[:gj]રાજસ્થાનમાં ફોન ટેપીંગ મામલે ઘોરાતુ રહસ્ય : ગૃહમંત્રાલયે ફરીથી નવો રીપોર્ટ માંગ્યો[:]

[:gj]રાજસ્થાન સરકારને ઉથલાવવાના કથિત ષડયંત્ર સાથે સંકળાયેલી બે ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ફોન ટેપિંગ મુદ્દે ગૃહ મંત્રાલય હરકતમાં આવ્યું છે. ફોન ટેપિંગના આરોપ સંદર્ભે કેન્દ્ર સરકારે શનિવારે રાજ્યના મુખ્ય સચિવ રપાસે રિપોર્ટ માંગ્યો છે.

રાજસ્થાન પોલીસની એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ બન્ને ઓડિયો ક્લિપ મામલે કેસ દાખલ કર્યો છે. આ બન્ને ક્લિપમાં ગેહલોત સરકારને ઉથલાવવાના ષડયંત્ર સાથે સંકળાયેલી વાતચીત રેકોર્ડ છે.

ભાજપે આ ટેપની તપાસ CBI પાસે કરાવવાની માંગ કરતાં આરોપ લગાવ્યો કે, રાજસ્થાન સરકાર લોકોના ફોન ટેપ કરાવી રહી છે.

રાજસ્થાન ACBના DG આલોક ત્રિપાઠીએ જણાવ્યું કે, એજન્સીએ કોંગ્રેસ નેતા મહેશ જોશીની ફરિયાદના આધારે FIR દાખલ કરી છે. જેમાં બળવાખોર ધારાસભ્ય ભંવરલાલ શર્માની ગજેન્દ્ર સિંહ અને અન્ય એક વ્યક્તિ સંજય જૈન સાથે વાતચીત થઈ રહી છે. કોંગ્રેસનો દાવો છે કે, ઓડિયો ટેપમાં જે ગજેન્દ્ર સિંહનું નામ આવી રહ્યું છે, તે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે ઔપચારીક મુલાકાત માટે રાજભવન પહોંચ્યા હતા.

વધુ વાંચો: ભાજપના સચિન પાયલોટ સાથે સરકાર બનાવવા ધમપછાડા

રાજસ્થાનના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી એવી વાતો થઈ રહી છે કે, વસુંધરા રાજેએ પોતાના વિશ્વાસુ ધારાસભ્યોને ફોન કરીને ગેહલોત સરકારનું સમર્થન કરવા જણાવ્યું છે. જો કે હવે રાજસ્થાનના પૂર્વ CM રાજેએ ટ્વીટર પર સ્પષ્ટતા કરીને પાર્ટી અને વિચારધારા પ્રત્યે પ્રામણિક હોવાનું જણાવ્યું છે.

જયપુરની એક કોર્ટે સંજય જૈનને રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના 4 દિવસના રિમાન્ટ પર મોકલી દીધો છે.

બહુજન સમાજ પાર્ટી  સુપ્રીમો માયાવતીનું કહેવું છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બસપા સાથે સતત બીજી વખત વિશ્વાસઘાત કરીને પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કરાવ્યા. હવે ફોન ટેપ કરાવીને તેમણે વધુ એક ગેરકાયદેસર કામ કર્યું છે.

પાયલટ જૂથની અરજી પર રાજસ્થાન હાઈકોર્ટમાં ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી સોમવાર સુધી ટાળી દેવામાં આવી છે. આ સાથે જ નોટિસ સંદર્ભે સ્પીકરને મંગળવાર સુધી કોઈ પગલા ના ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.[:]