[:gj]બિહારમાં કોંગ્રેસની નિષ્ફળતાથી તેજસ્વી યાદવનું સીએમ બનવાનું સપનું અધૂરું રહી ગયું[:]

[:gj]વિપક્ષોમાં સૌથી નબળી કડી મનાતા કોંગ્રેસે 70 બેઠકોમાંથી માક્ષ 19 બેઠકો જીતીને એ વાત સાબીત પણ કરી દીધી.ચૂંટણી લડેલી તમામ પાર્ટીઓમાં તે સૌથી નબળી પાર્ટી રહી હતી.જો કે કોંગ્રેસના ચૂંટણી પ્રક્રિયામાં સામેલ લોકો કહે છે કે ઉમેદવારોની પસંદગીમાં મોડું, બેઠકોની વહેંચણીમાં ઢીલ અને નબળું સંગઠન જેવી બાબતો કારણભૂત હતી.

પ્રચાર કામગીરી પણ અત્યંત નબળી હતી. છેલ્લા 30 વર્ષોમાં કોંગ્રેસ બિહારમાંથી એક લોકપ્રિયા નેતા પણ ઊભો કરી શકી નથી. પક્ષમાં એવો કટાક્ષ કરાય છે કે  બિહાર પ્રદેશ કોંગ્રેસના  પ્રમુખ મદન મોહન ઝાની સાથે પચાસ લોકો પણ સાથે હોતા નથી. પટણાના રાજકીય વિષ્લેશક અજય કુમાર ઝા કહે છે કે રાહુલ  ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ તેજસ્વીના મદદરૂપ બન્યા જ નહતા અથવા તો તેજસ્વી દ્વારા શરૂ કરાયેલા પ્રચારને આગળ પણ વધારી શક્યા નહતા.[:]