[:gj]તાળાબંધી છતાં પણ ગુજરાતમાં 4.66 લાખ ફોન વધીને 6.79 કરોડ થયા, વોડાફોન ટોચ પર [:]

[:gj]અમદાવાદ, 13 મે 2020

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શનનાં લેટેસ્ટ આંકડા મુજબ, ગુજરાતમાં મોબાઇલ યુઝરની સંખ્યામાં જાન્યુઆરી, 2020માં 4.66 લાખનો વધારો થયો હતો. આ મહિનામાં જિયોના સબસ્ક્રાઇબરની સંખ્યામાં 4.93 લાખનો વધારો થયો હતો. હકીકતમાં વોડાફોન આઇડિયાએ ગુમાવેલા લગભગ તમામ ગ્રાહકો જિયોને મળ્યા છે. આ રીતે જાન્યુઆરી, 2020ના અંત સુધીમાં ગુજરાતમાં મોબાઇલના કુલ યુઝર 6.79 કરોડ હતા.

કુલ વૃદ્ધિમાં જિયોએ સૌથી વધુ 4.93 લાખ યુઝરનું પ્રદાન કર્યું હતું. પછી ભારતી એરટલનાં ગ્રાહકોમાં 1.07 લાખ અને બીએસએનએલના ગ્રાહકમાં આશરે 12,300 યુઝરનો વધારો થયો હતો. એકમાત્ર વોડાફોન આઇડિયાએ 1.47 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા.

જોકે, સબસ્ક્રાઇબરમાં સતત ઘટાડો થવા છતાં વોડાફોન આઇડિયાએ 2.73 કરોડ યુઝર સાથે ચાર્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પછી બીજા સ્થાને 2.33 કરોડ યુઝર સાથે જિયો અને 1.10 કરોડ યુઝર સાથે એરટેલ ત્રીજા સ્થાને છે. સરકારી કંપની બીએસએનએલ 60.97 લાખ યુઝર ધરાવે છે. આ રીતે રાજ્યમાં કુલ 6.79 કરોડ મોબાઇલ યુઝર ધરાવે છે.

જિયોએ ગુજરાતમાં વાયરલાઇન કનેક્શન પ્રદાન કરવાની શરૂઆત કરી છે અને જાન્યુઆરી, 2020માં વાયરલાઇન કનેક્શન ધરાવતી બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ 7.38 લાખ યુઝર સાથે બીએસએનએલ સૌથી વધુ વાયરલાઇન કનેક્શન ધરાવે છે અને પછી 1.39 લાખ યુઝર સાથે જિયો બીજા સ્થાને છે. ભારતી એરટેલ 97,000 લેન્ડલાઇન કનેક્શન ધરાવે છે, તો ટાટા ટેલી 85,000થી વધારે યુઝર ધરાવે છે. વોડાફોન આઇડિયા અને રિલાયન્સ કમ્યુનિકેશન રાજ્યમાં અનુક્રમે 33,000 અને 11,000 લેન્ડલાઇન કનેક્શન ધરાવે છે.

જાન્યુઆરી, 2020ના અંત સુધીમાં ગુજરાતમાં 11.04 લાખ વાયરલાઇન કનેક્શન હતા એવી જાણકારી ટ્રાઈના રિપોર્ટમાં મળી હતી.[:]