[:gj]લોકપ્રિય ઢોલક વાદક હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ આપવા સામાજિક માધ્યમમાં જૂનાગઢથી ઝૂંબેશ શરૂ [:]

[:gj]Launches campaign on social media from Junagadh to give Padma Shri award to Popular drummer Haji Ramkdun

ગાંધીનગર, 20 જૂલાઈ 2020

મીર હાજી કાસમ – હાજી રમકડું એક એવા કલાકાર કે જેમણે ગુજરાતનું ઢોલક વાદન સમગ્ર વિશ્વ સમક્ષ લઈ ગયા છે. તે જ્યારે ઢોલ વગાડે ત્યારે જોનારા થંભી જાય છે. ઢોલના સંગતમાં આટલી તાકાત હાજીએ ભરી આપી છે. બીજો હાજી ન થાય. હાજીની થાપી જેવી કોઈ થાપી ન વગાડી શકે. આ હાજીને હવે  પદ્મશ્રી 2021 માટે પસંદગી કરવા માટે તેમના તરફી નોમીનેશન કરવાની ઝૂંબેશ શરૂ થઈ છે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મસ્ પર હૅશટૅગ #Padma_Shri_for_Haji_of_Junagadh નો ટ્રેન્ડ શરૂ થયો છે.  જૂનાગઢના વતની ગુજરાતના આ કલાકારને પદ્મશ્રી પુરસ્કાર આપવાની માંગ પ્રબળ બની છે.

હજારો ભજન કાર્યક્રમો આ મુસ્લિમ બંદાએ ઢોલકને પ્રિય બનાવ્યું છે

મીર હાજી કાસમ,  ‘નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં’ લોકગીત પ્રાણલાલ વ્યાસ આરંભે ત્યાં તો શ્રોતાવૃંદ પણ એમાં સામેલ થઈને હિલોળા લેતું હેલે ચઢીને સાથે-સાથે ગાવા લાગે. અપાર લોકપ્રિયતા મળી હતી. હાજીએ પોતાની લોકપ્રિયતા ક્યારેય વટાવી નથી. એમને સદાય સાજીંદામાં સંગત આપતા આખા ગુજરાતના લોકોએ જોયા છે. હાજી રમકડું મુસ્લિમ  પણ હિંદુ ધર્મની ભાવનાશીલ વૃત્તિ સાથે કાયમ જોડાયેલા રહ્યાં છે. પ્રાણલાલ વ્યાસના ભજનોમાં સંગત આપતા આ મુસ્લિમ વાદકે સદ્દભાવ-સમભાવ અને હિન્દુ-મુસ્લિમ એકતાનું એકધારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમણે ઢોલકને નવો તાલ આપ્યો છે. દેશ વિદેશના સંગીતમાં કામ કર્યું છે. દુનિયાનો એક પણ જાણીતો દેશ બાકી નહીં હોય કે તેમણે ગુજરાતનું ઢોલક સંગીત વગાડ્યું નહીં હોય. અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાનું ઢોલક સંબળાવેલું છે. તાલ આપ્યો છે. આગવું ઢોલક વાદન તેમણે લોકડાયરામાં આપ્યું છે. લોકો કલાકારને સાંભળે પણ જૂએ તો હાજી રમકડાના ઢોલક વાદન અને તેમને ઉત્સાહને.

અપીલ

જૂનાગઢના ભીખાભાઈ જોષીએ અપીલ કરી છે, કે હાજી રમકડાને સર્વોચ્ચ એવોર્ડ મળવો જોઈએ. દેશ-વિદેશમાં હાજી રમકડું તરીકે પ્રખ્યાત એવા જૂનાગઢનાં પોતિકા લોક કલાકાર હાજીભાઈ મીર છે. માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઢોલકના અદ્વિતીય કલાકાર ગણાય છે. જેનું આપણને ગૌરવ છે.

સંતવાણી

મધ્યકાલીન સમયથી સંતવાણી (ભજનો) આપણી ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખ રહી છે. આ ધરામાં જે સંતો થઇ ગયા તે કોઈ નાત-જાત ધર્મ સંપ્રદાયથી પર રહીને પરમ તત્વની આરાધના કરી રહ્યા છે. કબીર, દાદ, રવિ સાહેબ, દાસી જીવણ, મામદસા, સતારસા વગેરે અનેક સંતોએ પોતાની વાણી દ્વારા આપણા લોકજીવનને પરિપ્લાવિત કર્યું છે. આવા સંસ્કૃતિનાં આરાધકોમાં આપણે હાજીભાઈ મીરનું નામ મૂકી શકીએ. ‘હાજી રમકડું’ નાં નામથી સુખ્યાત એવા આ કલાકારે 3 પેઢીઓના સંતવાણીનાં ગાયકોની સંગત કરીને ગુજરાતની સાંસ્કૃતિક એકતા અને અખંડિતતા જાળવી રાખી છે.  જીવનનાં 4 દાયકા સુધીની સફરથી ગુજરાતના કલા જગતમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ગૌશાળા માટે દાન એકઠું કરતાં

ગૌચારા અને ગૌશાળા માટે એમની સેવા થી જૂનાગઢ શહેર અને રાજ્યના ગૌસેવકો અજાણ્યા નથી. એમની આ ઉમદા સેવાની જ્યોત  છેલ્લા 4 દશકાથી તો અવિરતપણે પ્રગટી રહી છે.

કોણ છે હાજી રમકડું ?

9 વર્ષના હતા ત્યારથી ઢોલક વગાડે છે

આદરી મીરની જન્મભૂમિ છે. 9 વર્ષના હતા ત્યારે તેઓ જૂનાગઢ રહેવા માટે આવ્યા હતા. 9 વર્ષની ઊંમરમાં ઢોલકનો બહું શોખ હતો. ઢોલક પર બરાબર હાથ લાગતાં 5 વર્ષ થઈ ગયા. પહેલા નાટક કંપનીમાં કામ કરતા હતા. જૂનાગઢથી નાટક કંપની જતી રહે પછી બેંડ પાર્ટીમાં ઢોલક વગાડતાં હતા. 30 વર્ષ બેંડ સાથે ઢોલ વગાડ્યો હતો. બેંડ મોટા ભાગે લગ્નમાં જ જતા હતા. આહીર સમાજના લગ્નના ફૂલેકા નિકળતાં ત્યારે તેમને ઢોલ વગાડવા ખાસ બોલાવવામાં આવતા હતા. નાગર સામાજના લગ્ન હોય ત્યારે તેઓ મને  ઢોલક વગાડવા બોલાવતાં હતા.

પ્રાણલાલ વ્યાસ સાથે 25 વર્ષ

1974માં તેમણે પહેલો કાર્યક્રમ કર્યો હતો. તેમને ભજનમાં શોખ હતો. પિતા કાસમભાઈ ત્રણ ભાઈઓ સાથે ઢોલક વગાડતાં હતા. હાજી રમકડાને વારસામાં ઢોલક મળ્યું છે. પ્રાણલાલ વ્યાસની ગાયકીમાં મીરના  પિતા ઢોલ વગાડવાં કાયમ જતાં હતા. તેની સાથે હાજી રમકડું જતા હતા. ઢોલકનો ક્યાં અવકાશ છે તે નિરીક્ષણથી જોતા હતા. પિતા કાસમભાઈની ઉંમર થઈ એટલે તેમણે પ્રણાલાલભાઈને કહ્યું કે, મારો દિકરો સારું વગાડે છે. એક વખત તેમને કાર્યક્રમમાં લઈ જઈને જૂઓ કેવું કામ કરે છે. એક દિવસ પિતાના તબિયત સારી ન હોવાથી મીર પોતે પ્રાણલાલ વ્યાસની સાથે  ભજનમાં ઢોલક વગાડવા ગયા હતા. ઢોલક વગાડવાનું પ્રાણલાલ વ્યાસને બહુ સારું લાગ્યું હતું. પ્રાણલાલ વ્યાસે તેમના પિતાને કહી દીધું કે હવે તમારો દિકરો મારી સાથે ઢોલક વગાડવા આવશે. ભજનીક પ્રણલાલ વ્યાસની ગાઈકી શું કહેવા માંગે છે તે જોઈને જ મીન ઢોલક વગાડતાં હતાં. તેઓ પ્રાણલાલ વ્યાસને પ્રાણબાપા તરીકે જ સંબોધતા હતા. મીરએ ક્યારેય ન પૂછ્યું કે તમે મને કેટલો પુરસ્કાર આપશો. મીરના પિતાએ રમકડાને કહ્યું હતું કે બેટા પુરસ્તારની વાત ક્યારેય પ્રાણબાપા સામે  કરવાની નહીં. ત્યારે તો કલાકારના ભાગે પૈસો પણ ન હતો. એક રૂપિયો બે રૂપિયાની નોટ મળતી હતી. પ્રાણલાલ વ્યાસ જે મહેનતાણું આપે તે લઈને ઘરે આવતા હતા. પણ મીરને આનંદ એ થતો કે તેઓ ઢોલ વગાડતા તેનાથી પ્રાણલાલ વ્યાસ રાજી બહુ થતાં હતા. પ્રાણલાલ વ્યાસ સાથે મીરે 25 વર્ષ કામ કર્યું હતું. જેમાં ભજન અને લોકડાયો અને ગઝલના જલસા પણ હતા.

ગાયક કરતાં વાદ્ય લોકપ્રિય

જ્યારે ગળામાંથી લોકરસની સરવાણી વહેતી હોય, હાજી રમકડું ઢોલક પાર થાપ મારીને વાતાવરણને સંગીતમય બનાવી દે છે. પ્રાણલાલના હારમોનિયમના સૂરમાં ઢોલકનો ધ્વનિ એવો ભળી જતો તે શ્રોતાઓ જોતા રહી જતાં હતા. ડાયરાનો જાદુગર ‘હાજી રમકડું, ઢોલક પર થાપ પડે કે માહોલ જામી જાય, ગાયકને નહીં આ કલાકારને જોતા રહે છે લોકો જૂનાગઢમાં રહેતા હાજીભાઈ કાસમભાઈ મીર ગુજરાતનું ગૌરવ છે. કોઈ જગ્યાએ ડાયરો હોય ને ભજનિકના ગળામાંથી લોકરસની સરવાણી વહેતી હોય. આવા સમયે જ્યારે ‘હાજી રમકડું’ ઢોલક પર થાપ મારે કે સમગ્ર વાતાવરણ સંગીતમય બની જાય. હાજીભાઈને ગુજરાત આખું ‘હાજી રમકડું’ નામથી ઓળખે છે.

રસધાર સંસ્થાએ પ્રખ્યાત કર્યા

રસધાર સંસ્થા ગુજરાતમાં કામ કરતી હતી. જેમાં ગુજરાતના બધા ઉદ્યોગપતિ હતા. રાજુભાઈ ગાંધી, શંકર રાવલ, વસંતભાઈ સરોજ હતા. આ રસધાર સંસ્થામાં અમે 6 કલાકરો પ્રાણલાલ વ્યાસ, લાખાભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ આ ત્રણ ગાયક કલાકારો હતા. સાજીંદામાં નાનજીભાઈ મિસ્ત્રી, ટપુભાઈ દીગમા અને હાજી રમકડુ હતા. આ 6 કલાકારો બાંધેલા કલાકાર રસધારમાં કામ કરતાં હતા. રસધાર સંસ્થાએ ડાયરાને લોકપ્રિય કર્યો હતો. ડાયરો શું છે તે આ રસધાર સંસ્થાએ ગુજરાતના લોકોને બતાવ્યું હતું.

હાજી રમકડું કહે છે કે,

હાજી રમકડું નામ કેમ પડ્યું

શંકરભાઈ રાવળે હાજી રમકડું નામ પાડ્યું હતું. શંકરભાઈ ગુજરાતના ઉદ્યોગપતિ હતા. તેઓ કલાપ્રેમી હતા. ઢોલને અહીં રમકડું કહેવામાં આવ્યું છે. ને એ નામ મહાન માણસે જ પાડ્યું હોય એટલે એણે ઢોલ ને રમકડું કહ્યું.    આપણાં. હાજી બાપા પાસે ઢોલ ઢોલ ન રહેતા રમકડું બની જતું હતું  . એટલે નામ પાડનારે આપણાં હાજી બાપા સાથે. ઢોલનું પણ નામ જોડી દીધું. ને પ્રથમ વખત માણસ સાથે. ઢોલ નું નામ જોડાયું .

રાજકોટ રેડિયોના વરિષ્ઠ કલાકારો

પ્રાણલાલ વ્યાસ, હેમુ ગઢવી, બીનાબેન, ઈસ્માઈલ વાલેરા, કનુ બારોટ, ઈશ્વર ભટ્ટ, મુગટલાલ જોષી બધા રાજકોટ રેડિયોના વરિષ્ઠ કલાકારો હતા. રામસાગર એકતારા પર તેઓ ભજન ગાતા અને આખું સૌરાષ્ટ્ર ભક્તિમય થઈ જતું. ડોલવા લાગતું હતું.  લોકગીત અને લોકસંગિતને ખરી ઓળખ આપનારા હેમુ ગઢવી હતા. તેમના કાર્યક્રમમાં હું એક વખત ગયો ત્યારે તેમને થયું કે આ છોકરો ઢોલકમાં તૈયાર છે. તેમણે કાર્યક્રમનો દોઢ રૂપિયો આપ્યો હતો. હું રાજી થયો. હેમુભાઈ સાથે એક વર્ષ મેં ઢોલક વગાડ્યું હતું. પણ પ્રાણલાલ વ્યાસ સાથે મેં 55 વર્ષ તબલા, ઢોલ અને ઢોલક વગાડવાનું કામ ભજનમાં કર્યું હતું.

ગુજરાત અને દેશ વિદેશમાં ખૂબ કાર્યક્રમો કર્યા છે. લત્તા મંગેશકરની સાથે પણ મેં ઢોલક વગાડ્યા છે. લત્તા મંગેશ્કરના જન્મ દિવસના કાર્યક્રમમાં મેં ઢોલ વગાડેલો છે.

ઉપેન્દ્ર ત્રિવેદી અંગત મિત્ર

મારું પહેલું ગુજરાત ચલચિત્ર ઉપેન્દ્ર ત્રિવેદી સાથે હતું. પ્રાણભાઈ અને ઉપેન્દ્ર ત્રિવેદીને સારી ભાયબંધી હતી. ત્યારે હું વડોદરા લક્ષ્મી સ્ટુડિયોમાં ગયો ત્યાં હોથલ પદમણી ફિલ્મનું શુટિંગ ચાલતું હતું. દિવાળીબેન અને પ્રાણભાઈ ત્યાં હતા. મને કહ્યું કે, હાજી પાસે આપણે ઢોલક વગડાવવી છે. પછી ગળામાં ઢોલ પહેલીને આ ચલચિત્રમાં ઢોલ વગાડ્યો હતો. હોથળ પદમણી મારું પહેલું ચલચિત્ર હતું. ઉપેન્દ્ર ત્રિવેદી પણ ખૂશ થઈ ગયા હતા. ત્યારથી તેમની સાથે 35 વર્ષના સંબંધો આજ સુધી રહ્યાં છે. પછી તે મારા અંગત મિત્ર બની ગયા હતા.

ચિત્રપટ – ઝેર તો પીધા છે જાણી જાણી (1972) – માં ગાયક સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂર, ગીત-સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસ અને અભિનયમાં અનુપમા, ઉપેન્દ્ર ત્રિવેદી, હાજી રમકડું હતા.

હું જે કઈ છું તે પ્રાણલાલ વ્યાસના કારણે

પ્રાણભાઈના કારણે મને કલાનું સારું ક્ષેત્ર મળ્યું છે. હું જે કંઈ છું તે પ્રાણલાલ વ્યાસના કારણે છું. જે કંઈ છું તે પ્રાણલાલભાઈનો હું આભારી છું. હું ઢોલ વગાડું એટલે મારી નજર તો પ્રણભાઈના ચહેરા પર જ ટકેલી હોય. પ્રાણભાઈની 50 સાખી થાઈ પછી તેમનું ભજન શરૂં થતાં હતા. તેમની પાસે શાખીનો ખજાનો હતો.

રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી પ્રાણલાલ વ્યાસના ભજન ચાલતાં હતા. તેમની પાસે ભજનનો ખજાનો હતો. બધા ભજન અને શાખી તેમને મોઢે હતા. પ્રેક્ષકોને તરબોળ કરી નાંખે એવી તેમની પાસે શાખી બોલવાની કળા હતી.

મેં ઈદમાં એક વખત શાખી ગાઈ, મને થયું કે હું ગાયક બન્યો હોત તો સારું હતું. પણ પછી થયું કે જે જગ્યાએ છું તે બરાબર છે. પ્રાણલાલ ભજન ગાતા ખરા પણ રાતના એક વાગ્યા પછી તેમની ગઝલ શરૂ થતી તો સવારના 4 વાગ્યા સુઘી ગજર રહેતી હતી.

દિવાળીબેન ભીલના કાર્યક્રમમાં હું જતો ત્યારે મને રૂ.3 મળતા હતા. તે મારી બહેન હતી.

લોકસાહિત્ય અને લોક સંગીત ક્ષેત્રે પ્રસિધ ભીખુદાનભાઈ ગઢવી ,પધ્મશ્રી દિવાળીબેન ભીલ, હાજી રમકડું , કવિ દાદ ,અમુદાન ગઢવી ,લાખણશી ગઢવી ,વિક્રમ ગઢવી , ઓસમાણ મીર , યોગેશપુરી ગૌસ્વામી ,દીપક જોશી અને જીતુભાઈ દ્વારકાવાળા જેવા કલાકારોનું રહેઠાણ છે જૂનાગઢ . 48 વર્ષની યશસ્વી ભજન યાત્રાના ભજન સમ્રાટ સ્વ. પ્રાણલાલ વ્યાસ પણ જૂનાગઢના વતની રહ્યાં છે.

હું અભણ પણ તમે ભણો

ગરીબાઈને કારણે હાજીભાઈ બે ધોરણ સુધીનો અભ્યાસ કરી શક્યા હતા. જે શાળા છોડવી પડી હતી તે શાળાએ તેમનું સન્માન 20 જૂન 2013ના રોજ કર્યું હતું. શાળા છોડી તેના 60 વર્ષ થયા હતા. ગરીબાઇને લીધે સ્‍કૂલ છોડનાર હાજીએ બાળકોને ધ્‍યાન દઇને ભણવાની શીખ આપી હતી. શાળાના સંગીતપ્રેમી શિક્ષક શંકરભાઇ પાસે તબલા શિખ્‍યા તે જૂનાગઢની દાણાપીઠ સરકારી પ્રાથમિક તેમણે બાળકોને ધ્યાન દઈને ભણવાનું કહ્યું હતું.

હાજીએ જણાવ્‍યું કે, હું આ શાળાના ઓરડામાં તબલા શીખ્‍યો હતો. પ્રાર્થનામાં મને સંગીતપ્રેમી શિક્ષક શંકરભાઇ તબલા વગાડવા પ્રેરીત કરતા હતા ત્‍યારે મારી ઉંમર 7 વર્ષની હતી. મારે ધો.-2ના વર્ગમાંથી ગરીબાઇને લીધે શાળા છોડવી પડી હતી. મારે બાળપણમાં મજૂરી કરવી પડી હતી. પણ તબલાની આ કળાએ મને ખૂબ માન-સન્‍માન આપ્‍યુ છે.

 

 

જુનાગઢના અનેક કલાકારો

શાહબુદીન રાઠોડ , સાઈરામ દવે , નિરંજન પંડ્યા , પ્રફુલ દવે , દમયંતી બરડાઈ , ફરીદા મીર , હેમંત ચૌહાણ, ધીરૂભાઇ સરવૈયા, ઓસમાણ મીર, કાનજી ભૂટા બારોટ , નારાયણ સ્વામી , દિવાળીબેન ભીલ , પ્રાણલાલ જોશી , ઝવેરચંદ મેઘાણી  જેવા કલાકારો ગુજરાતમાં થઈ ગયા છે.[:]