[:gj]ગુજરાતની પ્રદૂષિત નદીઓ કોરોનાના બહાને શુદ્ધ જાહેર કરી દેવાઈ[:]

The polluted rivers of Gujarat were declared pure under the pretext of Corona

[:gj]ગાંધીનગર, 15 મે 2020

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા  Study Report  Impact of lockdown due to COVID -19 Pandemic on Surface Water Quality તૈયાર કરાયો છે. ઊંડો અભ્યાસ કરીને પર્યાવરણ મિત્રના નિયામક મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી એકાએક શુદ્ધ થઈ ગઈ. વડોદરાની વિશ્વામિત્રી નદી એકાએક શુદ્ધ થયેલી જાહેર કરી દેવામાં આવી હતી. આવી નદીઓ દશકાઓથી પ્રદૂષિત છે અને તેનું પ્રદૂષણ સદીઓ સુધી દૂર થઈ શકે તેમ નથી. તે કઈ રીતે કોરોના પહેલા અને પછી શુદ્ધ હોઈ શકે. આ અહેવાલ શંકાના દાયરામાં આવી ગયો છે. ભાજપની સરકારો પ્રદૂષણના શ્રાપમાંથી મુક્ત થવા માંગતી હોય એવું આ અહેવાલ પરથી ફલિત થાય છે.

ગુજરાતના 70 સ્થળોએ પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.  જેમાં નદીઓ, ખાડી અને નહેરો હતી.

દમણગંગા સૌથી પ્રદૂષિત

131 કિ.મી લાંબી દમણગંગા નદી કે જે વાપી પાસેથી પસાર થાય છે. આ નદીના પાણીના બે નમૂના લેવામાં આવ્યા છે. ડાઉન સ્ટ્રીમમાં TDS અને એમોનિયા nitrogen નું પ્રમાણ લોકડાઉન પહેલાની સ્થિતિ કરતાં વધારે બતાવે છે. ઉપરવાસ ને કેટેગરી A અને નીચેવાસ (કાચીગાવ) ને કેટેગરી C માં મૂકવામાં આવ્યા છે.

આમલખાડીમાં પ્રદૂષણ વધ્યું

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલી આમલાખાડી ના પાણીના બે નમૂના લેવામાં આવ્યા છે. અંકલેશ્વર બ્રિજ પાસે આવેલ સ્થળે તાળાબંધીની પહેલાંની સ્થિતિ કરતા અત્યારની સ્થિતી નબળી છે.

કોલક નદીમાં પ્રદૂષણ

કોલક નદીના ત્રણ નમૂના લેવામાં આવ્યા છે રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોલક નદી ની પરિસ્થિતિ તાળાબંધી પહેલાં જે હતી તેવી જ જળવાઈ રહી છે. નેશનલ હાઇવે નંબર-૮ પર આવેલ મોરાઈ ગામ ખાતેનું પાણી તો કેટેગરી Aમાં આવે છે. પીવા લાયક છે. પાટલીયા ગામ ખાતે તાળાબંધી દરમિયાન TDS માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ભાદરમાં પ્રદૂષણ વધ્યું

તાળાબંધી હોવા છતાંય ભાદર નદીના  દુબ્લીપાટ (જેતપુર) ખાતે TDS, COD, BOD  ની માત્રા પ્રમાણિત માત્રા કરતા ઘણી જ વધારે છે.

શેઢી નદી પ્રદૂષિત થઈ

શેઢી નદીના પાણીના બે નમૂના લેવામાં આવ્યા છે બંને નમૂનાઓમાં તાળાબંધી પછી ટીડીએસમાં થોડો વધારો જોવા મળ્યો છે. આ નદીને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટે કેટેગરી A માં સામેલ કરી છે.

ભોગાવો નદીમાં વઢવાણ બ્રિજ પાસે કોઈ સુધારો નોંધાયો નથી.

વિવાદાસ્પદ અહેવાલની વિવાદાસ્પદ નદીઓ

સાબરમતી

૩૭૧ કિલોમીટર લાંબી સાબરમતી નદીના કુલ આઠ નમુના લેવામાં આવ્યા હતા. V. N  બ્રિજ પાસે COD, BOD  અને એમોનિયા nitrogen નું પ્રમાણ વધારે જોવા મળ્યું તેમજ DO માપી ના શકાયું તેટલુ ઓછું હતું. તેજ રીતે નારોલ ખાતે ડાઉન સ્ટ્રીમમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી. તેમ છતાંય એકંદરે નદીના પાણીની ગુણવત્તા સુધરેલી કહી શકાય.

ખારીકટ નહેર સૌથી પ્રદૂષિત

ખારીકટ નહેરના અભ્યાસ દરમિયાન જોવા મળ્યું કે નિરમા બ્રિજ પાસે એમોનિયા nitrogen તેમજ BOD અને CODનું પ્રમાણ  નિયત માત્રા કરતાં વધારે જોવા મળ્યું. ખારી નદીની વાત કરીએ તો ગેરતપુર, લાલી, પિંગળજ ખાતે પ્રદુષણની માત્રા જોવા મળી. આમ, ખારીકટ કેનાલ અને ખારી નદીમાં લોકડાઉન હોવા છતાંય ઈચ્છનીય સુધારો જોવા મળ્યો નથી

અશુધ્ધ નર્મદા નદી શુદ્ધ રહી

રિપોર્ટ કહે છે કે, 1,322 કિલોમીટર લાંબી નર્મદા નદીની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહી છે .એટલે કે , તાળાબંધી પહેલાં પણ પ્રદૂષણ ન હતું. જે આજની સ્થિતિએ પણ જળવાઈ રહ્યું છે. નર્મદાનદીના પાણીને કેટેગરી A માં મૂકવામાં આવ્યું છે.

મહી નદી શુદ્ધ

250 કિલોમીટર લાંબી મહી નદીના છ જેટલા પાણીના નમુના લેવામાં આવ્યા છે. રિપોર્ટ કહે છે કે તાળાબંધી પહેલાં નદીની પરિસ્થિતિ સારી હતી. જે આજે જળવાઈ રહી હતી. એટલે આ નદીને કેટેગરી A માં મુકવામાં આવી છે.

વિશ્વવામિત્રી નદીનું પાણી પી શકાય છે, તમે માનો કે ન માનો

બહુચર્ચિત અને વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બે નમૂના લેવામાં આવ્યા છે. આ નદીને પણ કેટેગરી A માં મુકાઈ છે એટલે કે આસોદ બ્રિજ પાસે વિશ્વામિત્રનું પાણી પીવા લાયક છે.

તાપી નદી શુદ્ધ

૭૨૪ કિ.મી લાંબી અને સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના છ નમુના લેવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે નદીને કેટેગરી A માં મુકવામાં આવી છે.

આ ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા  કીમ, ભોગાવો, મીંઢોળા ,ભાદર, કાવેરી અને પાર નદીના એક-એક નમૂના લીધા છે.

અહેવાલમાં વિસંગતતા

૧૯ મી જુલાઇ 2019 ના રોજ લોકસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં પર્યાવરણ મંત્રીએ જણાવેલું કે ગુજરાતમાં 20 નદીઓ જેવીકે, આમલાખાડી, ભાદર, ભોગાવો, ખારી, સાબરમતી, વિશ્વામિત્રી, ઢાઢર, ત્રિવેણી અમરાવતી, (Tributary of Narmada), દમણ ગંગા, કોલક, મહી, શેઢી, તાપી, અનાર, બાલેહવાર ખાડી, કીમ, મેશ્વા, મીંઢોળા, નર્મદા વગેરે પ્રદૂષિત છે.

28 નવેમ્બર 2019 ના રોજ પણ લોકસભાના પ્રશ્નના જવાબમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા જવાબ આપ્યો છે કે, ગુજરાતમાં 20 નદીઓ જેવીકે, આમલાખાડી, ભાદર, ભોગાવો, ખારી, સાબરમતી, વિશ્વામિત્રી, ઢાઢર, ત્રિવેણી અમરાવતી, (Tributary of Narmada), દમણ ગંગા, કોલક, મહી, શેઢી, તાપી, અનાર, બાલેહવાર ખાડી, કીમ, મેશ્વા, મીંઢોળા, નર્મદા વગેરે પ્રદૂષિત ઘોષિત કરેલી છે.

આમ, ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ જલ શક્તિ મંત્રાલય દ્વારા ઉપરોક્ત ૨૦ નદીઓ લોકડાઉન પહેલેથી જ પ્રદૂષિત ઘોષિત કરેલ છે આમછતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ રીપોર્ટમાં એવો દાવો કરે છે કે આ નદીઓ લોકડાઉન પહેલાથી જ ચોખ્ખી છે.

અહેવાલનો અભ્યાસ કર્યા પછી કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે

  1. તાળાબંધી હોવા છતાંય કેટલાય નમૂનાઓમાં COD અને BOD નું પ્રમાણ વધારે જોવા મળ્યું છે
  2. TDS માત્રા પણ કેટલાક સ્થળે વધેલી દેખાય છે.
  3. અલબત્ત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે અભ્યાસ કરવામાં આવ્યો છે તેમાં પ્રદૂષણ ઘટ્યું નથી તેના કારણો અને પ્રદૂષણ ઘટ્યું છે તો તે કયા કારણોથી તે સ્પષ્ટ નથી જણાવાયું.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાળાબંધીના સમયગાળામાં ગુજરાતની નદીઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે આ પગલું સરાહનીય છે .પરંતુ, સાથે સાથે અમારી માંગણી છે કે,

અભ્યાસને આધારે કારણો શોધી એક્શન પ્લાન બનાવો. જેથી પછી પર્યાવરણીય પરિસ્થિતિ સુધરે તે. જળવાઈ રહે.

અભ્યાસમાં પાંચ પેરામીટર લેવાયા છે. જેવાકે, (૧) Total Dissolved Solids (TDS),  (૨) Ammonical Nitrogen, (૩) Chemical Oxygen Demand (COD), (૪)  Biological Oxygen Demand (BOD) અને  (૫) Dissolved Oxygen (DO)[:]