[:gj]શું બોયકોટ ચાઇના સફળ? ચાઈનીઝ ફોનનું વેચાણ ઘટ્યું[:]

[:gj]રિપોર્ટ મુજબ, દેશના સ્માર્ટફોન માર્કેટ પર ઓપ્પો, વીવો અને રિયલમી જેવી ચાઇનીઝ બ્રાન્ડ્‌સનો દબદબો હતો પણ હવે તેમની ભાગીદારી ઘટી રહી છે. રિપોર્ટ મુજબ એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં દેશમાં સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે ૫૧% ઘટીને ૧.૮ કરોડ યુનિટ જેટલું રહ્યું. જેમાં બીજુ મહત્વનું કારણ લોકડાઉનના પ્રથમ ૪૦ દિવસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને સેલ્સ બિલકુલ બંધ હોવાથી સ્માર્ટફોનના વેચાણને મોટી અસર થઈ છે.

ભારતીય બજારમાં ચાઇનીઝ સ્માર્ટફોનનું વેચાણ વર્ષના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલથી જૂન ૨૦૨૦ વચ્ચે ઘટીને ૭૨ ટકા પર આવી ગયું છે. જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૮૧% હતું. જેનું સૌથી મોટું કારણ ચીન સાથે ગલવાન ખીણમાં વિવાદ બાદ ઉગ્ર બનેલી ચીનવિરોધી લાગણી મનાય છે.

દેશમાં ચીનવિરોધી લાગણી મજબૂત થઇ તેની અસર પણ પડી છે. તો આ ઉપરાંત સરકાર દ્વારા ચીનની ૫૦ જેટલી એપ પર પ્રતિબંધ મૂક્યા બાદ ચીનથી આવતી પ્રોડેક્ટને વધુ આકરી ચકાસણીમાંથી પસાર થવું પડે છે તેના કારણે પણ આ પ્રોડક્ટ માર્કેટમાં પૂરતી ન પહોંચતા તેની અસર વેચાણ પર જોવા મળે છે.

જોકે સસ્તા ચાઈનીઝ ફોન અને ભારતના અંતરિયાળ વિસ્તાર સુધી આ પ્રોડક્ટની અવેબિલિટીની સામે ગ્રાહકો પાસે હાલ બીજા ઓપ્શન ખૂબ જ જૂજ છે. હાલની સ્થિતિમાં સેમસંગ જેવી કંપની માટે ભારતીય માર્કેટ સર કરવામાં વધુ સરળતા રહેલી છે. તો દેશી મોબાઈલ કંપનીઓ લાવા અને માઇક્રોમેક્સ પાસે પણ આ તક રહેલી છે.[:]