[:gj]અનાજમાં હળદળ રાખવાથી એક વર્ષ ખરાબ થતું નથી[:]

[:gj]ગાંધીનગર, 26 ઓગસ્ટ 2021
પાક લણ્યા બાદ આગામી ઋતુ સુધી બિયારણને સાચવવું તે ખેડૂતો માટે સૌથી મુશ્કેલ કામ છે. બીમાં જંતુ પડી જાય છે. ફૂગ લાગે છે. ખરાબ થઈ જાય છે. તેથી બીને સાચવી રાખવા માટે ખેડૂતો અનેક પ્રકારની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે. જેના કારણે બીજ સુરક્ષિત છે, પરંતુ રસાયણો આરોગ્ય માટે હાનિકારક છે. જે ખૂબ જોખમી છે. હાની રોકવા માટે વૈજ્ઞાનિકોએ સલામત અને સસ્તી રીત શોધી કાઢી છે.

બિયારણનો સ્વદેશી સંગ્રહ કર્યો છે, જે સંપૂર્ણપણે અસરકારક પણ છે. હળદરનું રક્ષણ આપીને તુવેરનાં બિયારણનો સંગ્રહ કરીને સફળતા મેળવી છે.

હળદર પાવડર, લીમડો, નીલગિરી, લીંબુ ઘાસ, તુલસીનો છોડના અલગ અગલ રસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બધા રસમાં સૌથી અસરકારક હળદર પાવડર હતો. તુવેરનાં બીજને હળદરના પાવડરમાં એક વર્ષ સુધી સાચવ્યા પછી, વિશ્વ વિદ્યાલયના ખેતરમાં બી વાવવાથી સારા પરિણામ મળ્યા હતા.

28 જાન્યુઆરી 2020 ના રોજ થાઇલેન્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ સંશોધન રજૂ કર્યું હતું. જેમાં એવોર્ડ મળ્યો હતો. સંશોધનને ICAR દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

હળદરમાં કર્ક્યુમિન જોવા મળે છે, તેથી તે કડવું છે, જેના કારણે બેક્ટેરિયા, ફૂગ, કૃમિ વધતા નથી. લગભગ એક વર્ષ સુધી બીજને સુરક્ષિત રાખી શકે છે. ખેડૂતો પોતાના ખોરાક માટે અનાજ, કઠોળ, મગફળીને આખું વર્ષ રાખે છે. હળદર પાવડરમાં સંગ્રહ કરવાથી તે સંપૂર્ણપણે રાસાયણિક મુક્ત રહે છે.

હળદરમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી માઇક્રોબાયલ ગુણ પણ હોય છે. આ કારણોસર, ઘરમાં રાખવામાં આવેલી હળદરને પણ જંતુ લાગતાં નથી. આગામી સમયમાં કર્ક્યુમિનના નેનોપાર્ટિકલ્સથી બીજને બચાવી શકાશે. ટેકનોલોજીની મદદથી નેનોપાર્ટિકલ્સ દ્વારા બીજને સાચવવાનું સરળ બનાવશે.

પરંપરા શું છે
હાલ ગુજરાતમાં પરંપરાગત રીતે હળદળનો ઉપયોગ ચોખા સાચવવામાં થાય છે.

મોટે ભાગે દિવેલ, લીમડો, રાખ, બોરીક પાવડર, પારાની ગોળી વડે પરંપરાગત રીતે અનાજ સાચવવામાં આવે છે.

ઘરમાં વર્ષ ભરનું અનાજ ભરવામાં માટે આ પદ્ધતિનો ઉપગોય થાય છે. મોંઘા અનાજ ખરાબ ન થાય તે માટે આવું કરવામાં આવે છે.

ઘઉંમાં લીમડાના પાન, દિવેલ, ડુંગળી, સૂવાદાણાની પોટલી, દીવાસળીની સળીઓને દોરા વડે બાંધીને તોરણ કરી રાખે છે. બોડુથરાના ફળ, કુવળનો થર ઘઉં સાચવવા ઉપયોગ કરે છે.
ચોખા સાચવવા માટેચૂનો, નગોડના પાન, વડના પાન, કીડામારી પાન, કુબાના પાન, કોપરાની છીણ, હળદરની પોટલી, તુલસી, ફૂદીનો, કપૂર વગેરેનો ઉપયોગ થાય છે.

મકાઈ સાચવવા માટે લીમડો, રાખ, મીઠું, રૂઝડાના પાન રાખે છે.

બાજરી, નાગલી-રાગીને સાચવવા માટે લીંબુડી, લીમડો, કુબાના ડુંડાનો ઉપયોગ કરે છે.

https://allgujaratnews.in/gj/gujarat-farmer-extracts-oil-from-waste-turmeric-leaves-make-hydro-water-farm-medicines/ 

જુવાર સાચવવા માટે આખા મરચાં રાખે છે. તેલના ડબ્બામાં ચણા નાખવાથી તેલ ખોરું થતું નથી. વળી કારેલાની છાલ લોટમાં રાખવાથી જીવાત પડતી નથી. લવિંગ અને મરચાંને પોટલીમાં કબાટમાં રાખવાથી કપડામાં જીવાત પડતી નથી.

https://allgujaratnews.in/gj/modis-magic-when-he-was-in-gujarat-spice-crop-was-3-times-when-he-went-to-delhi-it-was-reduced-to-half/ [:]