[:gj]રાજ્યની ૮ કચેરીઓમાં  દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન સમય ફાળવણી કરવાનો નિર્ણય[:]

Decision to allocate time online for document registration in 6 offices of the state

[:gj]ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020
રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી ટોકન મેળવીને કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પ્રજાજનો દ્વારા દસ્તાવેજની નોંધણી કરવા માટે સંબંધિત કચેરીમાં રૂબરૂ જઇને ટોકન મેળવવાનું રહે છે, જેના કારણે લોકોને ક્યારેક અસુવિધા/તકલીફ થતી હોય છે. નાગરિકોને સરળતાથી દસ્તાવેજોની નોંધણી માટે સમય ઉપલબ્ધ થાય તે હેતુથી સરકાર દ્વારા ‘ગરવી’ વેબસાઇટ પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જે અંતર્ગત શરૂઆતના તબક્કે સબરજીસ્ટ્રાર કચેરી અમદાવાદ-૩ (મેમનગર), દહેગામ (જી.ગાંધીનગર), વડોદરા-૨ (દંતેશ્વર), નડિયાદ (જિ. ખેડા), સુરત-૬ (કુંભારીયા), નવસારી, રાજકોટ-૮ (ગ્રામ્ય ખેતી) અને જુનાગઢ-૧ (ટીંબાવાડી) એમ કુલ ૮ (આઠ) કચેરીઓમાં પ્રાયોગિક ધોરણે તા. ૦૨-૦૩-2020 થી ફરજિયાત પણે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવેલ હોય તેવા જ દસ્તાવેજો નોંધણી અર્થે સ્વીકારવા અંગેની પ્રથા ચાલુ કરવામાં આવેલ છે.
આ સુવિધા https://garvi.gujarat.gov.in વેબસાઇટના Online appointment scheduler મેનુમાં જઇને મેળવી શકાશે. જેમાં પક્ષકારે દસ્તાવેજ રજૂ કરનારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી તથા અવેજની રકમની એન્ટ્રી કરવાની રહેશે. તેમજ દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ પક્ષકારે પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમયની પસંદગી કરવાની રહેશે અને તે મુજબ સબરજિસ્ટ્રાર કચેરીમાં તમામ પક્ષકારો સાથે હાજર થવાનું રહેશે. ત્યાર બાદ સંબંધિત રજિસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટ્રારશ્રી દ્વારા દસ્તાવેજની ચકાસણી કરી નોંધણીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
આ બાબતે વધુ માહિતી સંબંધિત રજીસ્ટ્રાર કચેરી, જિલ્લાની નોંધણી નિરીક્ષક કચેરી અને રાજ્યની નોંધણી નિરિક્ષકની કચેરીમાંથી અથવા GARVI વેબસાઈટ પરથી પણ મેળવી શકાશે.[:]