[:gj]3 કૃષિ કાયદા ગ્રામ્ય અર્થતંત્ર ડગમગાવી ગામડાઓને તો તોડશે, પણ પ્રજાને લૂંટવાનો પરવાનો છે[:]

modi
Prime Minister,

[:gj]3 AGRICULTURAL LAW WILL REMOVE THE RURAL ECONOMY SHALLING THE VILLAGES, BUT LIKE PEOPLE

(કેન્દ્ર સરકારના 3 કાયદા અને ખેડૂતોના વિરોધ અંગે આજે પણ ઘણાં લોકોને અનેક પ્રશ્નો છે. તેઓ વારંવાર કહે છે કે કાયદો શું છે અને વિરોધ શું છે. તેમના તમામ પ્રશ્નોનોના જવાબ અહીં આપવામાં આવ્યા છે. )

ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020

સરકાર ત્રણ કૃષિ બીલોને કૃષિ સુધારણા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે, ખેડૂત સંગઠનો અને વિપક્ષો તેની વિરુદ્ધ છે. શેરી અને સોશિયલ મીડિયામાં ખેડૂત સંગઠનોએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે.  ત્યારબાદ ત્રણેય બિલ લોકસભામાં વિરોધ વચ્ચે પસાર થયા હતા. બિલ પસાર થવાના વિરોધમાં, અકાલી દળના નેતા, એનડીએ સરકારની સાથી અને કેન્દ્રીય ખાદ્ય આવૃત્તિ પ્રધાન હરસિમરત કૌર બાદલે રાજીનામું આપ્યું હતું.

ત્રણ કૃષિ કાયદામાં શું છે

ગુરુવારે 17 સપ્ટેમ્બરના રોજ, લોકસભાએ ખેડૂત વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળીકરણ) બિલ, 2020, કૃષિ સેવાઓ પર ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી અને કરાર બિલ 2020 અને  આવશ્યક વસ્તુ (સુધારા) લોકસભામાં આ ખરડો પસાર કર્યા હતા.

1 –

કૃષિ પેદાશોનો વેપાર

કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) વટહુકમ (ખેડૂતનું ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) અધિનિયમ, 2020)

કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) વટહુકમ, 2020, રાજ્યની સરકારોને બહારની મંડીઓની બહાર કૃષિ પેદાશોના વેચાણ અને ખરીદી પર ટેક્સ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો છે.  એપીએમસીની બહાર તેનું વેચાણ કરી શકે છે. એવો અધિકાર આપે છે. ખેડૂત ખેતરો પર અથવા વેપારી મંચ પર ક્યાંય પણ તેમનું ઉત્પાદન વેચી શકશે.

2 –

આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) બિલ

અગાઉ વેપારીઓ ખેડુતો પાસેથી પાકની ખરીદી કરી સંગ્રહ કરીને પછી તેની અછત ઊભી કરી કાળાબજાર કરતાં હતા. જેમાં પ્રજા અને ખેડૂતો લૂંટાતા હતા. તેથી તેને રોકવા માટે કોંગ્રેસ સરકાર  એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 (આવશ્યક ચીજ વસ્તુ) કાયદો લાવવામાં આવ્યો હતો. જેમાં મર્યાદા કરતાં વધું માલનો સંગ્રહ કરી શકાતો ન હતો.

હવે ભાજપ નવું બિલ એસેન્શિયલ કોમોડિટીઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2020, અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્યતેલ, ડુંગળી અને બટાટા જેવી ચીજોને જરૂરી ચીજવસ્તુઓની સૂચિમાંથી દૂર કરવા માટે લાવવામાં આવ્યું છે. તેનો મતલબ કે આવી વસ્તુઓનો મોટા ગોડાઉનોમાં સંગ્રહ કરે તો તેને સરકાર રોકશે નહીં. પછી તેને ઊંચા ભાવે વેચી શકશે. તુવેર દાળમાં પણ આવું જ થયું હતું. જેની પાછળ ગુજરાતના એક ઉદ્યગ ગ્રૃહનો હાથ હતો એવો આરોપ મૂકવામાં આવ્યો હતો. આવું પછી દરેક ચીજમાં થઈ શકે છે. કોઈ કરોડોનો માલ ખરીદીને તેને ગોડાઉનોમાં ભરી લે પછી તેને બે ગણા કે પોતે ઈચ્છે તે ભાવે વેચી શકશે. કાળાબજારનો કાયદો તેને લાગુ પડશે નહીં.

રાષ્ટ્રીય આપત્તિ અથવા દુષ્કાળ જેવા વિશેષ સંજોગોમાં સિવાય આ ચીજો પર કોઈ સ્ટોક મર્યાદા રહેશે નહીં.

3 –

ખેડૂત (સશક્તિકરણ અને રક્ષણ) ખેડૂત (રક્ષણ અને અધિકારીતા) પરના ભાવ ખાતરી અને ફાર્મ સેવાઓ બિલનો કરાર અને કિંમત ખાતરી વટહુકમ

આ પગલું ખેડૂતને ખાનગી કંપનીઓ સાથે કરાર કરીને ભાવો નક્કી કરીને કંપનીઓને ખરીદ કરવાની સત્તા આપે છે.

રિલાયંસ, અદાણી, બીગબજાર, એમેઝોન, ફ્લીપ કાર્ટ જેવી કંપનીઓ કે  રિટેલ વેપારીઓ, નિકાસકારો વગેરે ખેડૂતો પાસેથી પાક તૈયાર થાય તે પહેલાં પોતે નક્કી કરે તે ભાવે ખરીદવા કરાર કરી શકે છે.

જેમાં ખેડૂતો ને કોઈ ફરિયાદ કરવી હોય તો તે કંપની સામે કોર્ટમાં જઈ ન શકે. વધીને જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી શકે છે.

બીલોનો વિરોધ કેમ કરવામાં આવે છે?

સરકાર નીચા ભાવ બાંધે છે. તેનાથી નીચા ભાવ જાય તો સરકાર ખેડૂતોની વસ્તુ ખરીદી લે છે અને પછી તે સસ્તા અનાજની દુકાને વેચે છે. તેમ છતાં આવી 6 ટકા વસ્તું જ સરકાર ખરીદ કરે છે. ખેડૂતો બાકીની 94 ટકા વસ્તુનો ખૂલ્લા બજારમાં નીચા ભાવે કે પરવડતા ભાવે વેચવા પડે છે. હવે સરકાર આવી વસ્તુ ખરીદશે જ એવો કોઈ કાયદો રહેતો નથી. તેથી ખેડૂતો સરકારના કાયદાઓનો વિરોધ કરે છે અને એપીએમસી ટકાવી રાખવા માટે માંગણી કરી રહ્યાં છે.

એપીએમસી મંડીઓને ઘણી સમસ્યાઓ છે, ખેડુતો આથી ખુશ નથી પણ નવી સરકારી વ્યવસ્થા પણ બરાબર નથી.

સામાન્ય ખેડૂત પોતાના તાલુકામાં જ વેચાણ કરે છે. તે ઊંજા કે સુરત કે રાજકોટ જઈને પોતાની ચીજો વેચતો નથી. તો આ કાયદા પછી પણ મોટા ભાગના ખેડૂતો તો તેના ગામ અને વધીને તાલુકામાં જ જણસ વેચશે.

અન્ય મંડળ અથવા પ્રાંતમાં વારંવાર ખેડૂતોને જવું પડે તે પરવડતું નથી. કારણ કે ત્યાં વેપારીઓ તેના માલના વેચાણના રોકડા રૂપિયા આપતા નથી.

બે-ત્રણ એકર જમીન હોય તેની લડવાની ક્ષમતા હોતી નથી.  ઓછી જમીન વાળા ખેડૂતો ઇન્ટરનેટ પર પોતાનો સોદો કરી શકતા નથી.

જે ખેડૂતો યુ.એસ., યુરોપ જેવા ઘણા દેશોમાં પહેલેથી કરી રહ્યાં છે તે હવે ભારતમાં થશે એવું સરકાર માને છે. જેને સરકાર સુધારા કહે છે.

1960 ના દાયકાથી ખેડૂતોની વસ્તવીક આવક ઘટી રહી છે. મોટાભાગે સબસિડી દ્વારા ખેતી બચી રહી છે.

સરકારે ખેરખરતો ટેકાના ભાવો નક્કી કરવાની નફાકારક પદ્ધતિ અપનાવીને તે ભાવે જ ખરીદી કરવાનો દાયદો લાવીને તેનાથી નીચા ભાવે ખરીદી કરે તો તે વેપારીને સજાની જોગવાઈ કરવી જોઈતી હતી. તે કર્યું નથી.

મોદી સરકાર ખેડુતોના હિત માટે આટલું વિચારે છે, તો તે પછી બીજો વટહુકમ લાવવો જોઈએ જે ખેડૂતોને એમએસપીને કાયદેસરના અધિકાર આપે, જે એમએસપી નીચે કોઈની પાસેથી ખરીદી નહીં થાય તેની સુનિશ્ચિત કરશે. સાચો સુધારો તો એ છે.

ખરેખર સરકાર ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો તેમણે સ્વામિનાથનની ભલામણો સ્વિકારતો કાયદો બનાવવાની જરૂર હતી. જેમાં ખેડૂતોનું કલ્યાણ છે.

નવા કાયદાથી એપીએમસી – મંડી સિસ્ટમ જ ખતમ થઈ જશે. તેનાથી ખેડૂતોને નુકસાન થશે. કોર્પોરેટરો અને વચેટિયાઓને ફાયદો થશે. આ કાયદો આવતાં જ અમદાવાદમાં ભાજપના ધારાસભ્યએ પોતાની ખાનગી એપીએમસી બનાવવાનું શરૂં કર્યું છે.

વન નેશન, વન માર્કેટની વાત છે પરંતુ સરકાર તેના માધ્યમથી કૃષિ પેદાશ માર્કેટિંગ સમિતિઓ (એપીએમસી)ના ઈજારાશાહીનો અંત લાવવા માંગે છે. જો સમાપ્ત થાય તો વેપારીઓની મનસ્વીતા વધશે, ખેડુતોને પેદાશનો યોગ્ય ભાવ મળશે નહીં.

નવા વટહુકમ હેઠળ ખેડૂત પોતાની જમીન પર મજૂર રહેશે. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકાર આપણા ખેડુતો પર કૃષિનું પશ્ચિમી મોડેલ લાદવા માંગે છે.

ખેડૂત માટે ખેતી એ જીવન ચલાવવા માટે આજીવિકાનું સાધન છે જ્યારે પશ્ચિમી દેશોમાં તે વ્યવસાય છે.

ગુજરાતમાં પેપ્સીકો કંપનીએ ગરીબ ખેડૂતો પર કરોડોનો દાવો કર્યો હતો. ખેડૂત સંગઠનોના વિરોધને કારણે તે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

કરાર આધારિત ખેતીમાં ખેડૂતનો માલ ગુણવત્તા યુક્ત નથી એવું કહીને કંપની તે માલ ન ખરીદે કે ઓછા ભાવે ખરીદે તો કાયદો કંપનીને મદદ કરે છે. નહીં કે ખેડૂતને.

એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 માં સુધારાથી મોટી કંપનીઓને લાભ થશે.

85% નાના ખેડૂતો ગુજરાતમાં છે, ખેડૂતો પાસે લાંબા ગાળાની સ્ટોરેજ સિસ્ટમ નથી. એટલે તે માલ ખરીદીને કૃષિ પેદાશોના બ્લેક માર્કેટિંગ કરવાની છૂટ માટે મોટી કંપનીઓ દ્વારા આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

કંપનીઓ અને સુપર બજારો તેમના મોટા વખારોમાં કૃષિ પેદાશોનો સંગ્રહ કરશે. બાદમાં ગ્રાહકોને વધુ કિંમતે વેચે છે. સંગ્રહખોરી અને કાળા બજારમાં વધારો થશે. જે ખેડૂતોને તો લૂંટશે પણ બટાટા ખરીદનારા તમામને ઊંચો ભાવ લઈને લૂંટશે.

સરકારના હાથમાં અનાજ પર નિયંત્રણ નહીં આવે, આ સૌથી મોટો ભય છે. સરકારે અનાજને ખાનગી હાથમાં રાખવા દેવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 માં પરિવર્તન કર્યું છે. હવે સરકારનો તેના પર કોઈ નિયંત્રણ રહેશે નહીં.

આ 3 કાયદાથી કૃષિ સંબંધિત આખું ગ્રામીણ અર્થતંત્ર તૂટી જશે.  ખાનગી વેપારીઓ અનાજ, ફળ, કઠોળ, શાકભાજીના પુરવઠાની સાંકળ  તોડી નાંખશે અને જાતે નિર્ણય લેશે. તેઓ જ બજાર ચલાવશે. જેનો સીધો પ્રભાવ ગ્રાહકોને પડશે. માત્ર ખેડૂતો જ નહીં પણ ખેત પેદાશ વાપરતી પ્રજાને વધું ભાવ આપવો પડશે. આમ દેશને વેપારીઓ લૂંટી શકશે.[:]