[:gj]સનસનીખેજ હત્યા, સુરતમાં થાઈ સ્પામાં કામ કરતી વિદેશી યુવતીની ઘરમાંથી સળગેલી લાશ મળી[:]

[:gj]સુરતમાં મગદલ્લા ગામમાં રહેતી અને સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. નગીનભાઈ પરભુભાઈ પટેલના મકાનમાં પહેલા માળે ભાડેથી રહેતી અને ઇસકોન મોલના એક સ્પામાં કામ કરતી થાઇલેન્ડની 27 વર્ષીય યુવતીની રવિવારે સવારે સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

યુવતીને સળગાવીને કાતિલ બહારથી લોક મારીને સિફતપૂર્વક નીકળી ગયો હતો. આગ લાગવાની ઘટના બાદ આસપાસ રહેતા લોકો એકત્ર થયાં હતા. તેમણે દરવાજો તોડી પાણીનો છંટકાવ કર્યો. ઘરમાં આગ લાગતા જ્વાળા બહાર સુધી આવી હતી અને ઘરની એક દિવાલ બળી ગઇ હતી. પાડોશીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવતી મકાનમાં તેમજ સ્પા સેન્ટરમાં કામ કરતી હોવાથી યુવતીઓ આ અવરજવર રહેતી હતી.

હાલમાં આ સ્ટ્રીટ ક્વોરન્ટાઇન છે. પોલીસ સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ કરી રહી છે. ઝોન 4ના ડીસીપી વિધી ચૌધરી જણાવ્યું કે પ્રાથમિક તપાસ શંકાસ્પદ છે, એફએસએલ તપાસ કરી રહી છે. એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી હકીકત સામે આવશે. વિદેશી યુવતીને ઘરમાં સળગાવવાની ઘટના પર ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહ સંપૂર્ણ બળી ગયો છે. જેથી બહારથી ઈજાના નિશાન ખ્યાલ આવે તેમ નથી. કેરોસીન કે પેટ્રોલનો ઉપયોગ થયો છે કે કેમ તે માટે સેમ્પલો લીધા છે. બળાત્કાર થયો છે કે નહિ તે માટે પણ અમે સેમ્પલો લીધા છે. અકસ્માત કે હત્યા થઈ હોય શકે છે. – ડો.ગણેશ ગોવેકર, ફોરેન્સીક વિભાગના વડા.[:]