[:gj]Digital map of machine holes of Ahmedabad city worth Rs 4 crore अहमदाबाद शहर के मशीन होल का 4 करोड़ रुपए का डिजिटल मैप
6600 કિલો મીટર પાણી અને ગટરની લાઈન નકશામાં આવશે
દિલીપ પટેલ
અમદાવાદ, 28 જૂન 2025
અમદાવાદ શહેરમાં 48 વોર્ડમાં 1 લાખ 75 હજાર મશીન હોલ છે. જેનું ઉપગ્રહની મદદથી મેપિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરની ડ્રેનેજ અને વરસાદી પાણીની લાઈનના મેઇન હોલ તેમજ કેચપીટનો ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવશે. એક ઢાંકણાની કિંમત થાય એટલે ખર્ચે તેનો નકશો બનાવવામાં ભાજપના સત્તાધીશો ખર્ચ કરશે.
ગૂગલ મેપિંગથી ગટરની લાઈનના મેઇન હોલ શોધીને ડેટા તૈયાર કરીને ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવશે. દરિયાપુર વોર્ડમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે આખા શહેરમાં તેનો અમલ થશે. ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા ગ્લોબલ પોઝિશનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી મશીન હોલ્સના મેપીંગ માટે મશીન હોલ મેપીંગ કરાશે.
સીવેજ લેજર સીવેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટાને એ ડિજિટલ રેકોર્ડ અને ટ્રેક કરે છે. પાઇપલાઇન સ્થાનો, જાળવણી સમયપત્રક, ફ્લો મેટ્રિક્સ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામગીરી પછી જાણી શકાશે. અમદાવાદમાં 9 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 45 સુએજ પમ્પિંગ સ્ટેશન અને આશરે 2500 કિ મી લાંબુ સુએજ નેટવર્ક ચલાવે છે અને તેનું સંચાલન કરે છે.
પાણીની પાઇપલાઇન 4105 કિમી છે.
સેન્ટ્રલાઇઝડ, પારદર્શક, રીઅલ-ટાઇમ ડેટાબેઝથી કામ કરી શકાશે. પાણી અને ગટરના ઓપરેશન્સ રીલેટેડ કામગીરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન થઈ શકે. ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ ખર્ચનું નિયમન કરી શકાશે. પાણી અને ગટરની કામગીરી પર કેન્દ્રીય નિયંત્રણ અને નિયમન થશે.
શહેર તમામ મશીન હોલ્સ, કેચપીટ્સ, ચેમ્બર્સ, પંપીંગ સ્ટેશનો, ટ્રીટમેન્ટ પ્લાંટ્સ, નેટવર્ક પાઇપલાઇન્સ તેમજ અન્ય કોમ્પોનેન્ટ્સનું ઓપરેશન થઈ શકશે.
સીવેજ માળખાની તપાસની તમામ વિગતો નાખવામાં આવશે. કર્મચારીઓ દ્વારા સ્થળ પરની હાજરી અંગે કામગીરીનું નિરીક્ષણ કરી શકાશે.
નાગરિક સેવા માટે શુક્ષ્મ સંચાલન તેમજ મેક્રો મેનેજમેન્ટ વધુ સચોટ, રીયલ ટાઈમ થઈ શકશે. ડેશબોર્ડનું મોનીટરીંગ કરવામાં આવશે. રૂ. 4 કરોડ જેટલા ખર્ચમાં ઉપરોક્ત પ્રોજેક્ટ અંતર્ગત ૩ વર્ષની કામગીરી રહેશે.
ફરિયાદ
અમદાવાદ શહેરમાંથી રોજ 1811 ફરિયાદ ગટરને લગી હોય છે. પાણી અને ગટરની લાઈન લીકેજ હોવાથી પ્રદૂષિત પાણી આવતું હોવાની 98 હજાર ફરિયાદ વર્ષે આવે છે. ગટર ઉભરાતી, ગટરના પાણી બેક મારવા ઉપરાંત પાણી અને ગટરની લાઈનમાં લીકેજીસના કારણે પ્રદૂષિત પાણી લોકોને પીવું પડે છે.
ગટર ઉભરાવાની ફરિયાદ વધતી જાય છે. 1 વર્ષમાં 43 કરોડનું ખર્ચ છતાં 3.51 લાખ ફરિયાદ આવે છે.
ઠેકેદારો દ્વારા હાઈફલો જેટીંગ, મીની જેટીંગ, સુપર સકર મશીન ઉપરાંત કમ્બાઈન્ડ જેટીંગ મશીનની મદદથી ડિસીલ્ટીંગની કામગીરી કરવામાં આવે છે. શહેરની સરકાર પાસે ગટર સફાઈના 60 મશીન છે. ઉપરાંત ખાનગી માલિકીના 4 મશીનની મદદથી ગટરની સફાઈ કરવામાં આવે છે.
આમ છતાં ગટર ઉભરાવાની ફરિયાદ વધી રહી છે.
અમદાવાદમાં મજૂરોને ગટરમાં સફાઈ કરવા ન ઉતરવું પડે તેથી, 7 વર્ષ માટે 33.45 કરોડ ભાડું આપી બે રીસાઈકલ મશીન લવાયા છે. 66 જેટલા ડિસીલ્ટીંગ મશીનો દ્વારા શહેરમાં આવેલી ગટરલાઈનોની સાફ સફાઈ કરાવવામાં આવે છે. ગટરલાઈનોમાં થયેલા કાદવ, કીચડ અને કચરાને સાફ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળા જેટીંગ કમ સેક્શન વિથ રીસાયકલિંગ ફેસિલિટી વાળા બે મશીન ભાડે લેવામાં આવ્યા છે. PPP ધોરણે આ બે રિસાઈ કલર મશીન 33.45 કરોડના 7 વર્ષના ભાડા પેટે લવાયા છે.
જેમાં હવે ગૂગલ દ્વારા સરવે થઈ ગયા બાદ ફાયદો થઈ શકે છે.[:en]6600 km of water and sewer lines will be mapped
Dilip Patel
Ahmedabad, June 28, 2025
There are 1 lakh 75 thousand machine holes in 48 wards of Ahmedabad city. Which will be mapped with the help of satellite. Digital data of the main holes and catch pits of drainage and rainwater lines of Ahmedabad city will be prepared. BJP officials will spend money to make its map at the cost of the lid.
A digital map will be prepared by finding the main holes of sewer lines using Google mapping and preparing data. The pilot project was started in Dariyapur ward. Now it will be implemented in the entire city. Machine hole mapping will be done by the e-governance department using global positioning technology for machine hole mapping.
Sewage laser records and tracks sewage infrastructure data digitally. After completion, information on pipeline location, maintenance schedule, flow metrics and treatment plant operation will be available. 9 sewage treatment plants, 45 sewage pumping stations and about 2500 km of sewage network are operated and managed in Ahmedabad. The water pipeline is 4105 km. A centralized, transparent, real-time database will be used. Infrastructure related to water and sewage operations will be able to be planned. Operation and maintenance costs will be controlled. There will be central control and regulation over water and sewage operations. All machine halls, catch pits, chambers, pumping stations, treatment plants, network pipelines and other components of the city will be operated. Full details of inspection of sewage infrastructure will be recorded. Employees will be able to monitor the work regarding presence on site. For civil service, micro management and macro management will be more accurate, real-time. Dashboard monitoring will be done. The above project will be implemented for 3 years at a cost of Rs 4 crore. Complaints 1811 complaints are received daily about sewage from Ahmedabad city. 98 thousand complaints of polluted water due to leakage of water and sewage lines are received annually. Apart from sewer overflow, backflow of sewer water, people have to drink polluted water due to leakage in water and sewage lines. Complaints of sewer overflow are increasing. Despite spending 43 crores in 1 year, 3.51 lakh complaints are received. Contractors use high flow jetting, mini jetting, super sucker machine and combined jetting machines for desilting. The city government has 60 sewer cleaning machines. Apart from this, sewer is cleaned with the help of 4 privately owned machines. Despite this, complaints of sewer overflow are increasing. In Ahmedabad, two recycling machines have been brought on rent for Rs 33.45 crore for 7 years so that workers do not have to go down for cleaning sewers. 66 desilting machines are used for cleaning sewer lines in the city. To clean the sludge, dirt and garbage accumulated in the sewer lines, the Municipal Corporation has rented two jetting cum section machines with state-of-the-art technology. These two recycling colour machines have been purchased on PPP basis for a rent of Rs 33.45 crore for 7 years. Now that Google has conducted the survey, its benefits can be availed.[:hn]6600 किलोमीटर पानी और सीवर लाइनों की मैपिंग की जाएगी
दिलीप पटेल
अहमदाबाद, 28 जून 2025
अहमदाबाद शहर के 48 वार्डों में 1 लाख 75 हजार मशीन होल हैं। जिनकी सैटेलाइट की मदद से मैपिंग की जाएगी। अहमदाबाद शहर के ड्रेनेज और रेनवाटर लाइनों के मुख्य होल और कैच पिट का डिजिटल डेटा तैयार किया जाएगा। भाजपा के अधिकारी ढक्कन की कीमत पर इसका मैप बनाने के लिए पैसे खर्च करेंगे।
गूगल मैपिंग का इस्तेमाल कर सीवर लाइनों के मुख्य होल ढूंढ़कर डेटा तैयार कर डिजिटल मैप तैयार किया जाएगा। दरियापुर वार्ड में पायलट प्रोजेक्ट शुरू किया गया था। अब इसे पूरे शहर में लागू किया जाएगा। मशीन होल मैपिंग के लिए ग्लोबल पोजिशनिंग तकनीक का इस्तेमाल कर ई-गवर्नेंस विभाग द्वारा मशीन होल मैपिंग की जाएगी।
सीवेज लेजर सीवेज इंफ्रास्ट्रक्चर डेटा को डिजिटल तरीके से रिकॉर्ड और ट्रैक करता है। पूरा होने के बाद पाइपलाइन की लोकेशन, मेंटेनेंस शेड्यूल, फ्लो मेट्रिक्स और ट्रीटमेंट प्लांट ऑपरेशन की जानकारी मिल सकेगी। अहमदाबाद में 9 सीवेज ट्रीटमेंट प्लांट, 45 सीवेज पंपिंग स्टेशन और करीब 2500 किलोमीटर का सीवेज नेटवर्क संचालित और प्रबंधित किया जाता है। पानी की पाइपलाइन 4105 किलोमीटर है। एक केंद्रीकृत, पारदर्शी, वास्तविक समय डेटाबेस का उपयोग किया जाएगा। पानी और सीवेज संचालन से संबंधित बुनियादी ढांचे की योजना बनाई जा सकेगी। संचालन और रखरखाव की लागत को नियंत्रित किया जा सकेगा। पानी और सीवेज संचालन पर केंद्रीय नियंत्रण और विनियमन होगा। शहर के सभी मशीन हॉल, कैच पिट, चैंबर, पंपिंग स्टेशन, ट्रीटमेंट प्लांट, नेटवर्क पाइपलाइन और अन्य घटकों का संचालन किया जाएगा। सीवेज इंफ्रास्ट्रक्चर के निरीक्षण का पूरा विवरण दर्ज किया जाएगा। कर्मचारी साइट पर मौजूदगी के बारे में काम की निगरानी कर सकेंगे। सिविल सेवा के लिए, माइक्रो मैनेजमेंट और मैक्रो मैनेजमेंट अधिक सटीक, वास्तविक समय होगा। डैशबोर्ड मॉनिटरिंग की जाएगी। उपरोक्त परियोजना 4 करोड़ रुपये की लागत से 3 साल के लिए लागू की जाएगी। शिकायतें अहमदाबाद शहर से सीवेज के बारे में प्रतिदिन 1811 शिकायतें प्राप्त होती हैं। पानी और सीवेज लाइनों के लीकेज के कारण प्रदूषित पानी आने की 98 हजार शिकायतें सालाना मिलती हैं। सीवर ओवरफ्लो होने, सीवर के पानी के बैकफ्लो होने के अलावा पानी और सीवेज लाइनों में लीकेज के कारण लोगों को प्रदूषित पानी पीना पड़ता है। सीवर ओवरफ्लो होने की शिकायतें बढ़ रही हैं। 1 साल में 43 करोड़ खर्च करने के बावजूद 3.51 लाख शिकायतें मिलती हैं। ठेकेदार डिसिल्टिंग के लिए हाई फ्लो जेटिंग, मिनी जेटिंग, सुपर सकर मशीन और कंबाइंड जेटिंग मशीनों का इस्तेमाल करते हैं। शहर सरकार के पास 60 सीवर सफाई मशीनें हैं। इसके अलावा 4 निजी स्वामित्व वाली मशीनों की मदद से सीवर की सफाई की जाती है। इसके बावजूद सीवर ओवरफ्लो होने की शिकायतें बढ़ रही हैं। अहमदाबाद में सीवर की सफाई के लिए मजदूरों को नीचे न जाना पड़े, इसके लिए 7 साल के लिए 33.45 करोड़ रुपये किराए पर दो रिसाइकिलिंग मशीनें लाई गई हैं। शहर में सीवर लाइनों की सफाई के लिए 66 डिसिल्टिंग मशीनों का इस्तेमाल किया जाता है। सीवर लाइनों में जमा कीचड़, गंदगी और कचरे को साफ करने के लिए नगर निगम ने अत्याधुनिक तकनीक वाली जेटिंग कम सेक्शन वाली दो मशीनें किराए पर ली हैं। इन दो रीसाइक्लिंग कलर मशीनों को पीपीपी आधार पर 33.45 करोड़ रुपये के किराए पर 7 साल के लिए खरीदा गया है। अब जबकि गूगल ने सर्वे करवा लिया है तो इसका फायदा मिल सकता है।[:]