[:gj]ન બનેલું બન્યું: ફરિયાદ ન લેનારા સેટેલાઈટ પોલીસ સ્ટેશનનાં PI સસ્પેન્ડ[:]

[:gj]અમદાવાદ,

સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.દરજીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પીઆઈ પી.ડી.દરજી પાસે છેતરપિંડીની ફરિયાદ કરવા એક ફરિયાદી ગયા હતા, તેમની પાસે પુરતા પુરાવા પણ હતા, તેમ છંતા પીઆઇએ તેમની ફરિયાદ નોંધી ન હતી.

માત્ર જાણવાજોગ એક અરજી જ લીધી હતી, આ મામલે ફરિયાદીએ અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ બધી સાચી રજૂઆત કરતા પ્રથમ નજરે પીઆઇની બેદરકારી સામે આવી હતી, જેથી પીઆઇને સસ્પેન્ડ કરી દેવાયા છે. અમદાવાદ પોલીસ કમિશનરે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે અને એસીપી દિવ્યા રવિયા આ કેસની તપાસ કરીને કમિશનરને રિપોર્ટ સોંપશે.

ઘણા કિસ્સાઓમાં છેતરપિંડી કરનારા આરોપીઓ પોલીસ સાથે મળી જાય છે અને પછી પોલીસ પણ ફરિયાદીને ધક્કા ખવડાવે છે. ફરિયાદ ન થાય તે માટે આરોપીઓની મદદગાર થઇ જતી હોય છે. જો કે હાલના કેસમાં તપાસ રિપોર્ટ પછી જ સાચી માહિતી સામે આવશે.[:]