[:gj]શું તમે જાણો છો કે ઝીકા અને ડેન્ગયુ માટે એક જ મચ્છર જવાબદાર છે.[:]

[:gj]ગાંધીનગર,તા.13

સમગ્ર રાજયમાં ડેન્ગયુનો રોગચાળો વકરી રહ્યો છે પરંતુ ઝીકાનો કોઈ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાવો પામે છે. ભારતમાં ઝીકા વાયરસના ફેલાવા માટે એડેસ ઈજીપ્તી નામની પ્રજાતિ મુખ્યત્વે જવાબદાર છે. આ જ મચ્છરની પ્રજાતિ ડેન્ગયુ કે યલો ફિવર માટે પણ જવાબદાર છે.

રાજયમાં પડેલા છૂટાછવાયા વરસાદને કારણે ડેન્ગયુનો રોગચાળો વકર્યો છે. છેલ્લા બે મહિનામાં છના મોત અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાત રાજય આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે જોઈએ તો સપ્ટેમ્બરથી 2500 કરતા વધુ કેસીસ નોંધાયા છે પરંતુ એક પણ કેસમાં ઝીકા વાયરસનું નિદાન થયુ નથી. ડેન્ગયુના ફેલાવા માટે જવાબદાર ઝીકા વાયરસ સૌ પ્રથમ અમદાવાદના જ એક કેસમાં જોવા મળ્યો હતો.

ઝીકા વાયરસની અસર કેવી રીતે ખબર પડે?

અમદાવાદ મહાનગરપાલિકાના મેડીકલ ઓફીસર ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષના વરસાદની ભેજવાળી આબોહવા મચ્છરોને અનુકુળ આવે છે. ડેન્ગયુ, ઝીકા કે યલોફિવરનો રોગચાળો વકરવા માટે કારણભુત બનતો ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાય છે. એડીસ ઈજીપ્તી ચોખ્ખા પાણીમાં પોતાના ઈંડા મુકે છે. આમ આ મચ્છરની પ્રજાતી વધે છે અને આ કારણે નવરાત્રી સુધી સતત પડેલા વરસાદના કારણે ડેન્ગયુનો રોગચાળો પણ વકરે છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે હાલ જે ડેન્ગયુ જેવા કેસીસ વધી રહ્યા છે તેમાં રીકવરી માટે એક સપ્તાહ કે તેથી વધુ સમય લાગી શકે છે. ઝીકા કેસ અંગે પુછતા તેઓએ કહ્યુ હતુ કે હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં નિદાન થયેલા તાવના કેસીસમાં દર્દીઓના બ્લડ સેમ્પલ પુનાની નેશનલ ઈનસ્ટીટયુટ ઓફ વાયરોલોજી ખાતે મોકલવામાં આવ્યા છે.

ઝીકાના લક્ષણો?

જીણો તાવ

માથુ દુખવુ

સાંધા અને સ્નાયુઓમાં દુખાવો

આંખ નીચેના ભાગમાં બળતરા

ઝીકા અંગે કાળજી

જો ઝીકાના લક્ષણો બે થી સાત દિવસ સુધી જોવા મળી શકે છે. આ સામાન્ય બાબત છે પરંતુ જો આ લક્ષણો વધારે દિવસો સુધી જોવા મળે તો ડોકટરની સલાહ પ્રમાણે મેડીકલ સારવાર લેવી જોઈએ.

મચ્છરની ઓળખ અને તે કયારે કરડે?

એડીસ ઈજીપ્તીના કારણે ડેન્ગયુ, કમળો તથા ઝીકા થાય છે. આ મચ્છરના પગ પર સફેદ રંગનું એક નિશાન હોય છે. આ મચ્છરો દિવસ દરમિયાન કરડે છે. આ ઉપરાંત એનોફોલિસ મચ્છરોના ડંખવાથી મેલેરિયા થાય છે.  આ મચ્છરો ડંખવાથી લાલાશ આવી જાય છે અને આ મચ્છરો સામાન્ય રીતે દિવસના 11 થી 5.30 સુધીના સમયમાં કરડતા હોય છે[:]