માટે બંધ હતા.

ભાજપે મદદ કરી
અલ્પેશ ઠાકોરને શંકરસિંહ વાઘેલા, ભરત સોલંકી, અહેમદ પટેલ, આનંદીબેન પટેલની જેમ અનેક લોકોએ મદદ કરી હતી. પણ અમિત શાહે તેને કોઈ મદદ કરી ન હતી. ઠાકોર સમાજ એ કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક છે. સરકાર સામે લડીને સરકારના પક્ષ સાથે બેસી જાય તો, શંકરસિંહની હાલત થઈ છે એવી જ હાલત અલ્પેશ ઠાકોરની થાઈ છે.

પુત્ર અને પિતા
અલ્પેશ ઠાકોર બન્ને પક્ષને લીંબું આપતો હતો. તે અમદાવાદના વિરમગામના વતની છે. કોંગ્રેસના અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર અને બીજા લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. ખોડાજી ઠાકોર એ અલેપશ ઠાકોરના પિતા છે. અલ્પેશ ડેપ્યુટી સી.એમ. બનાવવાની માંગણી કરી હતી.

નાણાંનો વિષય
2017 પહેલા અલ્પેશ ઠાકોરના 50 જેટલી વિધાનસભા વિસ્તારોમાં જનાદેશ સભા માટે 20 હજાર જેટલાં હોર્ડીંગ્સ લગાવેલા હતા. તે ખર્ચ કોણે આપ્યું તે એક સવાલ છે. 4 લાખનું ઘડીયાલ પહેરે છે. સીતાપુરની જમીન પડાવી લેવાનો વિવાદ પણ અલ્પેશ અને ખોડાજીને નડી શકે તેમ છે. સભામાં જાય છે ત્યારે તે અત્યાંત મોંઘી કાર લઈને જાય છે. દારૂબંધી માટે આંદોલન કર્યું પણ ક્યાંય દારુ બંધ થયો. પણ કેટલીક જગ્યાએ તો દારૂના વેપારીઓ સભાઓનું ખર્ચ આપતાં રહ્યાં હતા. જે હવે તેઓ સામે પડેલાં છે.

ઓપરેશન ઠાકોર
35 બેઠક એવી છે કે જ્યાં ઠાકોર સમાજના ઉમેદવાર જીતે છે. 35માંથી 19 બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ વારંવાર જીતતી આવી છે. ત્યાં અલ્પેશ ઠાકોરનું કોઈ પ્રભુત્વ હવે રહ્યું નથી. તેથી પાટીલે તેનું નામ જાહેર કરીને અલ્પેશની ટિકિટ કાપવાનું રાજકારણ રમ્યું છે. શંકર ચૌધરીએ તે ઓપરેશનમાં મદદ કરી છે.

35 બેઠક પર ઠાકોર જીતે – મતદારો 2017 પ્રમાણે

બેઠક વોટર્સ
વાવ 41,000
કાંકરેજ 58,762
રાધનપુર 45,000
ચાણાસ્મા 65,232
પાટણ 56,691
સિદ્ધપુર 55,992
ખેરાલુ 50,495
વિસનગર 44,880
બેચરાજી 59,417
કડી 54,445
હિંમતનગર 63,497
ઈડર 46,984
ભીલોડા 52,599
મોડાસા 77,347
બાયડ 1,03,965
પ્રાંતિજ 92,682
દહેગામ 54,320
ગાંધીનગર-નોર્થ 59,820
કલોલ 50,120
વિરમગામ 41,498
દશક્રોઈ 56,476
ખંભાત 75,511
બોરસદ 74,734
આંકલાવ 69,982
ઉમરેઠ 69,698
આણંદ 77,842
પેટલાદ 63,127
સોજીત્રા 61,057
માતર 59,927
નડિયાદ 45,306
મહેમદાવાદ 59,562
મહુધા 70,820
ઠાસરા 84,016
કપડવંજ 87,920

12 બેઠક એવી છે કે, જ્યાં પક્ષના અન્ય જ્ઞાતિના ઉમેદવારને જીતવા મદદ કરી શકે

બેઠક વોટર્સ
થરાદ 25,000
ધાનેરા 13,471
વિરમગામ 17,240
પાલનપુર 23,690
ડીસા 34,120
વિજાપુર 36,217
ખેડબ્રહમા 24,984
મહેસાણા 41,320
ગાંધીનગર-સા 20,100
સાણંદ 21,657
માણસા 27,940[:]