[:gj]ભારતીય નૌસેનાના ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ દ્વારા ગુજરાતના 210 લોકોને મગર લાવશે [:]

The Indian Navy's operation 'Samudra Setu' will bring crocodiles to 210 people in Gujarat

[:gj]વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા  ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા  ૮ મે, ૨૦૨૦થી શરૂ થશે. રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની ‘માલે’ બંદર પરથી થશે.

ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવવામાં આવી છે. 210 ગુજરાતીઓ દેશ આવે એવી ધારણા છે.

પહેલી યાત્રામાં કુલ ૧ હજાર લોકોને માલદીવ્સથી પરત લાવવાની યોજના છે, જે દરમિયાન જહાજની વહન ક્ષમતા અને જહાજ પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓની સાથે-સાથે કોરોના વાયરસ સંબંધિત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે.

ભારતીયોને કેરળના કોચિ ખાતે ઉતારવામાં આવશે અને આ તમામની જવાબદારી રાજ્યના સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવશે. આ સમગ્ર ઓપરેશન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને અન્ય વિવિધ એજન્સીઓ તેમજ રાજ્ય સરકારોના સહકારથી શરૂ કરવામાં આવ્યું છે.[:]