[:gj]વિસ્મય શાહ ફરી જેલમાં [:]

Wisdom Shah again in jail

[:gj]અમદાવાદ શહેરમાં જાણીતા ઉદ્યોગ પતિના પૂત્ર વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રન ગુનામાં ગુજરાત વડી અદાલતે નીચલી કોર્ટ દ્વારા આરોપી વિસ્મય શાહને ફટકારેલી પાંચ વર્ષની સજાને કાયમ(યથાવત્‌) રાખી હતી.

૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ બીએમડબલ્યુ લઈને જઈ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના મોત થયા હતા. ત્યારબાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો.

આરોપી વિસ્મય શાહ તરફથી સજા રદ કરવા દાદ માંગી હતી. ક્રિમીનલ અપીલ પણ ફગાવી દીધી હતી. વિસ્મયને ચારથી છ સપ્તાહમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ હાજર થવા આદેશ કર્યો હતો.

વિસ્મય શાહના ચકચારભર્યા હીટ એન્ડ રન કેસમાં અગાઉ તા.૧૩-૭-૨૦૧૫ના રોજ મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ પી.એમ.પટેલે આરોપી વિસ્મય અમિતભાઇ શાહને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ આજે મહત્વનો ચુકાદો જારી કર્યો તેમાં વિસ્મય શાહની સજા વધારવા માંગ કરતી સરકારપક્ષની અરજી પણ અંશતઃ ગ્રાહ્ય રાખી હતી.

પ્રત્યેક મૃતકના પરિવારને ૫ાંચ લાખ રૂપિયા વળતર પેટે આપવા કહી રૂ.૧૦ લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાનો હુક્મ કર્યો હતો.[:]