[:gj]60 હજાર હોટેલ અને રેસ્ટોરાં 1 એપ્રિલથી સંપૂર્ણ બંધ થયા, ગુજરાત બંધીમાં દારૂબંધી [:]

[:gj]કોરોના વાઇરસને લીધે બધા ધંધા ઠપ થઇ ગયાં છે. અમદાવાદમાં અંદાજિત છ હજાર હોટેલ અને રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ તમામના ખોટની કિંમત આંકીએ તો રોજની ૮ કરોડની ખોટ થઇ રહી છે. ગુજરાતમાં 60 હજાર હોટેલ અને રેસ્ટોરા હોવાનો અંદાજ છે. જેમનો રોજનો 80થી 100 કરોડનો ધંધો 1 એપ્રિલ 2020થી સંપુર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.

હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સાથે અનેક નાના નાના બિઝનેસ જોડાયેલા છે, જેમને આ ઇન્ડસ્ટ્રી ઠપ થવાથી મોટું નુકસાન થશે તેવી ચિંતા સેવી છે. ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૃપે ૩૧ માર્ચ સુધી તમામ રેસ્ટોરન્ટને બંધ રાખવાનું કહેવાયું છે. જે નિર્ણયને તમામ ઇન્ડસ્ટ્રીએ માન્ય રાખ્યો છે. જ્યાં સુધી કોરોના વાઇરસનું જોખમ ઘટી જાય નહીં ત્યાં સુધી રેસ્ટોરન્ટો બંધ રહેશે તેવું અમદાવાદના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના માલિકોનું કહેવું છે.

બધુ નોર્મલ થશે એ પછી ૨૦થી ૨૫ ટકાનો બિઝનેસમાં વધારો જરૃરથી થશે. ભારતીય ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે, કારણે કે કોઇ ભારતીય એકાદ વર્ષ સુધી વિદેશ ફરવા જવાનું વિચારશે જ નહીં,

રાજ્ય સરકારની હાઈ પાવર કમિટી દ્વારા પ્રીમિયમ હોટેલોમાં નવી 19 લિકર શોપ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ હોટલોને જાન્યુઆરી 2019નું યોજાનારી વાઈબ્રન્ટ સમિટ પહેલા લાઈસન્સ આપી દેવામાં આવશે. વધુ નવી 19 લિકર શોપ બાદ રાજ્યમાં કુલ લિકર શોપનો આંકડો 77 પર પહોંચી જશે, આ પહેલા 2014માં આ આંકડો તેના ત્રીજા ભાગનો હતો. રાજ્યમાં 2014માં લિકર શોપની સંખ્યા 26 હતી જે 2018માં વધીને 58 થઈ ગઈ હતી. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમના 500 મીટરના વિસ્તારમાં જ બે લિકર શોપને મંજૂરી મળી છે.

જીડીપીમાં મુસાફરી અને પર્યટન ક્ષેત્રનો ફાળો 16.91 લાખ કરોડ રૂપિયા ($ 240 અબજ) છે અને 2028 સુધીમાં 6.9% ના વાર્ષિક દરે 32.05 લાખ કરોડ થવાની આગાહી છે. ભારતમાંથી 1.59 મિલિયન પ્રવાસીઓ 2018માં મળ્યા, 2019માં જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીમાં 1.63 મિલિયન પ્રવાસીઓ મળ્યા હતા.[:]