[:gj]’મારું બાળક ભૂખ્યું છે, દૂધના પૈસા નથી’ આવા કરૂણાના શબ્દો સાંભળી કોણ દોડ્યું ? [:]

[:gj]બસ આટલું સાંભળ્યું અને સંવેદનાસભર તંત્ર દૂધનો પાઉડર લઈને દોડ્યું….

કદાચ માન્યામાં ન આવે પણ સત્ય ઘટના છે. શહેરના સૈજપુર વિસ્તારમાં રહેતા એક જરૂરિયાતમંદ પરીવારનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોન આવ્યો કે, “મારે નાનું બાળક છે તેની માતાને ધાવણ આવતું નથી. દૂધ બજારમાંથી ખરીદવાના પૈસા પણ નથી.

આટલું સાંભળતા જ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ તંત્રને તાત્કાલિક દૂધ પહોંચાડવાની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. નાયબ કલેકટર ઝનકાત મારફતે અસારવા મામલતદારને સૂચના મળી. અસારવા મામલતદાર કચેરીની ટીમ એક ક્ષણનો વિલંબ કર્યા વિના મોલમાંથી મિલ્ક પાઉડર ખરીદીને ફોન કરનારના ઘરે જઈ દૂધનો પાઉડર આપી આવ્યા હતા.
શહેરના સૈજપુર વિસ્તારમાં પૈજરામ રાઠોર તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની ડોલી રાઠોરને સાત માસનું બાળક છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા સૈજરામ પાસે આ મહિનાનો પગાર ન પહોંચ્યો હોય દૂધ લાવવાના પણ પૈસા નહોતા.

તંત્રએ મિલ્ક પાવડર પહોંચાડ્યો અને સાત માસના નૈતિક રાઠોડને દૂધ મળ્યું અસારવાના મામલતદાર અશોક સિરેસીયા કહે છે કે, ‘આ પૈજરામ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમનો પગાર નથી થયો એટલે ઘરમાં દૂધ લાવવાના પણ પૈસા નહોતા. અમે તોને પૂછ્યું છે કે બીજી કંઈ પણ જરૂર હોય તો અમને જણાવે. સાથે સાથે પૈજરામ જે કંપનીમાં નોકરી કરે છે, તેના માલિક સાથે પણ વાત કરી સત્વરે તેમનો પગાર કરવા સૂચના આપી છે. જોકે આ પરિવારે અમને એક એવો સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો કે આ દૂધનો પાઉડર ખલાસ થઈ જાય તો પછી શું ? અમારા બાળકનું કોણ ? અમે એમને મારો નંબર આપ્યો છે. અને જણાવ્યું છે કે દૂધ અથવા તો અન્ય કોઈ વસ્તુ ખલાસ થાય તેના એક દિવસ પહેલાં આ નંબર ઉપર જાણ કરજો તમારી બધી વ્યવસ્થા થઈ જશે.” એમ તેઓ ઉમેરે છે.

પણ અમદાવાદમાં તો આવા 10 લાખ લોકો છે જેમને ખાવાના સાંસા છે કઈ રીતે પહોંચી વળશે તંત્ર કે કલેક્ટર ?[:]