[:gj]385 કેદીઓ ફાંસીની રાહ જૂએ છે, ખરેખર ફાંસી હોવી જોઈએ કે નહીં[:]

[:gj]દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે. જેમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં હત્યાના મામલે સૌથી વધુ મૃત્યુદંડની સજા છે.

દેશની કેન્દ્ર સરકારના 18 કાયદાઓમાંથી 59 વિભાગમાં ફાંસીની સજાની જોગવાઈ છે.
જાતીય ગુના માટે સજા કરાયેલા 84 કેદીઓમાંથી, 17.9 ટકા મહારાષ્ટ્રના અને 16.7 ટકા મધ્યપ્રદેશના છે.

ઘણા દેશોમાં ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ભારતમાં તે ચર્ચાનો વિષય છે. કાયદા પંચે બે વાર મૃત્યુ દંડની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ઓગસ્ટ 2015 માં તેના 262 મા અહેવાલમાં, કાયદા પંચે તબક્કાવાર રીતે ફાંસીની સજા નાબૂદ કરવાની ભલામણ કરી હતી.

દેશમાં આર્થિક અને સામાજિક રીતે નબળા લોકોને ફાંસીની સજા મળે છે. સામાન્ય રીતે આ સજા મોટે ભાગે તે લોકોને આપવામાં આવે છે જેઓ ગરીબ છે. સમાજના પછાત વર્ગમાંથી આવે છે. ઉજળીયાત અને શ્રીમંત લોકો ઓછા છે.

વધુ વાંચો: ભારતની જેલોમાં ફાંસીની સજા ભોગવતાં કેદીઓ સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચારો

[:]