[:gj]ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલની રેલી રદ, પડતીની શરૂઆત[:]

[:gj]કોરોનાનાં કહેરની વચ્ચે BJP પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર પાટીલ પહેલીવાર સુરત આવ્યાં હતા, ત્યારે તેમના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક વિશિષ્ટ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વાગત માટે નક્કી કરવામાં આવેલા રૂટ પર 53 જેટલાં હોર્ડિંગ્સ હતા.

તે હોર્ડિંગ્સ પૈકી ઘણાં પર કાળો કૂચડો પાટીલ વિરોધી ભાજપના એક જૂથ દ્વારા ફેરવી દીધો હતો. તેથી કાર્યકરોનો રોષ જોઈ રેલી રદ કરવી પડી છે.

જો કે એરપોર્ટ પર આવેલા સી આર પાટીલે ચર્ચા વિચારણા કર્યાં બાદ રેલીને મોકૂફ રાખવાની જાહેરાત કરવી પડી હતી, પાટીલે કહ્યું કે, વર્તમાન સમયમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધાર્યાં કરતાં વધુ લોકોની હાજરીને પગલે સલામતીને ધ્યાને રાખીને રેલીને મોકૂફ રખાઈ છે.

સી આર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ સુરત મહાનગર તેમજ સુરતના ભાજપના ધારાસભ્યો તેમજ સમર્થકો દ્વારા આજ રોજ કાર રેલી દ્વારા સ્વાગત કરવાનું નક્કી થયેલ હતું. સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન થાય તે પ્રમાણે મર્યાદિત સંખ્યામાં કાર્યકરો આવે તે મુજબની જ સુચના અપાઇ હતી. પરંતુ કાર્યકરોનો, સમર્થકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો, તે જોતા ધાર્યા કરતા વધુ સંખ્યામાં કાર્યકરો સમર્થકો સ્વાગત માટે આવી રહ્યાં છે. તેથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલી રદ્દ કરવાનો નિર્ણય અમે લઈએ છીએ.

પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો, સમર્થકોનો પ્રેમ-લાગણી સર આંખો પર પરંતુ કોરોના મહામારી વચ્ચે અમે સહેજ પણ જોખમ લેવા ઇચ્છતા નથી. ભવિષ્યમાં કાર્યકરોને,સમર્થકોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું તેમજ તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે.

વધુ વાંચો: કોરોનાનો ચેપ અટકાવવા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન EVMના બદલે બેલેટ પેપરથી કરાવો – વિપક્ષી નેતા

વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે

વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી

વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક

વધુ વાંચો: એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

વધુ વાંચો: કોરોના કરતાં પણ અમદાવાદમાં ક્ષય રોગ ખતરનાર, ભાજપના અધિકારીઓ નિષ્ફળ[:]