[:gj]મતદારો સાથે ગદ્દારી કરી ખંજર ભોંકનારા 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં 27મીએ જોડાશે[:]

[:gj]કોણ જોડાશે ભાજપમાં

ગાંધીનગર, 26 જૂન 2020

મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપી કોંગ્રેસ સાથે દગો કરી રાજ્યસભામાં ભાજપને જીતાડવા મતદારોને પીઠ પાછળ ઘા ઝીંકી લોકશાહીની હત્યા કરી હતી. ભાજપના નેતાઓ સાથે બંધ બારણે શોદાબાજી કરી મતદારોના દગાબાજો હવે ભાજપમાં 27 જૂન 2020ના રોજ જોડાઈ રહ્યા છે. અગાઉથી નક્કી કર્યા મુજબ 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમના પર કેસરી પાણી છાંટી દેતાં પવિત્ર બની જશે.

અગાઉ કોંગ્રસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા જેઓ ભાજપના કમળનો હાથ પકડી લીધો હતો. તેઓ જોડાઈ રહ્યા છે.

ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા
લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ
અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ
ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાની વાત નવી નથી.અગાઉ 2007, 2012, 2014 અને 2017ની ચૂંટણી વખતે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.2019ની ચૂંટણીમાં પણ ડો.આશા પટેલના રાજીનામાથી શરૂઆત થઈ છે.આગામી સમયમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે.ગુજરાત કોંગ્રેસમાં ફરીથી રાજ્યસભા વાળી જોવા મળી રહી છે.રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલા સહિત 14 ધારાસભ્યોએ કોંગ્રેસ માંથી રાજીનામા આપ્યા હતા.હવે 2019ની ચૂંટણી નજીક છે ત્યારે ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબેન પટેલે રાજીનામું આપતાં ગુજરાતનું રાજકારણ ફરીથી ગરમાયું છે.2019ની લોકસભાની ચૂંટણી નજીક આવતા તોડ-જોડ અને પક્ષ પલ્ટાનું રાજકારણ ગરમ થયું છે.જો કે ડો.આશા પટેલનું રાજીનામુ કોંગ્રેસ માટે નવી વાત નથી.

2002થી 2019 સુધીમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે. ત્યારે એમાં વધુ એક ધારાસભ્યનો ઉમેરો થયો છે.અત્યાર સુધી કોંગ્રેસના કેટલાં ધારાસભ્યો ભાજપમાં ગયા છે તે જાણવા માંગો છો. આ રહ્યાં કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાનારા ધારાસભ્યોના નામ.

વર્ષ-2007કોંગ્રેસના ધારાસભ્ય નીમાબેન આચાર્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાવર્ષ-20122012ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જતાં રહ્યાં.તો 2012ની ચૂંટણીમાં ટીકીટ ના મળતાં ચાર પૂર્વ ધારાસભ્યોએ પણ ભાજપનો હાથ પકડી લીધો હતો. 2012માં આ ધારાસભ્યો જોડાયા ભાજપમાં.છબીલ પટેલજશાભાઈ બારડરાજેન્દ્રસિંહ ચાવડાકુંવરજી હળપતીપરેશ વસાવાદેવજી ફતેપરાઅનીલ પટેલીયાટીકીટની ફળવણીને લઈને 2012માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નરહરી અમીન, દલસુખ પ્રજાપતિ, ઉદેસિંહ બારીયા અને નટવરસિંહ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા.2012 બાદ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષ અને પ્રજા સાથે દ્રોહ કરીને કોંગ્રેસ માંથી રાજીનામા આપી ભાજપમાં જોડાયા હતાં.

2014માં કોંગ્રેસના આ ધારાસભ્યો જોડાયા હતા ભાજપમાં.

પ્રભુ વસાવાવિઠ્ઠલભાઈ રાદડીયાજયેશ રાદડીયા2014ની લોકસભાની ચૂંટણી બાદ 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 14 ધારાસભ્યોએ શંકરસિંહ વાધેલાની આગેવાનીમાં રાજીનામા આપ્યાં હતાં. અને 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો.

2017માં કોંગ્રેસના આ ધારાસભ્યોએ આપ્યાં હતા રાજીનામાં.

શંકરસિંહ વાઘેલા-કપડવંજમહેન્દ્રસિંહ વાઘેલા-બાયડરાઘવજી પટેલ, જામનગર ગ્રામ્યધરમેન્દ્રસિંહ જાડેજા-જામનગર ઉત્તરપી આઈ પટેલ-વિજાપુરતેજશ્રી પટેલ-વિરમગામકરમશી પટેલ-સાણંદઅમીત ચૌધરી-માણસાબળવંતસિંહ રાજપુત-સિધ્ધપુરછનાભાઈ ચૌધરી-વાંસદારામસિંહ પરમાર-ઠાસરામાનસિંહ ચૌહાણ-બાલાસિનોરસી કે રાઉલજી-ગોધરાભોળાભાઈ ગોહિલ-જસદણ

2019માં આશા પટેલના રાજીનામાથી કોંગ્રેસની પડતીની શરૂઆત થઈ છે.આશા પટેલના રાજીનામા બાદ બીજા કેટલાંક ધારાસભ્યો પણ 2019ની લોકસભા ચૂંટણી સમયે રાજીનામું આપ્યું હતું.[:]