[:gj]મોદી સાહેબ આ જગતાત છે, અડવાણી કે કેશુભાઈ નહીં જેમની સામે માથુ નમાવી હાથ જોડી બધુંજ ખુંચવી લઈ શકો[:]

[:gj]

This is the world of farmers, Modi Saheb, not Advani or Keshubhai against whom you can bow your head and pull everything with your hands.
-️રાજેશ ઠાકર ️
નમન નમન મે ફેર હૈ બહોત નમે નાદાન આ ઉક્તિ નવા ક્રુષિ કાયદા સંદર્ભે ડીજીટલ માધ્યમ થી દીલ્હી માં આંદોલન કરી રહેલ ખેડુતોને વાયા મધ્યપ્રદેશ નમતા “નમો” (નરેન્દ્ર મોદી) માટે બીલકુલ યથાર્થ ઠરે છે. નરેન્દ્રભાઈ જેમને નમ્યા છે સમય જતાં એમને ગમ્યા નથી. કેશુભાઈ પટેલની ચરણવંદના ની અવેજમાં સત્તાસ્થાનેથી એમના ચરણ વાઢવાની પ્રવૃત્તિ ના સૌ સાક્ષી છીએ. માથુ નમાવી ને માથુ ઉતારી દેવાની આ કલા નો ભોગ તેમના ગુરૂ અડવાણી પણ બન્યા જ છે. દેશની પ્રજાને પણ ગરીબ માં નો દીકરો, ચા વાળો, સેવક, ચોકીદાર અને ફકીર હોવાની ગરીબાઈ વેચી શુટબુટ ની અમીરાઈ હાંસલ કરનાર નરેન્દ્રભાઈ ક્રુષીકાયદા મુદ્દે ચારેતરફ થી ઘેરાયા બાદ પહેલાં ઝુકીને પછી ઝુકાવી દેવાનો જુનો ખેલ શરૂ કર્યો છે. પણ આ  ધરતી ચીરી ધાન પેદા કરનાર જગતાત છે, કુદરતના અણધાર્યા ખેલ સામે બાથ ભીડનાર ધરતીપુત્ર છે. નરેન્દ્ર મોદી ના મદારી ને માંકડા ના ખેલ ખેડુતો સમજી ગયા છે. તેઓ હવે સંવાદ ના નહીં સમાધાન ના મુદ્દે અટલ છે અને સમાધાન આ કાયદાને નિરસ્ત કરવો એ જ છે.
કોરોના ની મહામારી વચ્ચે દેશના એકપણ ખેડુત સંગઠનની માંગણી ના હોવા છતાં તેમની જાણ બહાર ઉતાવળે અધ્યાદેશ લાવી આ ત્રણ નવા ક્રુષિ કાયદા લાગું કરવાની અધીરાઈ મોદી સરકાર ને કેમ હતી? આ એક સરળ સવાલ માં જ ખેડુતો ની શંકા અને દ્વીધા છુપાયેલા છે. જે સરકારને પોતાની ભલાઈ માટે બેરોજગારો, મજુરો, મંદીનો માર ઝીલતા વેપારીઓ, મોંઘવારી થી પીડીત પ્રજાજનો તો ઠીક  બળાત્કારીઓને હાથે પીંખાતી નિર્ભયાઓ એ આજીજીઓ કરી છતાં રૂવાંડુ ના ફરક્યુ હોય એ સરકારને જબરજસ્તી ખેડુતોનુ ભલુ કરવાની ચળ ઉપડવી સમજાતી નથી.મોદી સરકારની આ નહીં સમજાતી રમત પર વિરોધ કરી રહેલ ખેડુતોને સરકાર ભ્રમિત ગણી નવા કાયદાઓ નુ ટ્યુશન આપી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે જેમને કાયદો ભણાવવા નો છે એમને છોડી કચ્છ અને મધ્ય પ્રદેશ ના ખેડુતો ને કાયદો ભણાવાઈ રહ્યો છે. છેક બારસો કીલોમીટર સુધીલાંબા થઈ કચ્છ થી  ખેડુતોના વર્ચ્યુઅલ ક્લાસ લેનાર પ્રોફેસર મોદી સાહેબ બાર કીલોમીટર જ દૂર આંદોલન કરી રહેલ ખેડુતો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો આત્મવિશ્વાસ નથી દાખવી શક્યા. મોદીજી ની આ સ્ટાઈલ છે. પહેલા કાયદો લાવવાનો પછી એના ફાયદા સમજાવવા નીકળવાનું પછી ગેરફાયદાઓ નુ ભાન થાય એટલે એક પછી એક સુધારા કરતાં કરતાં મુળ કાયદા ને શીર્સાશન કરાવી દેવાનું. નોટબંધી, જીએસટી અને હવામાં લટકતો નાગરિકતા કાનુન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોરોના મહામારી સમયે પણ અણઘડ અને અચાનક લોકડાઉન બાદ થાળી – તાલી અને દીવાથી શરૂ થયેલી પ્રક્રિયા વેક્સીન ની વૈજ્ઞાનિક સફર સુધી પંહોચતા અનેક યુ ટર્ન માથી પસાર થઈ છે.
સૌથી મોટો જોક્સ જ એ છે કે મોદીજીની વિરુદ્ધ કોઈ ભ્રમ પેદા કરી શકે. કેમકે રાજનૈતિક હીપ્નોટીઝમ ના ખરા માસ્ટર તો ખુદ મોદીજી જ છે. સોના ના બદલે પીત્તળ પધરાવી દેવા નો ખેલ કાળા નાણાં ના બદલે ધોળા પડાવી લેવાની નોટબંધી ની લાકડી ફેરવી કર્યો. વન નેશન વન ટેક્ષ ના નામે રાત્રે બાર વાગે મકડીજાળ જેવી જીએસટી લાવી  વ્હેપારીઓ ના બાર વગાડી દીધા જેની ખબર ઐતિહાસીકતા ની આતશબાજી બાદ થયો. ગાય – ગંગા – દાદરી – બાબરી જેવા સામુહીક વશીકરણ ના જ્ઞાતા નરેન્દ્રભાઈ એ કોરોના વિરુદ્ધ થાળી અને તાળી પીટવાઈ ને દીવા પ્રકટાવડાવી તો ગજ્જબ કરી નાખ્યો. હવે ખેડુતો ભ્રમમાં છે એવો ભ્રમ પેદા કરવા વોટ્સએપ યુનિવર્સિટી મા ફોર્વડીયા જમાત ને કામે લગાડી છે ગણપતિ ને દૂધ પાવાની માનસિકતા પર કબ્જો કરવાની કુનેહ હસ્તગત કરી સત્તા મેળવનાર, વિસ્તારનાર અને ટકાવનાર મોદીજી સામે કોઈ વીરલો એમની જ ભ્રમવિધ્યા નો ઉપયોગ કરી રહ્યું હોય તો શેર ના માથે સવાશેર ગણાય.
આ નવા ક્રુષિ કાયદા સંદર્ભે પણ ઐતિહાસિક હોવાનો દાવો કરતી સરકાર સુધારાઓ માટે સંમત થઈ છે મતલબ ક્યાંક કાચું કપાયાની કબુલાત કરી રહી છે. ખેડુતો ને જીએસટી જેવો પાને પાને અને લીટીએ લીટીએ સુધારા કરેલો છેકછાકી કાયદો નથી જોઈતો તે એમના વલણ થી સ્પષ્ટ છે. પહેલાં ભાજપ અને સરકાર જેને ખાલીસ્તાની અને ટુકડે ટુકડે ગેંગ દ્વારા ચલાવાઈ રહેલી ચળવળ સાબિત કરી રહી હતી તેની સામે સરકારનો વડો હાથ જોડી માથું નમાવી રહ્યો છે મતલબ દુષ્પ્રચાર નુ બ્રહ્માસ્ત્ર ઉલ્ટુ પડ્યું છે. વિપક્ષ નબળો છે, વિપક્ષ છે જ ક્યાં એવો અહંકાર બતાવનાર મોદીજી આ આંદોલન રાજકીય ખેતી કરવા ઈચ્છુક લોકોનુ છે એમ કહી માથું ઝુકાવતા હોય તો ખેડુત નહીં ખુદ વડાપ્રધાન ભ્રમિત છે. જે વિપક્ષ લોકોને ભડકાવી દીલ્હી દરબાર ને ઘેરી શકતો હોય એ નબળો કે હાથ જોડી માથું નમાવી દેનાર સત્તાના અહંકાર પાળનાર સર્વસત્તાધીશ મોદી નબળા? આ દ્વીધા મોદી સમર્થકો ને પણ મુંઝવી રહી હશે.
ખેર, વાત ભડકેલા, ભ્રમિત, ડાબેરી, ખાલીસ્તાની અને ટુકડે ટુકડે ગેંગથી એમને આંદોલનકારી ખેડુત તરીકે સ્વીકારી સંવાદ સુધી પંહોચી છે તે મહત્ત્વનું છે. દેશની સરહદે અને ખેતરમાં જાત જોતરી દેનાર જગતાત ને છેતરવા કે વેતરવા નો ખેલ સરકાર ને ભારે પડી શકે તેમ છે. મોદી સાહેબ ખતરો કે ખીલાડી જેવો અખતરો ના કરે  તો સારૂ બાકી ખેડુતોની જબરજસ્તી ભલાઈ કરવાની ઘેલછા નુ પરિણામ જબરજસ્ત રાજકીય ધુલાઈ મા પરિણમશે તે નક્કી છે.
– *રાજેશ ઠાકર*
(રાજકીય વિશ્લેષક)

[:]