[:gj]વૈજ્ઞાનિકોની ચેતવણી, કોરોનાના 80% કિસ્સાઓ લક્ષણો બતાવતા નથી[:]

[:gj]બીજી એક કટોકટી તરફ ભારત

ગાંધીનગર, 21 એપ્રિલ 2020

મુંબઈમાં પત્રકારોએ જાતે કોરોના ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે તેમને તો કોરોના છે. તે પહેલાં તેમને ન તો કોઈ કોરોનાના લક્ષણો હતા કે ન તો તેમને પોતાને ખબર હતી કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા લોકોનો ભય દૂર કરવા માટે જાતે સામેથી પોતે ચેપની ચકાસણી કરવા ગયા ત્યારે ખબર પડી કે ખરેખર તેમને કોરોના છે. આવું અમદાવાદમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. લોકોને ખબર ન હતી કે તેમને ચેપ લાગી ચૂક્યો છે. તેમને કોઈ લક્ષણો પણ ન હતા. પણ ચેપની લેબ તપાસ થઈ ત્યારે ખબર પડી કે તેને કોરોના છે. જેમની રોગ પ્રતિકાર શક્તિ વધું હોય તેમની આ સ્થિતી છે. પણ ગંભીર બાબત એ છે કે, તેઓ બીજાને ચેપ લગાડે છે.

આવું મુંબઈ, અમદાવાદ કે દિલ્હીમાં જ થઈ રહ્યું છે એવું નથી સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે.

દેશમાં કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે ચિંતાજનક બાબત પ્રકાશમાં આવી છે, જેણે દેશના તબીબી વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે. દેશમાં 80% કોરોના કેસોમાં ચેપનાં કોઈ ચિન્હો દેખાઈ રહ્યા નથી, જે ખૂબ ચિંતાનો વિષય છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડોક્ટર રમન આર ગંગાખેડકરે એનડીટીવીને જણાવ્યું હતું કે 80% કેસોમાં લક્ષણો દેખાઈ રહ્યા નથી. ચેપગ્રસ્તની ઓળખ કરવી સૌથી મુશ્કેલ કાર્ય છે. દરેકની તપાસ કરવી અશક્ય છે.

ઘણા લોકોની પ્રતિરક્ષા મજબૂત હોય છે. જ્યારે તેઓને વાયરસનો ચેપ આવે છે, ત્યારે તેમના શરીરની પ્રતિરક્ષા શરીરને અસર થવા દેતી નથી. ખતરનાક વાત એ છે કે આ સમય દરમિયાન આ લોકો અન્ય લોકોને ચેપ લગાવે છે. વાયરસના ચેપની સંખ્યામાં વધારો થાય છે.

20 હજાર મામલા થઈ ગયા છે. 543 લોકોનાં મોત નીપજ્યાં છે.

તપાસ ત્યારે જ શક્ય છે જ્યારે ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના લક્ષણો જોવા મળે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ તાજેતરમાં કહ્યું હતું કે ભૂતકાળમાં સરકારના 736 લોકોએ નમૂનાઓ તપાસ્યા હતા, તેમાંથી 186 લોકોને આ રોગના લક્ષણો ન હતા અને તે લોકોને એ પણ ખબર ન હતી કે તેઓ વાયરસ ચેપ ફેલાવી રહ્યા છે.[:]