[:gj]વાપરેલું પ્લાસ્ટીક આપો અને ભરપેટ નાસ્તો કરો, શરૂં થયું પ્લાસ્ટીક કાફે[:]

Give used plastic and have a snack, a plastic cafe that has started

[:gj]

  • દેશનું પ્રથમ મહિલાઓ સંચાલિત પ્લાસ્ટિક કાફે
  • એક કિલો પ્લાસ્ટિક આપો એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઇ શકો છો.

દાહોદ 16 ફેબ્રુઆરી 2020
દેશનું પ્રથમ પ્લાસ્ટીક કાફે દાહોદ નગરમાં શરૂ કરીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટીકમુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ તેની બીજી વિશેષતા છે.

તાલુકા પંચાયત કચેરી સામે શરૂ કરવામાં આવેલા આ પ્લાસ્ટિક કાફેમાં કોઇ પણ વ્યક્તિ ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવે તો એક કપ ચા કે કોફી મેળવી શકે છે જયારે ૧ કિલો પ્લાસ્ટિક આપીને એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઇ શકો છો. આ ઉપરાંત પૌવા, દાબેલી, કચોરી, સમોસા પણ મંગાવી શકાશે. અત્યારે સ્વસહાય જુથની ૧૦ મહિલાઓ આ કાફેમાં જોડાઇ છે. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા આ કાફેનું શુક્રવાર તા. 7 ફેબ્રુઆરી 2020 ના રોજ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. હાલમાં સરેરાશ રોજ ૧૦ જેટલા લોકો દ્વારા પ્લાસ્ટિક જમા કરવામાં આવે છે અને ચા નાસ્તાની મિજબાની માણવામાં આવે છે.

જિલ્લાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક પહેલ કરવામાં આવી છે, જેનાથી નગરમાંથી પ્લાસ્ટિકના કચરાનો સકારાત્મક નિકાલ કરવા માટે નાગરિકોને સરસ વિકલ્પ મળી રહેશે. સાથે સ્વસહાય જુથની મહિલાઓને રોજગારી પણ મળી રહેશે. પ્લાસ્ટિકથી પર્યાવરણને થઇ રહેલા નુકશાન બાબતે પણ લોકોમાં જાગૃતિ લાવવા આ કાફે ઉપયોગી થશે.

આ કાફેમાં સ્વસહાય જુથની વિવિધ મહિલા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓ જેવી કે તોરણો, બંગડી, રાખડી વગેરે પણ સજાવીને વેચાણ અર્થે મુકવામાં આવી છે. એ પણ મહિલાને રોજગારી આપવામાં મદદરૂપ બનશે.[:]