[:gj]મુસાએ ગુજરાતને ડ્રગ્સના નશા રવાડે ચઢ્યું, આખરે ઝબ્બે[:]

Musa raises drug addiction in Gujarat, eventually Jabba

[:gj]ર૦૧૮ના વર્ષમાં ૧પ૦૦ કરોડના હેરોઈનના કેસમાં મુનાફ મુસા વોન્ટેડ હતો –  મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં પણ તે ભાગતો ફરતો હતો
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સરહદ ઉપર પણ સુરક્ષાદળના જવાનો ચાંપતી નજર રાખી રહયા છે જેના પગલે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવવા સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

ર૦૧૮ના વર્ષમાં ગુજરાતમાંથી ૧પ૦૦ કરોડના હેરોઈનનો જથ્થો પકડાયો હતો અને જથ્થા સાથે ધરપકડ કરાયેલા શખ્સોની પુછપરછમાં મુનાફ મુસા નામના શખ્સનું નામ ખુલ્યુ હતું આરોપી ડ્રગ રેકેટ ઉપરાંત આંતકવાદી પ્રવૃતિ સાથે પણ સંકળાયેલો હોવાથી તેની રેડ કોર્નર નોટિસ તથા લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાનમાં ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પરથી નામ બદલીને પાકિસ્તાનના પાસપોર્ટ પર આવી પહોંચેલા મુનાફ મુસાને ઝડપી લેવામાં આવ્યો છે .

અને તેની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો ખુલી છે તેની સાથે સંકળાયેલા અનેક શખ્સોના નામો બહાર આવતા તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કુખ્યાત મુનાફ મુસા ઝડપાતા સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ગુજરાત આવવાના રવાના થઈ ગયા છે.

બીજીબાજુ ગુજરાત એટીએસે મુંબઈ એરપોર્ટ પરથી પકડેલા મુનાફ મુસાને અમદાવાદ લાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ અંગેની વિગત એવી છે કે પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા દેશમાં કેફી દ્રવ્યો ઘુસાડવામાં આવી રહયા છે આ ઉપરાંત નકલી ચલણી નોટો તથા આંતકવાદી પ્રવૃતિ પણ કરવામાં આવતા સરહદ ઉપર ભારતીય લશ્કરના જવાનો તથા દેશમાં સુરક્ષા એજન્સીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ તંત્ર સતત એલર્ટ હોય છે

છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય જળ સીમા માર્ગે પાકિસ્તાન દ્વારા કરોડો રૂપિયાના કેફી દ્રવ્યો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ કોસ્ટગાર્ડ તથા નેવી ના જવાનોએ આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે. ર૦૧૮ના વર્ષમાં ગુજરાતમાંથી ૧પ૦૦ કરોડનું હેરોઈન મળી આવ્યું હતું.

આટલી મોટી માત્રામાં મળેલા હેરોઈનના જથ્થા સાથે પકડાયેલા શખ્સોની ગુજરાત એટીએસે પુછપરછ શરૂ કરી હતી અને તેમાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો મળી આવી હતી આ વિગતોના આધારે ગુજરાત એટીએસ દ્વારા મુખ્ય સુત્રધાર મુનાફ મુસાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બીજીબાજુ મુનાફ મુસા આંતકવાદી પ્રવૃતિ સાથે પણ સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું અને મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં તે વોન્ટેડ હતો જેના પગલે સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી સુત્રધાર મુનાફ મુસા નૈરોબીમાં સંતાઈ ગયો હતો અને ત્યાં બેઠા બેઠા કેફી દ્રવ્યોનું નેટવર્ક ચલાવતો હતો. બીજીબાજુ ગુજરાત એટીએસની બાજ નજર તેના પર હતી.

ગુજરાત એટીએસ દ્વારા મુનાફ મુસાને ઝડપી લેવા માટે સતત વોચ રાખવામાં આવી રહી હતી આ દરમિયાનમાં સુત્રધાર નૈરોબીમાં નામ બદલીને રહેતો હોવાનું બહાર આવ્યું હતું. મુનાફ મુસાએ પાકિસ્તાની પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટમાં તેણે પોતાનું નામ બદલી અનવર હાજી રાખ્યું હતું અને તે અનવર હાજીના નામ પર પ્રવાસ કરતો હતો

આ દરમિયાનમાં ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મુનાફ મુસા નૈરોબીથી હવાઈ માર્ગે મુંબઈ એરપોર્ટ પર આવી રહયો છે જેના પગલે ગઈકાલથી જ ગુજરાત એટીએસની ટીમ મુંબઈ એરપોર્ટ પર નજર રાખી રહી હતી. મુનાફ મુસા વિરૂધ્ધ રેડકોર્નર તથા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી આ દરમિયાનમાં ગઈકાલે મોડી સાંજે મુનાફ મુસા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ગુજરાત એટીએસની ટીમે તેને ઘેરી લીધો હતો અને તેની પાસેથી અનવરહાજીના નામવાળો પાકિસ્તાનનો પાસપોર્ટ જપ્ત કર્ય્‌ હતો. મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ માફિયા તથા આંતકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલો કુખ્યાત મુનાફ મુસાને ઝડપી લેવામાં ગુજરાત એટીએસને મહત્વપૂર્ણ સફળતા મળતા સીબીઆઈના અધિકારીઓ સતર્ક બની ગયા હતાં

બીજીબાજુ મુંબઈથી અમદાવાદ લાવવા માટે ગુજરાત એટીએસની ટીમોએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મુનાફ મુસાની પુછપરછ કરવા દેશની સુરક્ષા એજન્સીના અધિકારીઓ પણ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. આમ ગુજરાત એટીએસે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી કુખ્યાત આરોપીને ઝડપી લીધો છે.

ગુજરાતની એ.ટી.એસ. દ્વારા વર્ષ-૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના આરોપી અને જામનગર નજીકના રૃા ૧૫૦૦ કરોડના ડ્રગ્સ કેસના સંદિગ્ધ ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફીયા મુનાફ હલારી મુસાને મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લેવાયા છે.

ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)ને ૧૫૦૦ કરોડ ડ્રગ્સ કેસ મામલે સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત એટીએસ દ્વારા ઈન્ટરનેશનલ ડ્રગ માફિયા મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે. રૃા. ૧૫૦૦ કરોડના ડ્રગ્સ કેસનો તે મુખ્ય સંદિગ્ધ છે. એટલું જ નહીં, મુનાફ મુસા ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે. ૨૦૧૮ના અંતમાં જામનગર પાસેથી ૧૫૦૦ કરોડનો હેરોઈનનો જથ્થો ગુજરાત એટીએસ દ્વારા જપ્ત કરાયો હતો. જેમાં અઝીઝ અને રફીફ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો લઈ ગુજરાતના દરિયાકાંઠે ઉતારી ઉંઝાથી જીરૃ અને મસાલાના ટ્રકોમાં છુપાવી પંજાબમાં સપ્લાય કરવાનો હતો. પણ તે અગાઉ જ એટીએસ દ્વારા આ ડ્રગ્સ રેકેટને દબોચી લેવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન મુનાફ શંકાના દાયરામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. થોડા સમય અગાઉ જ આ કેસના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપી સિમરનજીતસિંઘ સંધૂની ઈન્ટરપોલની રેડકોર્નર નોટીસના આધારે ઈટાલીથી ધરપકડ કરાઈ હતી. ઈટાલીથી જ સમગ્ર નેટવર્ક સંભાળતો સિમરનજીતસિંઘ ત્યાં પકડાયો હોવાની માહિતી મળતા હવે એટીએસની ટીમ દ્વારા તેનો કબજો મેળવવા માટેની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરેથી ઝડપાયેલા 5.5 કિલોના રૂ.15 કરોડના હેરોઈન મામલે ત્રાસવાદ વિરોધી દળ ATS દ્વારા કુલ 3 વ્યક્તિની ધરપકડ કરી છે. પૂછપરછ ચાલી રહી છે. જેમાં 4 માસ પહેલા 100 કિલોથી વધુ હેરોઈન પજાંબમાં અને ઘણું ખરું હેરોઈન ઉત્તર ભારતમાં ઘૂસી ચૂક્યું છે. બાકીનું 5.5 કિલો ડ્રગ્સ માત્ર સલાયામાં મળી આવ્યું છે. કુલ 100 કિલો આવ્યું તેમાં 95 કિલો દેશમાં ઘૂસાડી દેવાયું હતું.
આતંકવાદી સંગઠનો હોઈ શકે ખરા?
હેરોઈનની હેરાફેરીમાં પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠનોનો હાથ છે. પાકિસ્તાનના બંદરેથી આ પ્રકારે અનેક વાર શરૂઆતમાં મોટી બોટ અને બાદમાં નાની બોટમાં હેરાફેરી કરીને ગુજરાત સહિતના રાજ્યમાં ડ્રગ્સ આવી ચૂક્યું છે. આ વખતે રસ્તો બદલાયો છે. પાકિસ્તાનથી સીધુ ગુજરાતમાં દરિયાથી ઘૂસાડવાના બદલે ઈરાનના ગ્વાડર થઇને દુબઈ જેવા અખાતી દેશોમાંથી કચ્છના રસ્તે ગુજરાતમાં ઘૂસાડાયું છે. ઝડપાયેલા અઝીઝ અને રફીક સુમરા બંને ડ્રગ્સના વેપારી છે. સલાયાના રહેવાસી અજીઝ અબ્દુલ ભગાડ (ઉ.વ.32) નામના શખ્સના વહાણમાં હેરોઈન આવ્યું હતું. અઝીઝને આ કામના રૂ.50 લાખ મળ્યા હતા. મધદરિયે ડ્રગ્સની આપ–લે થઈ હતી. દરિયાઇ માર્ગે હેરોઇન ઘૂસાડતો હોવાની બાતમી મળી હતી. અઝીઝને શોધી કાઢી તપાસ કરતા તેની પાસેથી રૂ.15 કરોડનું પાંચ કિલો હેરોઈન મળી આવ્યું હતું. અજીઝ ભગાડ મુફલીસ જેવી સ્થિતિમાં અગાઉ જીવતો હતો, પરંતુ થોડા સમયથી તે અચાનક ધનપતિ બન્યો હતો. અઝીઝે આ ડ્રગ્સમાં માંડવીના આરીફ આદમ સુમરાની સંડોવણીની વાત કબૂલતા ગુજરાત ATSની ટીમ માંડવી પહોંચી હતી. કચ્છ માંડવીમાં રહેતા આસિફ આદમ સુમરાને કચ્છથી પકડી લેવાયો છે. પરંતુ હજુ તેનો એક સાગરીત ATSના હાથમાં આવ્યો નથી. કનેક્શન પણ દિલ્હી સહિતના અન્ય રાજ્યમાં ખૂલ્યું છે. ઉત્તર ગુજરાતમાં ડ્રગ્સનો કેટલોક જથ્થો મોકલાયાની આશંકા છે. માંડવીના રફીક સુમરાની ડ્રગ્સ મુદ્દે મોટી ભૂમિકા છે.
કાર્યવાહી શંકા ઊભી કરે છે…
સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ ATS કામ કરી રહી છે. દ્વારકા કે કચ્છ પોલીસને આ અંગે કોઈ જાણ કરાઈ નથી તે એક આશ્ચર્ય છે. રાતોરાત ATSની ટીમ બે ખાનગી વાહનોમાં સલાયા પહોંચી હતી. પંચ સ્થાનિક નથી. જમીનમાં દાટેલું હતું. માંડવી તાલુકાનાં સલાયા ગામના સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના પ્રમુખ ઈબ્રાહીમ સુમાર ચૌહાણ, સુન્ની મુસ્લિમ વાઘેર જમાતના પ્રમુખ આમદ જાકબ સમેજા, મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ માલશી ખીમજી તથા માંડવી સલાયા મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના પ્રમુખ અલીમામદ હુસેને એક સંયુક્ત યાદીમાં દાવો કર્યો છે કે કેફી પદાર્થ સાથે પકડાયેલો શખ્સ આરીફ આદમ સુમરા માંડવી તાલુકાના સલાયાનો છે જ નહીં.
બદનામ સલાયા…
અગાઉ દાણચોરીનું સ્વર્ગ ગણાતા સલાયામાંથી કરોડો રૂપિયાની કિંમતનું સોનું, ઘડિયાળો, અન્ય વિદેશી વસ્તુઓ, ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. એક સમયે બે ટ્રક ભરાય એટલી વિદેશી ઘડિયાળો પકડાઈ હતી. હવે ડ્રગ્સ પર ધંધો શરૂ થયો છે. સલાયામાં કસ્ટમ તંત્ર નામનું જ હોય તે પ્રકારે વર્ષોથી કોઈ કામગીરી થવા પામી નથી. જ્યારે હવે દાણચોરી બંધ થઈ છે ત્યારે રેઢાપડ જેવા સલાયાની ચેકપોસ્ટ પણ ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે.
સરહદી કચ્છ નિષ્ક્રિય કેમ છે…
લાંબા સમય બાદ માદક દ્રવ્યોની હેરફેર માટે કચ્છની જળસીમાનો ઉપયોગ કરાયો છે ત્યારે આ પ્રકરણ અતિ ગંભીર મનાય છે. તેવામાં કચ્છ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સ્થાનિક કડી શોધવા માટે હજુ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. કચ્છ સરહદેથી ભેદી રીતે આવેલાં નશીલા પદાર્થો ચોરી છૂપીથી નહીં પણ કોઈ સોર્સ મારફતે લાવવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે. સીમા પારના સોર્સ પર અતિ વિશ્વાસના કારણે આ માલ આવ્યો હોવાનું માનવામાં આવે છે. સોર્સ સાથે આ-પલે કરવાની જવાબદારી કેટલીક એજન્સીઓની જ છે. ખૂફિયા જાસુસી માહિતી આપવાના બહાને આ માલ ઘૂસી આવ્યો હોવાથી સરહદ પર ચોંકાવનારી ઘટનાઓ બની શકે છે.
બોટ મળતી હતી, માણસો નહીં…
કચ્છ સરહદે ચાર માસ પહેલાં એકાએક ખાલી બોટો કપડાતી હોવાનું બહાર આવતું હતું. પણ કોઈ માણસ હાથ પર લાગતાં ન હતા. તે સમયે જ આ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડાયું હતું. ગયા વર્ષે માર્ચ–એપ્રિલમાં કચ્છમાંથી ઘણી ખાલી બોટ પકડાઈ હતી. પણ તેમાં કોઈ માણસો મળ્યા નહોતા. 6 એપ્રિલે લખપત બારી પાસે એક ખાલી બોટ પકડાઈ હતી અને તેમાં રહેલાં 5 સવાર ભાગી ગયા હતા. ત્યાર બાદ સતત ત્રણ દિવસ સુધી બોટ પકડાવાની ઘટનાઓ બની હતી કે ઘટના બનાવવામાં આવી હતી તે તપાસ કરવા જેવી છે. જો કચ્છની સરહદે આવું ચાલતું હોય તો ગમે ત્યારે પાકિસ્તાનનું લશ્કર પણ આવી શકે છે. ચાર સ્તરની સુરક્ષા એજન્સીઓ માટે આ શરમજનક ઘટના છે. ગુજરાત પ્રદેશ અને દેશની સરહદ પર છીંટા હોવાનું તેનાથી પૂરવાર થયું છે. દારૂની ટ્રકો આવતી હોય તેની માહિતી હોય છે. પણ રૂ.300 કરોડનું ખતરનાક ડ્રગ્સ આવતું હોય તે કોઈને ખ્યાલ પણ ન આવે. ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ, બીએસએફની મરીન ફોર્સ, કોસ્ટલ પોલીસ અને સ્થાનિક પોલીસ આ માટે કામ કરે છે.
100 કિલો માલ ઘૂસાડવાનો હોવાથી દુબઈ સાથે વેપાર કરનાર માંડવીનો શખ્સ આ માટે સંડોવાયેલો હોવાનું માનવામાં આવે છે.
માંડવીમાં 100 કિલો હેરોઈન ઉતર્યું…
આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દ્વારા રવાના કરાયેલો એકસો કિલો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી નીકળ્યા પછી આંતરરાષ્ટ્રીય જળસીમાએથી કચ્છના માંડવીમાં ઉતારવામાં આવ્યો હતો. તેમાં 95 કિલો ઉત્તર ભારત મોકલી દેવાયો હતો અને જેમાંથી પાંચ કિલા જેટલો જથ્થો સલાયાનો અજીઝ વાઘેર લાવ્યો હતો. જે ચાર મહિનાથી પડી રહ્યો હતો.
સાગર કવચની કવાયત કેમ થઈ…
ચાર મહિના પહેલાં સાગર કવચ નામની સુરક્ષા કવાયત અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારે જ અરબી સમુદ્રમાંથી અંદાજે રૂ.300 કરોડનો 100 કિલો હેરોઈનનો જથ્થો ચાર મહિનાઓ પહેલા રવાના થયો હતો જે માછીમારોની હોય તેવી નાની બોટમાં કચ્છના માંડવી બંદરે લાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના આતંકવાદીઓએ ચાર મહિના પહેલા દરિયાઇ માર્ગે ભારતમાં 100 કિલો હેરોઈન ઘૂસાડ્યાના ઘટસ્ફોટ થયો હતો.
3500 કરોડના હેરોઇન પકડાયું હતું…
16 જુલાઈ 2018ના દિવસે ભારે વરસાદ હોવાથી પોરબંદરના દરિયા કાંઠે એક બોટ તણાઈ આવી હતી. જેમાં બેઠેલા 6 ખલાસીઓનું રેસ્ક્યૂથી ઓપરેશન કરીને બચાવી લેવાયા હતા, જેમાં ગયા વર્ષે 29 જુલાઈ 2017ના રોજ પોરબંદરના દરિયામાંથી રૂ.3500 કરોડનું 1500 કિલો હેરોઈન ચીતા ડ્રગ્સ પોરબંદરથી 388 કિ.મી.ના દરિયામાં હેનરી નામની ભંગાર શીપ-ટગમાંથી પકડી પાડવામાં આવ્યું હતું. ઈરાનના છબ્બર બંદરથી હેરોઈન ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાનું દેશના ઈતિહાસનું સૌથી મોટું રેકેટ ભારતીય કોસ્ટગાર્ડે પકડી પાડ્યું હતું. સુપ્રીત તિવારી, મોનિષ કુમાર, મનિષ પટેલ, સંજય યાદવ, દિવ્યેશ કુમાર, દિનેશ કુમાર, વિનય યાદવ અને અનુરાગ શર્મા છે. તેમજ તપાસ એજન્સીઓએ તિવારીના ભાઈ સુરજીત, મુંબઈ સ્થિત વિશાલ યાદવ, ઇરફાન શૈખ અને જેના ફોનથી તિવારીને ફોન કરવામાં આવ્યો હતો તે વિજય નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ઇજિપ્તમાં ડિલિવર કરવાનું હતું જે માટે જહાજના કેપ્ટનને 5 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ તેણે રૂ. 50 કરોડ કમાવવાની લાલચે ઇજિપ્તના બદલે મુંબઈ તરફ જહાજને વાળી દીધું હતું. બળતણ ખૂટતાં તે અલંગ લઈ જવાનું હતું. જહાજના કેપ્ટન સુપ્રીત તિવારી મુંબઈના એક નાવિક વિશાલ યાદવ દ્વારા અપાયેલ ઓફરની લાલચમાં ભારતીય જળસીમામાં ઘૂસ્યો હતો. બોટના ઈરાની મૂળ માલિક અને દુબઈના વેપારી સૌયદ અલ મુરાનીએ જહાજને ઇજિપ્ત લઈ જવા કહ્યું હતું. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો એજન્ટ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. શીપ જ્યારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પહોંચ્યું ત્યારે ઇરાનથી શીપ સાથે આવેલા મુસ્તફા અને મોહમદ નામના બે વ્યક્તિઓ અહીં ઉતરી ગયા હતા. આ બંને વ્યક્તિઓ પણ ISIના એજન્ટ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. 1523 પેકેટોનો ઓર્ડર લેનાર પ્રમાણે બ્લુ-લાલ, પીળો અને ઉપર બ્લુ પટ્ટી, સફેદ, કલરના પેકિંગમાં ડ્રગ્સ પેક કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ સહિત ભારતની જુદી-જુદી 4થી 5 ટ્રગ્સ માફિયાઓને આપવાનું હતું.
27 જુલાઈ 2017મા બાતમીના આધારે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા તેની શીપ, ડોનીયર વિમાન અને હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરતા ઈરાનની કાર્ગો શીપ દેખાઈ હતી. પ્રાથમિક તબ્બકે તેનું નામ પ્રીન્સ-2 જણાવવામાં આવ્યું હતું અને આજ શીપમાં મોટી માત્રામાં ડ્રગ્સ છૂપાવવામાં આવ્યું હોવાની કોસ્ટગાર્ડને શંકા જતા તેની ઉપર વધુ વોચ રખાઈ હતી. ઈરાનથી ગુજરાત સમુદ્રમાં આવીને ભાવનગર અથવા અન્ય પોર્ટ ઉપર ડ્રગ્સનો જથ્થો ઉતરવાનો હતો. પોરબંદર કોસ્ટગાર્ડ અને મુંબઈ તેમજ ગાંધીધામથી ડોનીયર પ્લેન અને હેલિકોપ્ટરને તપાસમાં મોકલવામાં આવ્યા હતાં. પકડાયેલા તમામ આઠ શખસો ભારતીય છે. દસ્તાવેજ વગરની ટગની ભંગાર ટગને ખરીદી કરીને તેને રંગકામ કરીને તૈયાર કરવામાં આવી હતી. ઈરાનથી લાવવામાં આવ્યું હતું અને તે પછી અલંગ ભાંગવા માટે જવાનું હતું. મુંબઈ, ગાંધીધામ અને પોરબંદરથી હેલિકોપ્ટર ઉડ્યા હતા અને ત્રણેયે ટગને ઘેરી લઈને પકડી પાડી હતી.
વડોદરામાં 6 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત…
7 માર્ચ 2018ના દિવસે વડોદરામાં રાજધાની ટ્રેનમાંથી નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ એક નાઈજિરીયન નાગરિક પાસેથી રૂ.6 કરોડનું 1 કિલો 210 ગ્રામ જેટલું હેરોઈન પોલીસે પકડી પાડ્યું છે. વડોદરામાંથી અત્યાર સુધીમાં હેરોઈનનો આટલો મોટો જથ્થો પ્રથમ વખત ઝડપાયો છે. પિસ્તા, રાઈસના ગિફ્ટ બોક્ષમાં હેરોઈન છૂપાવીને લઈ જતો હતો. તેનું નામ મામ્ડુ બુએઝે નોન્સો ચાલ્સ (ઉ.વ.38) છે તે બિઝનેસ વીઝા ધરાવે છે. પહેલાં બ્રાઉન સુગર, કોકેઈન જેવા કેફી પદાર્થો ભારતમાં લાવવામાં આવતા હતા. હવે અફઘાનિસ્તાનનું વ્હાઈટ કલરનું હેરોઈન ભારતમાં આવવાની શરૂઆત થઈ છે. જે ચિંતાનો વિષય છે.
સલાયાનું વહાણ 2800 કરોડના હેરોઈન સાથે ઝડપાયું…
3 મે 2014મા કેન્યા અને ટાન્ઝાનીયા વચ્ચેના સમુદ્રમાંથી ઓસ્ટ્રેલિયન નેવીએ રૂ.2800 કરોડના હેરોઇન વેરાવળના વહાણના જામનગર જિલ્લાના આઠ ખલાસીઓને ઝડપી લીધા હતા. વેરાવળના શીપિંગ કંપનીના માલિક મેઘજી ઘેલાનાં વહાણ જામસલાયાના રાજા કઠિયારા-હાજી બસીર ઠુંમરાને 450 ટનનું લક્ષ્મીનારાયણ નામનું વહાણ 10 હજાર દિનારથી ભાડે આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન નેવીએ ઘેટા ભરેલા આ વહાણમાંથી 1034 કિલો એટલે કે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે રૂ.2800 કરોડનું હેરોઇનનો જથ્થો ઝડપાયા બાદ અનેક વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં વેરાવળ, જામનગર, માંડવી સહિ‌તનું કનેકશન પણ ખુલતાં અનેક અટકળો સાથે રહસ્ય પણ સર્જાયું છે.

ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર 2000 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં
15 એપ્રિલ 2016મા દહેગામ પાસે આવેલી ઝાક જીઆઇડીસીમાંથી મળી આવેલા 270 કરોડના 1368 કિલો એફેડ્રિન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો કારોબાર બાદ મહારાષ્ટ્રના સોલાપુરમાં મળી આવેલા 2000 કરોડના ડ્રગ્સના કાળા કારોબારમાં ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની સંડોવણી સામે આવી હતી જેમાં ભાવસિંહ સહિત તેના કુટુંબની પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે કિશોરના ગાઢ સંબંધ હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ બનાસકાંઠામાં 1990 ચિમનભાઇ પટેલની સરકારની સરકારમાં ધારાસભ્ય હતા. તેમની ચેન્નાઇમાં મેન્ડરેસ ડ્રગ્સમાં ધરપકડ થઇ હતી, જેમાં તેઓ 7 વર્ષ જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત હથિયારો અને ડુપ્લિકેટ નોટોના કેસમાં જેલમાં જઇ આવ્યા છે. આમ તો કોંગ્રેસમાં રહેલા ભાવસિંહે ગુજરાતના જાણીતા હજુરિયા-ખજુરીયા પ્રકરણમાં શંકરસિંહ વાઘેલાને ભરપુર સહયોગ આપ્યો હતો. ભાજપે તેમને પાટણથી સાંસદની ટિકિટ પણ આપી હતી. ભાજપના ધારાસભ્ય પણ બન્યા હતા. 2012 કોંગ્રેસમાં જોડાયા હતા. કિશોરસિંહ ચૂંટણી દરમિયાન દામ-શામ-દંડ-ભેદની નીતિથી વોટ મેળવવાના અનેક આરોપો થયા હતાં. 2000માં બનાવટી ચલણી નોટના કેસમાં અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે કિશોરસિંહને સજા થઈ હતી.
નાઈજિરિયનની આંતરરાષ્ટ્રીય લિંક…
8 માર્ચ 2018મા અમદાવાદના નાર્કોટિક્સ વિભાગે આપેલી વિગતોના આધારે ડ્રગ્સનું મોટું દેશવ્યાપી રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં બેંગલુરુમાં નાઈજિરિયન યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકા સાથે આ ડ્રગ્સ સંડોવણી મળી હતી. અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનેથી પકડાયેલાં બે નાઈજિરિયન યુવકો જોન સાથે જોડાયેલાં હોવાનું બહાર આવ્યું છે. વડોદરામાં જૂન 2017મા પિટર ઓકાફોર નામના નાઈજિરિયન યુવકને 843 ગ્રામ એમ્ફેટામાઈન, 255 ગ્રામ કોકેઈન અને 65 ગ્રામ ટેબલેટ્સ મળીને કુલ 3.5 કરોડનો મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી જોન વિલિયમ બેસ્ટને 587 ગ્રામ કોકેઈન, 700 ગ્રામ એમ્ફેટામાઈન મળીને 6 કરોડના માલ સાથે પકડાયો હતો.
કોડીનનો નશો
નશા માટે વપરાતી કોડીન કફ સીરપની 46 લાખ રૂપિયાની 42,000 બોટલો, એનસીબીએ નિલેશ ચાવડા પાસેથી પકડી હતી. ભુતકાળમાં મુંબઈમાં પણ કોડીન કફ શિરપની સાતસો પેટીઓ સાથે પકડાયો હતો અને ત્યાથી તડીપાર છે અને ગુજરાતમા અડિંગો જમાવ્યો છે. બહેરામપુરામા એનો મેડિકલ સ્ટોર હતો જેનુ લાયસન્સ કોડીન શિરપ વેચવા બદલ રદ કરવામાં આવ્યું હતું. નામનો વ્યક્તિ આમા સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું. આ દરમિયાન FDCA અને NCB એ દિયા હેલ્થ કેર સાણંદમાં દરોડા કરી એના માલિક લલિત પટેલની ધરપકડ કરી. પાટણમા ગોડાઉન માથી 37000 જેટલી બોટલ જપ્ત કરી 29 જુલાઈ 2018ના રોજ 46 લાખની કિંમતની 42000 કોડીન કફ શિરપનો ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જથ્થો પકડયો હતો. તેમજ આ સમગ્ર કૌભાંડમા સંડોવાયેલ ભરત ચૌધરી, લલિત પટેલ, નિલેશ ચાવડા અને પાટણના ઘનશ્યામ પટેલની કરી હતી.
(દિલીપ પટેલ)[:]