[:gj]રૂ.500 અને 1000નો વાહન ડીટેન દંડ ચૂકવવા તૈયાર રહો[:]

[:gj]લોકડાઉન સમય દરમ્યાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઇન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે. હવેથી ડિટેઇન થયેલા વાહનોના કિસ્સામાં ટૂ વ્હીલર-થ્રી વ્હીલર માટે રૂ. પ૦૦ તેમજ ફોર વ્હીલર્સ માટે રૂ. ૧૦૦૦ કમ્પાન્ડીંગ ફી વસુલ કરવામાં આવશે.  તેમ સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલના સંજોગોમાં મોકૂફ રાખવામાં આવી છે.

માર્કેટયાર્ડ-બજાર સમિતિમાં તમાકુ વેચાણ ખરીદ માટે ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન લઇને આવે તેવી વ્યવસ્થા આગામી ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

ર૦ એપ્રિલથી ઊદ્યોગો-એકમો શરૂ કરવા ઊદ્યોગો-એકમો માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાની હદ સિવાયના બહારના વિસ્તારોમાં જ શરૂ કરી શકાશે.

૧પમી એપ્રિલથી માર્કેટયાર્ડ શરૂ થતાં ૩ દિવસમાં જ રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં કુલ ૬૯.૮૩૭ કવીન્ટલ અનાજ અને ખેત ઉત્પાદનો ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે તેમાં ઘઉં-૪૮૮૭૪ કવીન્ટલ અને એરંડા-૧૫૯૬૧ કવીન્ટલ છે.
રવિવારે રાજ્યમાં ૪૬.૮૧ લાખ લીટર દૂધ વિતરણ થયું છે. ૮૬૫૭૭ કવીન્ટલ શાકભાજી અને ૫૧૫૯ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે.[:]