[:gj]IAS અને BJP MLA પ્રજાની વચ્ચે જતાં કેમ ડરે છે ? સ્ટાફ કોરોનામાં ફરજ પર[:]

[:gj]નગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા લોકોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે તેવામાં ભાજપનાં MLA માત્ર જાહેરાતો કરીને લોકસેવાનો ધર્મ બજાવતા હોય તેવો ડોળ કરી રહ્યા છે. આ વખતે સ્થાનિક વ્યક્તિને જ ટીકીટ અપાય તેવી પણ ગોસિપ વધી ગઈ છે. રૂપાણી પોતે બંગલાથી ઘરની વચ્ચે છે. તેમ તેમના પક્ષ ભાજપના ધારાસભ્યો પ્રજાની વચ્ચે નથી જતાં. આઈએએસ અધિકારીઓ જતાં નથી. કોંગ્રેસ પક્ષના મોટાભાગના ધરાસભ્યો પ્રજાની વચ્ચે જોવા મળે છે. પણ ભાજપના ધારાસભ્યો ખુરશી પર બેસી રહે છે.

રાજ્ય કક્ષાનાં મંત્રી વાસણ આહીર પાસે મદદ માંગી રહ્યા છે, લોકોને ધરપત આપવાને બદલે મંત્રી આહીર હાથ અઘ્ધર કરતા સંભળાય છે. સાંસદ કચ્છમાં લઈ આવવાની તૈયારી બતાવી તેમને માદરે વતન પાછા પણ લઇ આવે છે.

તમારે ત્યાં સર્વેવાળા આવ્યા હતા..?

સરકાર અને જિલ્લાનું વહીવટી તંત્ર ગાઈ વગાડીને જાહેરાત કરી રહ્યું છે કે લાખો લોકોનો ડોર ટૂ ડોર સર્વે કરવામાં આવ્યો છે. પણ મજાની વાત એ છે કે, જેને પુછીયે કે તમારા ત્યાં સર્વેવાળા આવ્યા હતા. ત્યારે એક જ જવાબ મળે છે કે, અઠવાડિયાથી અમે અમારા ઘરના લોકો સિવાય અન્ય લોકોને જોયા પણ નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે, તો સર્વે કરવાવાળા લોકો આખરે જાય છે કયાં..?

21 દિવસનાં લોકડાઉનને હજુ માત્ર છ દિવસ થયા છે. ત્યારે લોકડાઉન પહેલા સરકાર દ્વારા આ અંગેનું કોઈ પૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે લોકો તથા ખુદ સરકારમાં અધિકારીઓ ખાનગીમાં પ્રશ્ન કરી રહ્યા છે. લોકડાઉન પહેલા સૂચન માંગવામાં આવ્યા હતા પણ તેનો પૂર્ણ તો ઠીક આંશિક અમલ પણ કરવામાં આવ્યો નથી. શેલ્ટર હોમ ખામી હોય તેવું ઉડીને આંખે વળગી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

IAS અધિકારીઓ અન્ય લોકોને તો ઠીક ખુદ તેમના તાબા હેઠળના અધિકારીઓ કે સ્ટાફને પણ મળતા નથી. કોઈ મળવા કે મિટિંગ માટે આવવાનું કહે તો પણ ફોનથી જ કામ પતાવી લેવાની સલાહ આપે છે. રાજ્યમાં કોરોના વાયરસને પગલે જિલ્લા કક્ષાએ કલેક્ટર તથા અન્ય અધિકારીઓને માર્ગદર્શન-મદદ મળી રહે તે આશયથી તાજેતરમાં સરકારે પ્રભારી સચિવોની નિમણુંક કરી હતી. મોટેભાગે સરકારે જે IAS ભૂતકાળમાં જે જિલ્લામાં ફરજ બજાવી હોય તેમને જ જે તે જિલ્લાનાં પ્રભારી સચિવ તરીકે મુક્યા છે.

દિવસમાં બે થી ત્રણ વખત વિડિઓ કોન્ફ્રરન્સ થકી તમામ જિલ્લાનાં કલેક્ટર, ડીડીઓ તથા એસપી સાથે ચર્ચા કરીને અહેવાલ મેળવીને સૂચના આપી રહ્યા છે. આ લોકો ટીવીમાં લોકો સમક્ષ આવે છે.[:]