[:gj]ગુજરાતમાં દોઢ કરોડ ગરીબોની ગરીબી દૂર કરવા રૂ.18 હજાર અપાયા [:]

[:gj]ગાંધીનગર, 4 માર્ચ 2020

વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું  કે —

૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૧ કરોડ ૪૭ લાખ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે જે માટે અત્યાર સુધીમાં રૂા.૨૬ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિને સરેરાશ રૂ.17,687 સરકારે આપ્યા છે.

અંદાજપત્ર ૨૦૨૦-૨૧માં —

અગાઉની સરકારે વર્ષ ૨૦૦૨ સુધીમાં ૭.૭૩ લાખ વીજ જોડાણ આપ્યા હતા, જ્યારે સરકારે વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૯ સુધીમાં ૧૦ લાખથી વધુ કૃષિ વીજ જોડાણ આપ્યા છે. ખેડૂતો વતી વીજ સબસિડી પેટે વીજ કંપનીઓને રૂા.૭૩૩૮ કરોડ ચૂકવ્યા છે.

કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને વર્ષે રૂા.૩૧૮૬ કરોડ ચૂકવવામાં આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે આવેલા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નૂકસાનીના વળતર પેટે રૂા.૩૭૯૫ કરોડનું પેકેજ ખેડૂતોને આપવામાં આવ્યું છે.

ગરીબ અને વિધવા બહેનોને સન્માન માટે ગંગા સ્વરૂપા યોજના હેઠળ આર્થિક સહાય પેટે અપાતા રૂા.૧૦૦૦ વધારી હવે રૂા.૧૨૫૦ કરવામાં આવ્યા છે.

ગરીબો અને વૃદ્ધો માટે રૂા.૧૧૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓના ગણવેશ અને શિષ્યવૃત્તિ પેટે રૂા.૧૨૯૮ કરોડની જોગવાઇ કરાઇ છે. રૂા.૭૦૦ કરોડના ખર્ચે તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં સમરસ છાત્રાલયો બનાવવામાં આવ્યા છે.

બાંધકામ શ્રમિકોને કામના સ્થળે જવા-આવવા વિનામૂલ્યે મુસાફરી માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

શ્રમિક મહિલાને પ્રસૂતિ સમયે અપાતી રૂ. ૭,૫૦૦ની સહાય વધારીને પ્રસૂતિ પહેલાના બે માસ અને પછીના બે માસ એમ કુલ રૂ. ૨૦,૦૦૦ની સહાય આપવાની જોગવાઈ કરાઈ છે.

સમૂહલગ્ન સમયે યુગલદીઠ અપાતી રૂ. ૧૦,૦૦૦ની સહાય વધારીને રૂ. ૧૨,૦૦૦ કરાઈ છે.

‘મા’ યોજનામાં રૂ. ૫ લાખની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૫ લાખ લોકોને રૂા.૩૭૧૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.

આરોગ્યલક્ષી ૧૦૮ સુવિધાનો વ્યાપ વધારવા નવી ૧૫૦ એમ્બ્યુલન્સ રૂા.૨૭ કરોડના ખર્ચે ફાળવવામાં આવી છે.

દીકરી જ્યારે ૧૮ વર્ષની થાય ત્યારે તેના માતા-પિતાને દીકરીના ઉચ્ચ અભ્યાસ પેટે રૂા.૧ લાખ ૧૦ હજારની સહાય આપવામાં આવે છે.[:]