[:gj]અમદાવાદમાં વિજય નેહરાની 10 લાપરવાહીથી શહેર ભયમાં આવી પડ્યું [:]

[:gj]અમદાવાદ, 16 એપ્રિલ 2020

અમદાવાદ શહેરના કમિશ્નર વિજય નહેરા સામે અમદાવાદને કોરોનાથી સલામત રાખવા સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. તેમની 10 નિષ્ફળતાઓ સામે આવી છે. જેમાં તેમના કારણે આખુ અમદાવાદ હવે ભય હેઠળ આવી ગયું છે. સુરત આજે સલામત છે. અમદાવાદમાં આખા ગુજરાતના 50 ટકા કોરોના કેસ થઈ ગયા છે. એક ધારાસભ્ય પોઝેટીવ કોરોના થયા છે બીજા 3 ધારાસભ્યો શંકાના દાયરામાં છે. અમદાવાદ આજે કોરોના બોંબ પર બેઠું છે. તેથી કમિશ્નર સામે આંગળી ચિંધવામાં આવી રહી છે.

1 – કોટ વિસ્તારને સાંકળતા રસ્તાઓ પર અમદાવાદ મહાનગર પાલિકાએ 13 ચેકપોસ્ટ તૈયારી છે. આ રસ્તા પરથી પસાર થતા તમામ નાગરિકોના થર્મલ સ્ક્રેનીંગ કરવામાં આવ્યું ત્યારે 8 એપ્રીલથી 12 એપ્રિલ સુધીમાં 1 લાખ લોકો સ્ક્રેનીંગ કરવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં લોકડાઉનનો અમલ થયો ન હોવાથી કરફ્યુ જાહેર કરાયો છે.

મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ આ આંકડા જાહેર કરીને પોલીસ કમિશનરની કામગીરી સામે પણ આંગળી ચીંધી છે.  પોલીસ વિભાગ અને નાગરિકો માટે શરમજનક બાબત હોવાનું માનવામાં આવે છે. 144 કલમનો પણ ભંગ થાય છે.

2 – એરપોર્ટ પર ચકાસણી શરૂ થઈ તે સમયથી કમિશ્નરના નિવેદનો અને નિર્ણયોમાં ફેરફાર થતા રહ્યાં છે. તેમના કારણે જ અમદાવાદમાં કરફ્યું મૂકવામાં આવ્યો છે. વિદેશથી હજારો લોકો આવ્યા તેનું બરાબર સ્કેનીંગ કરાયું નહીં અને વિદેશથી હજારો ગુજરાતી અને બિન ગુજરાતીઓને આવવા દેવામાં આવ્યા.

3 – કોરોનાના ચાર-પાંચ કેસ જ કન્ફર્મ થયા હતા તે સમયે કોઈ જ કારણ વિના 20 હજારથી વધુ દર્દીની સારવાર કરવાની ક્ષમતા કોર્પોરેશન પાસે નથી તેવા નિવેદન કર્યા હતા.

4 – કોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં કેસ બહાર આવતા નહેરાએ તમામ દર્દીઓના નામ-સરનામા જાહેર કરવાનું શરૂં કર્યું હતું.  ચાર દિવસ પછી અચાનક જ નામ-સરનામા જાહેર કરવાના બંધ કર્યા હતા.

5 – સાત અને આઠ એપ્રિલે વધુ સંખ્યામાં કેસ જાહેર થયા બાદ લાખોની સંખ્યામાં કેસ આવી શકે છે તેવા નિવેદન કર્યા હતા. જેના કારણે નાગરિકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.

6 – કોટ વિસ્તારમા સરવે દરમ્યાન લોકોનો સહકાર નથી મળતો તેવા લાચારીભર્યા નિવેદન કર્યા હતા.

7 –  કેસની સંખ્યા લાખોમાં થઈ શકે છે તેવા નિવેદન કરનાર નહેરા હવે પરિસ્થિતિ નિયંત્રણમા હોવાના દાવા કરી રહ્યાં છે.

8 – રવિવારથી તેમના પ્રેસ બ્રીફીંગ સમયે માસ્ક ધારણ કરીને આવ્યા હતા તથા શહેરીજનોને માસ્ક ન પહેરવા બદલ સજા કરવાની જાહેરાત પણ કરી હતી. આ અગાઉ તમામ પ્રેસ બ્રીફીંગમાં તેઓ માસ્ક વિના જ નજરે પડ્યા હતા.

9 – એરપોર્ટ પર, માત્ર વિદેશીઓને જ કોરોના થઈ શકે તે રીતે એક તરફી કાર્યવાહી થતી હતી. આંતરરાજ્ય પ્રવાસીઓના મામલે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.

10 – નહેરાની આ ભુલના કારણે વિદેશથી આવેલા લોકો કરતા આંતરરાજય પ્રવાસ અને તેમના સંપર્કમાં આવેલા લોકોના પોઝિટિવ રીપોર્ટની સંખ્યા વધારે છે.[:]