[:gj]આરોહણ હરિફાઈ માટે ઈડર પર્વતની પહેલી વખત પસંદગી [:]

[:gj]સાબરકાંઠા જીલ્લાની સૌથી મોટી ઓળખ એટલે ઈડરિયો ગઢ. વિશાળ શીલાઓમાં સચવાયેલી સ્થાપત્યની અનોખી ઇમારતો આવેલી અહીં છે. હવે ઇડરની આ ભવ્યતા વધુ લોકો જાણી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીમાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ૧૪થી ૧૮ વર્ષની વયના કોઈપણ યુવાનો ભાગ લઇ પોતાનું કરતબ બતાવશે. એટલે કે, હવે જુનાગઢ સ્પર્ધામાં જવાને બદલે ઘરઆંગણે જ અવસર મળશે.સૌરાષ્ટ્રના જુનાગઢમાં ગીરનાર પર યોજાતી આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે યુવાનો તલપાપડ હોય છે. જેમાં ઉત્તર ગુજરાતના સ્પર્ધકો પણ વધુ ઉત્સાહીત હોઇ ભાગ લેવા માટે થનગનતા હોય છે. જોકે, ઉત્તર ગુજરાતના યુવાનોને હવે સૌરાષ્ટ્રને બદલે ઇડરમાં આરોહણ સ્પર્ધાનો લાભ મળશે. ઉત્તર ગુજરાતીઓએ આ માટે છેક ગીરનાર નહિ જવું પડે. કેમ કે રાજ્ય સરકારે ગીરનાર બાદ આ સ્પર્ધા માટે ઈડરિયો ગઢ પસંદ કર્યો છે.અત્યાર સુધી માત્ર જુનાગઢનાં ગીરનાર ખાતે જ આ સ્પર્ધા યોજવામાં આવતી હતી. જો કે હવે ઇડરીયા ગઢનો સમાવેશ કરાતા સ્થાનિકોમાં અપાર ખુશી વધી છે. આ સ્પર્ધામાં ઇડરિયા ગઢના ૬૯૯ પગથિયાં ૨૫ મીનિટમાં ચઢવાના રહેશે. જે અંગેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જાગૃતિને કારણે ઇડરીયા ગઢ વિસ્તારમાં ખનન રોકવાના પ્રયાસને પણ વેગ મળશે તેવું માનવામાં આવે છે.

લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે વર્ષો પહેલાં આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા હતો. જેનો જન્મ ઈલ્વ દુર્ગના ડુંગરોમાં થયો હતો. આજે પણ ઈડરના ગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે. કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના ગઢવાલ તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો. જેથી વેણીવચ્છરાજનો જન્મ ઇડરમાં થયો. ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજનો વિવાહ એક નાગકન્યા સાથે થયો હતો.

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલો ઈડરિયો ગઢ 2000 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવીને બેઠો છે.[:]