[:gj]ગુજરાતમાં કોરોના ફોબિયાની માનસિક બિમારી વધી, શું ઉપાય ? [:]

[:gj]માનસિક બિમારી કોરોના ફોબિયા વધી રહ્યો છે આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ કઠવાડા ખાતે શરૂ કરાઇ છે. આવા લાભાર્થી દર્દીઓને ૨૪ કલાક માટે નિષ્ણાત, એમબીબીએસ, એમ ડી, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાઇકીયાટ્રીસ્ટતબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં આવી રહી છે આ ઉપરાંત અમદાવાદ ખાતે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ઉપર સવારના ૯ થી ૧૦ વચ્ચે ફોન કરીને ટેલી મેડિસિનની સુવિધા પણ મેળવી શકશે.

ગુજરાતમાં પ્રથમ વખત માનસિક બિમારી માટે હેલ્પલાઈન શરું કરવી પડી છે. આવું કચ્છ ભૂકંપ વખતે થયું હતું. લોકો ભયભિત બની જતાં ભૂકંપ ફોબિયા થઈ ગયો હતો. ત્યારે પણ હેલ્પલાઈન શરૂં કરવી પડી ન હતી. પણ કોરોના ફોબિયામાં કરવી પડી છે.

કોરેન્ટાઈનમાં રહેલા વ્યક્તિઓના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે ૧૧૦૦ નંબર હેલ્પ લાઇન કાર્યરત: નિષ્ણાત તજજ્ઞો દ્વારા ૨૪ કલાક ટેલી એડવાઇઝ અપાશે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના નાગરિકો લોક ડાઉનનો ચુસ્તપણે અમલ કરે અને સૌ સંયમ રાખીને ઘરમાં જ રહે તે અત્યંત અનિવાર્ય છે.

કોલોએ કોરોનાનો ભય રાખવાના બદલે તેનાથી સાવધાની રાખો. વધું વિચારો નહીં. ચિંતા ન કરો, આભડ છેડ દરેકથી પાળો. ચિંતા છોડો. વધું વિચારો આવે તો કોરોનાના ભયના કારણે ફોબિયાની માનસિક બિમારી લાગું પડી શકે છે. તેથી સાવધાન રહો પણ ગભરાઓ નહીં. એજ એક માત્ર ઉપાય છે. પેલ્પલાઈન પર તુરંત તબિબની સહાય માંગો.[:]