[:gj]અલ્પેશ ઠાકોરને બોલાવીને વિધાનસભાના અધ્યક્ષ જવાબ માંગશે [:]

[:gj]અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હાંકીકાઢવા માટે કોંગ્રેસે માંગણી કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા ત્રીવેદીએ જાહેરાત કરી છે કે તેઓ અલ્પેશ ઠાકોરને બોલાવશે. તેમની સમક્ષ કોંગ્રેસે માંગણી કરી છે કે ઠાકોર હવે તેમના પક્ષમાં નથી તેથી તે ધારાસભ્ય પદે રહેવા માટે નાલાયક છે. તેથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરી દેવામાં આવે. તે અંગે અધ્યક્ષે કહ્યું હતું કે તેઓ આ અંગેના આધાર મંગાવશે અને અલ્પેશ ઠાકોરને બોલાવીને તેમનો જવાબ લેવામાં આવશે.

અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા બેઠક પર ઠાકોર સેનાના ઉમેદવારને સમર્થન જાહેર કરતા કોંગ્રેસ મોવડી મંડળ તેની સામે પગલા ભરીને પક્ષમાંથી દૂર કરી દીધા છે. કોંગ્રેસ કોઇ પણ ભોગે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ આંચકી લેવા માટે પ્રયત્નો કરી રહ્યો છે.

અલ્પેશે કોંગ્રેસ પક્ષ છોડ્યા બાદ અપક્ષ ઉમેદવારને સમર્થન જાહેર કરતા કોંગ્રેસે તેની સામે પક્ષ-વિરોધી કામ કરવાનો આરોપ લગાવીને કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી પણ હટાવી દીધો હતો.

અલ્પેશ ઠાકોરને વહેલી તકે ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને અલ્પેશને ધારાસભ્ય તરીકે મીટાવી દેવા માટે રજૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોરે ત્યારે કહ્યું હતું કે, મને પ્રજાએ ચૂંટ્યો છે તેથી રાજીનામું આપવાનો સવાલ જ ઉભો થતો નથી.[:]