[:gj]સુરતમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક બસો શરૂં થઈ [:]

bjp
bjp

[:gj]ઉભરાટ ખાતે રૂા.૨૦૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જાહેરત કરતા મુખ્યમંત્રીશ્રી
13 ડિસેમ્બર 2020
સુરત ખાતે સમગ્ર ગુજરાતમાં સુરત શહેરે અનેકક્ષેત્રોમાં વિવિધ એવોર્ડ મેળવીને ગુજરાતની આબરૂ વધારી છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરત મનપાએ રૂા.૨૦ હજારના કરોડના વિકાસકામો કરીને સમગ્ર ગુજરાત માટે દાખલો બેસાડયો છે જે બદલ તેમણે પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સૂરતવાસીઓની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.૪૩૧.૩૨ કરોડના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના રૂ.૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યુ હતું. સાથે સુરતના ઉભરાટ ખાતે રૂા.૨૦૦ કરોડના ખર્ચે નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. જેનાથી ખજોદ ડ્રીમસીટી, ડુમસ, મગદલ્લા, સુલતાનાબાદ, મરોલી, ભીમપોર સહિતના ગામોને જોડતા બ્રિજ બનવાથી સૂરતનો વિકાસ વધુ તેજ બનશે.
સૂરતના સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૂરત ડ્રીમસીટી, સ્માર્ટ સીટી, બ્રિજ સીટી સાથે અનેકક્ષેત્રોમાં વિકાસનો પર્યાય બન્યું છે. સુરતની કોર્પોરેશને પ્રજાની અપેક્ષા-આકાંક્ષાઓને ખરા અર્થમાં સાકારિત કરી છે. સામાન્ય માનવીને રહેવા અને માણવા ગાયક સીટી બને તેવી ગટર, પાણી, આવાસ, આરોગ્ય જેવી અનેક સુખ-સુવિધાઓ ઉભી કરી છે. જેના કારણે સુરત રહેવાલાયક શહેરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કચરોનો યોગ્ય નિકાલ થાય, પાણીનો રી-યુઝ થાય, ટર્શરીવોટર જેવા પ્લાન્ટ શરૂ કરીને પર્યાવરણની સાચા અર્થમાં કાળજી લઈને સમગ્ર દેશને નવી રાહ બતાવી છે.
રાજય સરકારે પારદર્શકતા સાથે ભ્રષ્ટાચાર મુકત શાસન વ્યવસ્થા સ્થાપિત થાય તે માટે ટેકનોલોજીને મહત્તમ ઉપયોગ કરીને ઓનલાઈન એન.એ., મકાન બાંધકામ માટેની મંજુરી, ટીપી-ડી.પી.પ્લાનની ઝડપી મંજુર, ઓનલાઈન દાખલાઓ જેવા અનેકવિધ નિર્ણયો કરીને વિકાસની ગતિ વધુ તેજ બનાવી છે.
ખેડુતોને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાતે વિવિધ પ્રકલ્પો, સી-પ્લેન, ગીરનાર રોપ-વે, હજીરા રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરીને સમગ્ર દેશમાં નવા કિર્તીમાનો સ્થાપિત કર્યા છે.
કોગ્રેસના શાસનકાળ દરમિયાન ખાતમુહૂર્તના નાટકો થતા હતા.

આ રાજય સરકાર જે વિકાસકામોનું ખાતમુહૂર્ત કરે છે તેનું નિયત સમયમર્યાદામાં લોકાર્પિત કરે છે. જે અભિમાન નહી પણ પધ્ધતિસરની વ્યવસ્થા ઉભી કરી છે તેનું પરિણામ છે. યોજનાની તાંત્રિક, નાણાકીય, ટેન્ડરની મંજુરી તત્કાલ આપીને ખાતમુહૂર્ત કર્યા બાદ સમયમર્યાદામાં વિકાસકામો પૂર્ણ થાય તેવી વ્યવસ્થા રાજય સરકારની રહી છે.
કોરોના કાળમાં ગુજરાત સરકારે કોરોના સામે જંગ ખેલીને સુયોગ્ય પગલાઓ લઈને કોરોના પર લગામ લગાવી છે. જેના કારણે રિકવર્રી રેટમાં વધારો, ઝડપી ડિચાર્જ, ડેથ રેટમાં ધટાડો નોંધાયો છે. જેની નોંધ ડબ્લયુ.એસ.ઓ., આઈ.આઈ.એમ., આઈ.સી.એમ.આર. જેવી ઉચ્ચ સંસ્થાઓએ લઈને ગુજરાતની કોરોનાની કામગીરીને બિરદાવી છે
કોરોના કાળમાં ગુજરાતની આવક ધટી હોવા છતા પૈસાની ચિંતા કર્યા વિના રૂા.૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર યોજના શરૂ કરી છે. છેલ્લા પાંચ-છ મહિના દરમિયાન સમગ્ર ગુજરાતમાં રૂા.૨૦ હજાર કરોડના જનવિકાસલક્ષી કાર્યો શરૂ કરીને રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.
શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્કૂલ, વાંચનાલય, ઈ-બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકોર્પણ  હતું. ઉપરાંત, રૂા. ૪૩૧.૩ર કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં NRCP યોજના અંતર્ગતના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત EWSના આવાસો, લિંબાયત-ડીંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ તથા નગર પ્રાથમિક શાળા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, આંગણવાડી, કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

આ વેળાએ સાસંદ શ્રીસીઆર પાટીલે જણાવ્યું હતુ કે, સંવેદશીલ મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકોને ગ્રેડ પેમાં વધારો કરીને તેઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવ્યા છે. આ ઉપરાંત આવાસ યોજનાઓમાં દસ્તાવેજમાં મહિલાઓનું નામ ન હોવાના કારણે સબસીડી મળતી ન હતી પરંતુ તેમાં પણ સુધારો કરીને માત્ર રૂા.૧૦૦ના સ્ટેમ્પ પેપર દ્વારા નામ દાખલ કરવાથી સબસીડીનો લાભ મળતો થશે જેવા પ્રજાલક્ષી નિર્ણયો કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.[:]