[:gj]બેટદ્વારકાના મંદિરના 3 જમણેરી શંખ, કોરોના વાયરસને નાશ કરી શકે તેમ છે ?[:]

Can the right-wing conch of the Betwaraka Temple destroy the Corona virus?

[:gj]જો સ્પાયર્સની વૃદ્ધિ એન્ટી ક્લોકવાઇઝ થાય તો જમણી બાજુ શંખનું મુખ જોવા મળશે. આવા શંખને ‘ જમણોરી શંખ ‘ કહે છે . જમણેરી શંખ ભારતમાં આશરે ૩૩૦ જેટલા જ છે . શંખ બેક્ટેરીયાનો નાશ કરી શકે છે. એવું વિજ્ઞાને પૂરવાર કર્યું છે.

ગુજરાતમાં બેટદ્વારકાના મંદિરમાં સોના , ચાંદીથી મઢેલા ડાબેરી શંખ ત્રણ નંગ અસ્તિત્વમાં છે . ઓખાના જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના ફિશરીઝ રીસર્ચ સેન્ટરના સંશોધન અધિકારીએ જાહેર કર્યું છે.

મંદિરમાં વગાડવામાં આવતા શંખ પાછળનું એક ખાસ વૈજ્ઞાનિક કારણ છે . જર્મની ખાતે હાથ ધરાયેલા અખતરાઓ જણાવે છે કે શંખધ્વનિથી ઉત્પન્ન થતા તરંગો અમુક પ્રકારના બૅક્ટરિયાનો નાશ કરે છે . આ પ્રયોગો માટે એ ઓરડાની અંદર શંખનાદ પૂર્વે અને શંખનાદ બાદ બૅક્ટરિયલ કાઉન્ટ લેતા શંખનાદ પૂર્વે જે કાઉન્ટ હતો તેમાં ખાસ ફરક જોવાયેલો અને શંખનાદ બાદ ઘણા બૅક્ટરિયા શિથિલ થયેલા અને અન્ય તેની વાઈટાલીટી ખોઈ બેઠેલ જોવાયેલા હતા.

માદાના પાદમાં વક્ષ – બાજુએ ખાંચ આવેલી હોય છે . નર , માદાના મિલન બાદ માદામાં સંગ્રહિત થયેલ શુક્રાણુઓથી ફલિત થયેલ ઈડાના સમૂહફરતે જર્દીનો પૂરતો જથ્થો – આર્ગ્યુમીન વગેરે માદા શંખ દ્વારા સંગ્રહ થાય છે . માદા શંખની પ્રજનન ઋતુ એપ્રિલ – મે તેમજ જૂન – જુલાઈથી ઓક્ટોબર સુધી જોવા મળે છે . માદા હરણના શીંગડા જેવો ‘ એગમાસ ’ જેમાં ૧૫ – ૨૦થી ૩૦ – ૩૨ જેટલી ઈન્ડીવિડ્યુઅલ કેયુલ એક બાજુથી જોડાયેલ અને બીજી બાજુએ સ્લીટ ધરાવતી કેમ્યુલનો સમૂહ કે જેનો પાયો ફૂલેટ અને પહોળો હોય છે . તેને પથ્થર કે કેડ કોરલ ઉપર લ્યુ જેવા પદાર્થનો સ્ત્રાવ કરી ફિક્સ કરે છે . આ રીતે રોજની ૬ થી ૮ કેસ્કુલના હિસાબે માદા આખો એગ માસ ૪ થી ૫ દિવસમાં મુક્ત કરે છે . માદા એગમાસ મૂકતા પહેલાં ખોરાક લેવાનું બંધ કરે છે .

જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજ, ઊર્જા અને આત્મા આજે પણ વિદ્યમાન છે
બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું જીવનાંત શરણાગતિ સ્થાન…
જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજ, ઊર્જા અને આત્મા આજે પણ વિદ્યમાન છે એવી પવિત્ર અને દિવ્ય ભૂમિ બેટ દ્વારકા અને વિશ્ર્વના હિન્દુઓ, અસ્થાળુઓનું પ્રાચિન યાત્રાધામ .

બેટ દ્વારકા કુદરતી સંપદા ધરાવતું, દરિયા કિનારે આવેલું રમણીય અને સર્વધર્મનો સંદેશો આપતું નગર છે, જ્યાં શિખ, મુસ્લિમ, વૈષ્ણવ – હિન્દુઓના અનેક દેવસ્થાનો છે. આ બેટમાં નાના મોટા ૧૦૦થી પણ વધારે મંદિરો છે, અહીં બેટ દ્વારકાધીશ ભગવાનની પાંચ હજાર વર્ષ પુરાણી મૂર્તિ છે… ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાનગરીનો વહીવટ દ્વારકામાં કરતાં હતાં, પરંતુ તેમની પટરાણીઓ સાથેનો આજીવન નિવાસ હંમેશાં બેટ દ્વારકામાં જ રહ્યો હતો, એટલે જ બેટ દ્વારકાનું વૈશ્ર્વિક મહત્ત્વ છે. બેટ દ્વારકાને પુલ દ્વારા જમીન માર્ગે જોડવા માટે સરકારે રિલાયન્સ, અદાણી, એસ્સાર કે ટાટા સાથે લોક ભાગીદારી કરીને આ પ્રૉજેક્ટને મુર્ત સ્વરૂપ આપવા સમય પાકી ગયો છે, જેથી આ ઐતિહાસિક નિર્માણ કાર્યથી સરકારને માત્ર ગુજરાત કે ભારતમાં જ નહિ, વિશ્ર્વ સ્તરે વ્યાપક પ્રસિદ્ધિ મળશે.

જેમ સરદાર પટેલે સોમનાથનો ર્જીણોધ્ધાર કરાવ્યો તેવી જ રીતે દ્વારિકા તરફ નરેન્દ્ર મોદીએ 20 વર્ષના શાસનમાં લક્ષ્ય અપાયું હોત તો એક વધુ પૌરાણિક અને અતિ મહત્ત્વના તીર્થનો જગતના નકશા પર જવાજલ્યમાન મહિમા ઝળહળતો હોત.
કચ્છની માફક બેટ દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે જોડવા પણ વ્યાપક શક્યતાઓ છે, અહીંની દરિયાઈ પટ્ટી પર એવા અનેક સ્થળો છે, જ્યાં ટુરિઝમને પ્રોત્સાહન મળે એવા વિકાસ કાર્યોથી વિશ્ર્વભરના પ્રવાસીઓનું આકર્ષણ બની રહે એવી આ મનોરમ્ય ભૂમિ છે. બેટ દ્વારકામાં આવેલ પદમતીર્થથી ૮૪ ધૂણા સુધીની દરિયાઈ પટ્ટી પર, દરિયાના કાંઠાના ભાગે પેદલ પટ્ટી રોડ બનાવવામાં આવે તો અહીંથી દૃશ્યમાન દરિયાના સૌંદર્યને નિહાળવા પ્રવાસીઓનો ધસારો વધવાની પૂરી સંભાવના છે. બેટ દ્વારકાને પુલ દ્વારા જમીન માર્ગે જોડવામાં આવે અને દરિયાઈ પટ્ટીને પ્રવાસન સ્થળ તરીકે સરકાર વિકસાવે તો દેશનું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બને એવી શક્યતા છે.[:]