[:gj]કોરોનામાં બાળકો શાળા સાથે વિડિયોથી ભણવા માંગે છે પણ નેટની સ્પીડ કેન્દ્ર સરકાર આપતી નથી [:]

[:gj]ગાંધીનગર, 3 એપ્રિલ 2020

શાળાઓ બંધ તો શું થયું, આ સરકારી શાળાના શિક્ષકોએ વોટ્સેપ પર ભણાવવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના વિદ્યાર્થિઓ અને વાલીઓ વિડિયો દ્વારા પોતાના બાળકોને શાળા ભણાવે એવું ઈચ્છે છે, શાળા પણ એવું ઈચ્છે છે. પણ મોદી, રૂપાણી અને અંબાણી ઈન્ટરનેટની પૂરી કેબીપીએસ આપતા ન હોવાથી તેમ કરી ન શકતાં ભણતર બગડી રહ્યું છે. રાજનેતાઓને ઈન્ટરનેટની પૂરી સ્પીડ મળી રહી છે તેથી તેઓ વિડિયો કોન્ફરંસ વડાપ્રધાન, પ્રધાનો, ટોચના અધિકારીઓ અને મુખ્ય પ્રધાન સાથે કરે છે પણ બાળકો પોતાની શાળા સાથે એવું કરી શકતાં નથી. સવલત રાજનેતાઓ ભોગવી રહ્યાં છે, બાળકો શાળા બંધ ભોગવી રહ્યાં છે. ખાનગી ટીવી ચેનલોને કરોડો રૂપિયા આપીને ક્લાસ ચલાવે છે. પણ શાળામાંથી વિડિયો થઈ શકે એવી સવલત રૂપાણીની ભાજપ સરકાર આપી શકતી નથી.

જ્યાંથી કોરોના વાઈરસ ફેલાયો છે તે ચીનમાં બધુ જ ઠપ છે. ત્યારે ત્યાંના ઈનોવેટિવ શિક્ષકોએ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને લાઈવ વીડીયોથી બાળકોને ભણાવેલા પણ ગુજરાતમાં તો નબળા ઈન્ટરનેટની સ્પીડ મળતી નથી તેથી સમૂહમાં વિડિયોથી તે શક્ય બન્યું નથી.

વિડિયો નહીં તો વોટ્સએપ 

સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. પણ, રાંદેર રોડ, દિવાળી બાગ પાસે એક કેમ્પસમાં ચાલતી ચાર શાળા ક્રમાંક 105, 149, 153 અને 154ના શિક્ષકો દ્વારા 8 ધોરણના બાળકોને બાકી અભ્યાસ ક્રમ અને પરીક્ષાની તૈયારીરૂપે રિવિઝન કરાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આ નવો પ્રયોગ છે. પ્રથમ છે. અનોખો છે.

વોટ્સએપ પર ઓનલાઈન ભણાવાય રહ્યાં છે. વાલીઓ પણ પોતાના બાળકોને ઓનલાઈન ભણતરમાં જોડી રહ્યાં છે. ઘણાં લાઈવ વીડીયો શિક્ષકોને મોકલીને માર્ગદર્શન મેળવી રહ્યાં છે.

ફાલ્ગુની બેન પટેલે દત્તક લીધી છે તે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સુપરવાઈઝર આશિયાબેન તથા શાળાના આચાર્યા રિઝવાના અને દિલીપભાઈ સાથે ઓનલાઈન ભણાવવા અંગે ચર્ચા કરી અને વોટ્સએપમાં ગ્રુપ બનાવીને બાળકોને કેટલાક સવાલ-જવાબ મોકલી તેમનું રિવિઝન કરાવવાનું નક્કી કર્યું.

અભ્યાસક્રમ બાકી હતો તે ગ્રુપમાં મોકલવાનું નક્કી કરાયું. કેટલાક ધોરણના વાલીઓના વોટ્સએપ ગ્રુપ પહેલાથી જ તૈયાર હતા અને તેમાં એક વોઈસ મેસેજ તથા ટેક્સ મેસેજ નાંખીને પહેલા આશય વાલીઓને કહ્યો અને બે દિવસમાં જ તેમાં પ્રતિસાદ મળ્યો. બાળકો ઘેર બેઠા ભણવા લાગ્યા. ઘણી માતાઓ બાળકોના લેશન કરાવતા વીડીયો અમને ગ્રુપમાં મોકલ્યા અને તેમાં ખાસી સફળતા મળી. આવી જ રીતે એક જ કેમ્પસમાં હાલ ચાલતી તમામ શાળાઓના શિક્ષકોએ ધોરણ પ્રમાણે વોટ્સએપ ગ્રુપ બનાવીને બાળકોને ભણાવવાની શરૂઆત કરી.[:]