[:gj]લોકડાઉનમાં 80 હજાર લોકોને લોકઅપમાં પૂરી દેવાયા [:]

[:gj]21 દિવસમાં 51,368 ગુનાઓ

પ્રથમ લોકડાઉનના પ્રારંભથી આજ 21 દિન સુધી એટલે કે, ૧૪ એપ્રિલ સુધીમાં ૫૧,૩૬૮ ગુન્હાઓ નોંધવામાં આવીને કુલ ૮૦,૦૧૦ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન આશરે ૯૬,૯૮૦ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જાહેરનામાના ભંગ હેઠળ ૩૦૨૨, કવૉરન્ટાઈન  ભંગ બદલ ૧૦૯૬ જ્યારે કુલ ૪૫૭૫ ગુનાઓ જેમાં ૬૩૬૮ લોકોની અટકાયત કરવામાં આવી છે વળી, ૨૫૦૭ વાહનોની જપ્તી કરવામાં આવી છે.

આ લોકડાઉનની સ્થિતિનું ચુસ્ત પાલન કરાવવામાં ૧ લાખ ૨૦ હજાર પોલીસ તથા સહાયક પોલીસદળોએ કામગીરી બજાવી છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, ‘પોલીસ જવાનોએ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિન્ગનો અમલ કરાવવાની સાથે-સાથે જરૂરીયાતમંદને ભોજન કરાવવાની, વૃદ્ધો-મહિલાઓ-નિરાધારોને મદદ કરવાની સાથે શ્રમિકોને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાની કે સમજાવવાની સફળ કામગીરી કરી છે. પોલીસે અત્યાર સુધી આ કામગીરી અત્યંત જુસ્સાપૂર્વક નિભાવી છે.’

હોટસ્પોટ તથા એપીએમસી, બેંકો, શાકમાર્કેટ સહિતની ભીડભાડયુક્ત વિસ્તારોમાં સોશીયલ ડિસ્ટન્સિન્ગ જળવાઈ રહે તે હેતુસર પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગને વધુ સખ્ત બનાવશે.

આ સાથે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની પ્રાપ્યતા માટે પણ પોલીસ સહાયકની ભૂમિકામાં રહેશે.

આ દરમિયાન સૂરા જમાતના લગભગ મોટાભાગના લોકોની ઓળખ કરી લેવામાં આવી છે જે પૈકીના ૧૭ કેસ પોઝિટીવ આવ્યા છે અને તેમને કવૉરન્ટાઈન કરી દેવાયા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન  ડ્રોન સર્વેલન્સની મદદથી ૩૬૫ ગુના (અત્યાર સુધીમાં ૫૨૬૬)  નોંધીને ૧૧,૫૭૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી સર્વેલન્સની મદદથી ૭૦ (અત્યાર સુધીમાં ૮૪૪) ગુના નોંધીને ૧૦૮ની અટકાયત જ્યારે ૧૫૪૪ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશ્યલ મિડીયા મારફતે ફેક ન્યુઝ-અફવા ફેલાવવાના ગુન્હા સબબ ૨૮ ગુના નોંધી (આજ દિન સુધી ૨૮૧) ૫૨૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ૨૧ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવાની પણ કાર્યવાહી થઈ છે. ANPR અને વીડિયોગ્રાફી દ્વારા અનુક્રમે ૩૧-૩૧ ગુન્હા નોંધાયા છે.[:]