[:gj]બોલિવૂડને બે-નકાબ કરતુ એ.આર. રહેમાનનું નિવેદન, કહ્યું: બોલિવૂડમાં મારી સામે……..[:]

[:gj]ઓસ્કર વિજેતા મ્યૂઝિક ડિરેક્ટર એ.આર રહેમાને દાવો કર્યો છે કે, બૉલિવૂડમાં એક એવી ગેંગ સક્રિય છે. જેના કારણે તેમને કામ મળવામાં અવરોધ આવી રહ્યો છે. રહેમાનની આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી છે, જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ગત મહિને આત્મહત્યા કર્યા બાદ બોલિવૂડમાં “ઈનસાઈડર અને આઉટસાઈડર”ને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.

સંગીતકારનો આરોપ છે કે, “મારા વિશે એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં મને કામ જ ના આપવામાં આવે. ચોંકાવનારી વાત એ છે કે, બોલિવૂડ ગેંગે અહીં સુધી પ્રયત્ન કર્યો કે, સુશાંત સિંહની આખરી ફિલ્મમાં મારુ સંગીત જ ના હોય. આ ગેંગે ડિરેક્ટર મુકેશ છાબડાને પણ ભડકાવ્યા હતા. જેથી ‘દિલ બેચારા’ ફિલ્મના સંગીતકાર તરીકે મારુ નામ પણ ના આવે. જો કે એવું થયું નહી. ”

રેડિયો મિર્ચી સાથે એક ઈન્ટર્વ્યૂ દરમિયાન ઓસ્કર વિનર મ્યૂઝિક ડિરેક્ટરને હિન્દી ફિલ્મોમાં તેમના કામ કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં રહેમાને જણાવ્યું કે,

“કેટલાક લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મારા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી રહ્યાં છે. જેના કારણે મારા અને ફિલ્મ ડિરેક્ટરો વચ્ચે ખોટી ગેરસમજ ઉભી થઈ રહી છે.

હું સારી ફિલ્મોને ના નથી પાડતો, પરંતુ મારૂ માનવું છે કે, એક એવી ગેંગ છે. જે કેટલીક અફવા ફેલાવી રહી છે અને ગેરસમજ ઉભી થઈ રહી છે. આથી જ્યારે મુકેશ છાબડા જ્યારે મારી પાસે આવ્યા, ત્યારે મેં તેમને બે દિવસોમાં ચાર ગીતો આપ્યા. હતા. તેમણે જ મને જણાવ્યું કે, સર અનેક લોકોએ મને તમારી પાસે ના આવવા માટે કહ્યું છે.

મુકેશ છાબડાની વાત પછી મને ખ્યાલ આવ્યો કે, મને કામ કેમ ઓછુ મળી રહ્યું છે? કેમ મારી પાસે સારી ફિલ્મો નથી આવી રહી?”

જણાવી દઈએ કે, એઆર રહેમાને સુશાંતની આખરી ફિલ્મ “દિલ બેચારા” માટે સંગીત આપ્યું છે. આ ફિલ્મ શુક્રવારે ડિઝની હૉટસ્ટાર પર રજૂ કરવામાં આવી. આ ફિલ્મનું ડિરેક્શન મુકેશ છાબડાએ કર્યું છે.[:]