[:gj]ઈયળ બટાટામાં રૂ.100 કરોડોનું નુકસાન કરે છે[:]

Yol makes a loss of Rs 100 crores in potatoes

[:gj]બટાટાના થડ કાપી કંદ ખાનારી ઈયળનો વર્ષોથી ત્રાસ

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020

બટાટાના છોડના થડ કાપી ખાઈને બટાટાની અંદર જઈને મોટા પ્રમાણમાં ઈટળો નુકસાન કરી રહી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. જેમાં થડકાપી નાંખતી કાળી ઈટળથી 3થી5 ટકા નુકસાનીનો સમાવેશ થાય છે. રાજ્યમાં 34 લાખ હેક્ટરમાં રૂ.2000 કરોડના 2.92 કરોડ ટન બટાટા 2020માં પાકવાની ધારણા છે. બાટાટા ખેતરમાં કાઢતાની સાથે રૂ.320 કરોડના ફેંકી દેવા પડે છે. જેમાં ઈયળે ખાધેલા બટાટા પણ હોય છે. જે પ્રમાણે 5 ટકા પ્રમાણે ગણવામાં આવે તો રૂ.100 કરોડનું નુકસાન તો એક ઈયળ કરી રહી છે. તેમાં નાના છોડના થડ કાપી નાંખવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ શાકભાજીમાં ખેડૂતને બટાટામાં સૌથી વધું નુકસાન થાય છે. 110થી 120 દિવસોમાં 300થી 350 ક્વિન્ટલ એક હેક્ટર દીઠ ઉત્પાદન આપે જેમાં હેક્ટર દીઠ 48-50 ક્વિન્ટલ બટાટા ફેંકી દેવા પડે છે.

રાજ્યમાં હાલ 1.15 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. જેમાં બનાસકાંઠામાં 1.08 લાખ હેક્ટર છે. જો 5 વર્ષ ખેતીમાં તેજી રહેત તો તે 1.50 લાખથી વધુ વિસ્તાર થઈ ગયો હોત. બટાકા નગરી ડીસામાં 40,484 હેક્ટરમાં વાવેતરની સામે હાલ 2019-20માં 35117 હેક્ટરમાં વાવેતર થયું છે. સમગ્ર દેશમાં જ્યાં સૌથી વધું બટાકા પાકે છે. અને ત્યાંજ સૌથી વધું નુકસાન થાય છે.

આ ઈયળ મોટા ભાગે યજમાન પાકો બટાકા, ટામેટા, રીંગણ, તમાકુ, કોબીજ, બીટરુટ, કઠોળ વર્ગના પાકોમાંથી આવે છે. આછો લીલો રંગ અને માથાનો ભૂરો રંગ ધરાવતી સંપૂર્ણ વિકસીત ઈયળ લગભગ 15-20 મીમી લાંબી હોય છે. ઇયળને અટડા તે ગુંચળું વળે અને ચીકણી લાગે છે. તેની ફૂદી ભૂખરા-કાળા રંગની હોય છે. શરીર ઉપર આડી-અવળી લાઇનો આવેલી હોય છે. ઇયળની ફૂદી ૩૦૦ જેટલા સફેદ-ક્રીમ રંગ ઇંડા પાનની નીચેની સપાટીએ અથવા ભીની જમીનમાં મૂકે છે. ઇંડા 2-13 દિવસમાં 1.5 મીમી. લાંબી ઈટળ બહાર આવે છે ત્યારે પીળો રંગ, ઇયળ 10-30 દિવસ, કોશેટા 10-12 દિવસ અને પુખ્ત અવસ્થામાં 42થી45 મીમી લાંબી કાળા રંગની 70 દિવસની હોય છે. એક જીવનચક્ર 48થી77 દિવસમાં પુરુ થાય છે. એક વર્ષમાં 3થી 4 જિવન ચક્ર પૂરા કરે છે.

ઇયળ દિવસે જમીનની તિરાડોમાં રહે છે. રાત્રે થડને જમીન નજીકથી કાપી કુમળા પાન-કૂંપળો ખાય છે. પાકની પાછલી અવસ્થાએ ઇયળ જમીનમાં વિકાસ પામતા બટાટાના કંદને કોરી ખાય છે. તેથી ઉત્પાદન અને ગુણવતામાં ઘટાડો જોવા મળે છે.

ઈટળને મારી નાંખવા માટે ઘાસની નાની ઢગલી કરી દેતાં તેની નીચે તે સંતાય જાય છે. તે ઢગલીઓ ઈયળ સાથે એકઠી કરી લેવામાં આવે છે. મોટાભાગની ઈટળ આ રીતે પકડી નાશ કરાય છે. ઊંડી ખેડ કરાય છે. પાકની ફેરબદલી કરાય છે. મોડા વાવેલા બાટાટામાં ઇયળનો ઉપદ્રવ વધારે હોય છે.

ઉત્તર ગુજરાતની દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ઈયળનું નુકાસન અટકાવવા માટે સાંજના સમયે ખેતરના બટાટાના પાળા તથા થડ પર કાર્બારીલ 50 ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ 20 મી.લી. દવા 10 લીટર પાણીમાં છાંટવાની ભલામણ કરી છે. અથવા એન્ડોસલ્ફાન 35 ઈસી 1.5 લિટર દવા પ્રતિ હેક્ટર 800થી 1000 લિટર પાણીમાં ભેળવી થડ પર છાંટવામાં આવે છે. લાઇટ ટ્રેપ, ફેરોમેન ટ્રેપ હેક્ટરે 10 લગાવવા કહેવાયું છે.

ગુજરાતમાં ઉગાડાતાં બટાટા ફૂકરી જાતના છે. જેમાં થડ કાપી અને બટાટાની અંદર રહેતી ઈયળ વ્યાપક નુકસાન કરે છે. શાકભાજી માટે ફૂકરી પુખરાજ, ફૂકરી ખ્યાતી, બાદશાહ છે. કાપમી પછી તરત વેચવા માટે પુખરાજ, બાદશાહ, પુષ્પકર, લૌકર, ખ્યાતી અને પ્રોસેસીંગ ચીપ્સ માટે ફૂકરી ચોપ્સો-1, ફૂકરી ચિપ્લોના-3, ફ્રેંચ ફ્રાય માટે ફૂકરી ચોપ્સોના-1, ફૂકરી સુર્યા, ફૂકરી ચંદ્રમુખી છે. આ જાત ગુજરાતના 23 તાલુકાઓમાં જ વાવવા દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયે ભલામણ કરી છે. જેમાં ડીસા, વડગામ, દાંતીવાડા, ધાનેરા, પાલનપુર, લાડોલ, વિજાપુર, નાંદોલ, દહેગામ, માણસા, ચકલાસી, વોરીયાવી, કણજરી, છાણી, લુણાવાડા, મોડાસા, પ્રાંતિજ, ધનસુરા, ઈડર, વડાલી, જામનગર, જામખંભાળીયા, અંજાર અને માંડવી તાલુકામાં બટાટા ઉગાડવાની ભલામણ છે.

છેલ્લા 11 વર્ષમાં ભારતમાં બટાટાનું ઉત્પાદન કરનારા વિસ્તારમાં 19 ટકાનો વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં 170 ટકા વધારો જોવા મળ્યો છે. 40 લાખ પરિવારો આ ક્ષેત્રે જોડાયા છે અને રોજગારી મળી છે. તેમણે ઉમેર્યું કે, બટાટા ઉત્પાદનમાં દેશમાં છેલ્લા દાયકામાં ૫૩ટકા વૃદ્ધિ થઇ છે અને પ્રતિવર્ષ ૩ ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન છે. એટલે 2050 સુધીમાં 150 ટકા વૃદ્ધિ થાય તેવું અનુમાન છે[:]