[:gj]પાકિસ્તાનના બાંગલાદેશ વિભાજનના યુદ્ધની 50 વર્ષની ઉજવાણી કોંગ્રેસ ગુજરાતમાં કરશે[:]

[:gj]ગાંધીનગર, 15 જૂન 2021

વર્ષ 1971એ ઇતિહાસના કાગળો પર એક મહત્વનું વર્ષ રહ્યું છે. જ્યાં દુનિયાના નકશામાં એક નવા દેશનો જન્મ થયો. જેનું નામ હતું બાંગ્લાદેશ. ભારતના ભાગલા પડતા પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમી પાકિસ્તાનનો જન્મ થયો. પરંતુ હંમેશા જેના સ્વભાવમાં કપટ કૂટનીતિ અને હિંસા રહી છે તેવા પશ્ચિમી પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનમાં પણ પોતાની દમનકારી નીતિઓ અપનાવી હતી. અહીં પશ્ચિમી પાકિસ્તાન ઇચ્છતું હતું કે, માત્ર ઉર્દુ અને અંગ્રેજી ભાષા જ અપનાવવામાં આવે. પરંતુ એ સમયના પૂર્વ બાંગ્લાદેશીઓને એ મંજુર ન હતું. પશ્ચિમી પાકિસ્તાન હંમેશા પૂર્વ પાકિસ્તાન ઉપર વહીવટ, આર્થિક, રાજનીતિક મુદ્દાઓ પોતાનો દબાવ કાયમ કરતો. સમયાંતરે પૂર્વ પાકિસ્તાનમાં આઝાદીના આંદોલને પોતાનો માર્ગ મોકળો કર્યો. જેમાં શેક મુજબીર રાહમનનું મહત્વનું નામ હતું.

3 ડિસેમ્બર, 1971ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ શરૂ થઈ હતી અને 16 ડિસેમ્બરે પાકિસ્તાનના 93,000 સૈનિકોએ ભારતીય સેના સામે આત્મસમર્પણ કરી લીધું.

ભારતનાં પાડોશી દેશ બાંગ્લાદેશની આઝાદી માટે સને 1971માં લડાયેલાં યુદ્ધની સુવર્ણ જયંતિની ઉજવણીનું કોંગ્રેસ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ, 1971ની 50મી જયંતી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમાયેલી રાજ્ય કક્ષાની કમિટીમાં કો-ઓર્ડીનેટર તરીકે લડાયક યુવા પ્રવક્તા અને મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

સને 1971માં ભારત દ્વારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વમાં પાકિસ્તાન સામે યુદ્ધ કરી બાંગ્લાદેશને આઝાદી આપાવવામાં આવી હતી. બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે લડાયેલાં આ ઐતિહાસિક યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં આ યુદ્ધની સુવર્ણજયંતિની ઉજવણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતિ સોનિયા ગાંધીએ ધ 50 એનિવર્સરી ઓફ બાંગ્લાદેશ લિબેરશન વૉર, 1971 કમિટીની રચના કરી તેનાં કન્વીનર તરીકે કેપ્ટને પ્રવિણ દાવરની નિમણૂક કરી છે.

આ વૉર કમિટીનાં રાષ્ટ્રીય કન્વીનર કેપ્ટન પ્રવિણ દાવરની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અધ્ય અમિત ચાવડાએ બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ 1971ની સુવર્ણ જયંતિ કમિટીની રાજ્ય કક્ષાએ રચના કરી છે.

કમિટીમાં કો-ઓર્ડીનેટર ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં આ કમિટીઓની રચના કરવામાં આવશે. તે સાથે દરેક જિલ્લામાં દર અઠવાડિયે તબક્કાવાર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં મા-ભોમની રક્ષા કરતા દેશનાં જવાનો, પૂર્વ સૈનિકો, પોલીસ મિત્રો, સ્વાતંત્ર્ય સેનાનીઓ વગેરેનો સહયોગ લઈ ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત આ યુદ્ધ સમયનાં સાક્ષી રહેલાં વિવિધ ક્ષેત્રોનાં આગેવાનોને પણ સાથે રાખી રાષ્ટ્રપ્રેમ અને શૌર્ય વધારતા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.

https://twitter.com/Himanshu_adalaj/status/1397547035482525697/photo/1

ભારત-બાંગ્લાદેશના સંબધો

ભારત અને બાંગ્લાદેશ અંદાજે 4096.7 કિ.મી. લાંબી બોર્ડર ધરાવતા પડોશી દેશો છે. તેમજ બન્ને દેશો 54 નદીઓ એકબીજા સાથે વેચે છે. ગંગા નદી આ માટેનો ઉત્તમ ઉદાહરણ છે. નદીઓની વહેંચણી માટે બન્ને દેશો દ્વીપક્ષી સંયુક્ત નદી આયોગની પણ સ્થાપના કરી છે. જેની બેઠક સમયાંતરે યોજાય છે. આ ઉપરાંત વેપાર માટે પણ બન્ને દેશો વચ્છે રોડ, જળ, હવાઈ અને, રેલવેમાં કનેક્ટિવિટી ધરાવે છે.

શેક મુજબીર રહેમાનનું સંઘર્ષ
શેક મુજબીર રહેમાને સ્વાયતતા માટે છ સૂત્રોના કાર્યક્રમની ઘોષણા કરી. આ ઘોષણાએ તેમને લોકો વચ્ચે એક આદર્શ ચહેરો બન્યો, પરંતુ તે પશ્ચિમી પાકિસ્તાનથી ન સહેવાયું. તેમના ઉપર અને તેમના નેતાઓ ઉપર અલગાવવાદીની કલમો ચલાવવામાં આવી. શેક મુજબીર રહેમાનની આવી નીડરતા અને ન્યાય માટેની લડત જોઈ ભારત સરકારે તેમને ગાંધી શાંતિ પુરુસ્કાર એનાયત કરવાનો નિર્ણય લીધો છે.

માર્ચ 1971થી જ પાકિસ્તાની સેના સમગ્ર દુનિયાનું ધ્યાન પૂર્વ પાકિસ્તાનમાં થઈ રહેલા નરસંહાર પર અને ત્યાંથી લાખોની સંખ્યામાં ભારતમાં આવી રહેલા શરણાર્થીઓ પર ગયું હતું.

8 સબમરીન ખલાસીઓ વિદેશથી ભારત પહોંચ્યા તે પછી તેમને દિલ્હીમાં રૉના એક સલામત સ્થળે તેમને રખાયા હતા. તે સમયે ભારતીય નૌકાદળના ડિરેક્ટર નેવલ ઇન્ટેલિજન્સ કૅપ્ટન એમ. કે. મિકી રૉય હતા. તેમને લાગ્યું કે આ બંગાળી નાવિકોનો ઉપયોગ પાકિસ્તાની જહાજોને નુકસાન કરીને ડુબાડવા માટે કરી શકાય છે.

આ રીતે ‘ઑપરેશન જેકપૉટ’ની શરૂઆત થઈ હતી. કમાન્ડર એમએમઆર સામંતને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. ભારત અને પૂર્વ પાકિસ્તાનની સરહદ પાસે, જ્યાં પ્લાસીનું યુદ્ધ થયું હતું, ત્યાં એક કૅમ્પ ઊભો કરાયો હતો.

કૅમ્પમાં મુક્તિવાહિનીના લડાયકોને તાલીમ આપવામાં આવતી હતી. તેને કોડ નેમ અપાયું હતું ‘કૅમ્પ ટૂ પ્લાસી’ એટલે કે ‘સી2પી’.

આ લડાયકોને ભારતમાં શરણાર્થી તરીકે આવેલા લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા.

ત્રણ અઠવાડિયાં સુધી જહાજને નુકસાન કરવા માટેની તાલીમ આપવામાં આવી. તેમાં લિમ્પેટ માઇન્સ કેવી રીતે લગાવવી અને ક્યારેય હુમલો કરવો તેની તાલીમ પણ આપવામાં આવી.

બોંબ ફોડવા માટે ફ્યૂઝ ઉપર કૉન્ડોમનો ઉપયોગ કરાયો હતો.

150થી વધારે બંગાળી કમાન્ડોઝને પૂર્વ પાકિસ્તાની સરહદમાં ઘૂસાડી દેવાયા હતા. નૌકાદળના ઇન્ટેલિજન્સના વડા અને કમાન્ડ સાવંતે નક્કી કર્યું કે પૂર્વ પાકિસ્તાનનાં ચાર બંદરો પર લાંગરેલાં જહાજો પર એકસાથે હુમલો કરવો.

દરેક કમાન્ડોને એક-એક લિમ્પેટ માઇન, નેશનલ પેનાસોનિકના રેડિયો અને 50 પાકિસ્તાની રૂપિયા આપવામાં આવ્યા.

વૉકી-ટૉકીના બદલે આકાશવાણીનો ઉપયોગ ગુપ્ત સંદેશ મોકલવા માટે કરવામાં આવ્યો હતો.
કોલકાતાના બી કેન્દ્રમાંથી આરતી મુરખજીનું ગીત વગાડાયું જેમાં સંદેશો હતો.

14 ઑગસ્ટ, 1971ની સવારે 6 વાગ્યે આકાશવાણી કોલકાતાના કેન્દ્ર પરથી હેમંત કુમારનું એક ગીત રજૂ થયું હતું, ‘આમી તોમાઈ જોતો શૂનિએ છિછિલેમ ગાન…’ જેનો મતલબ હતો કે રાત્રે જ કમાન્ડોએ ચટગાંવ સહિતનાં ચારેય બંદરો પર રહેલાં જહાજો પર હુમલો કરવાનો છે.

મુક્તિવાહિનીએ ટોયોટા પિકઅપ ટ્રકનો ઉપયોગ કરીને એકસાથે ચાર બંદરો પરનાં જહાજો પર હુમલો કરાયો હતો.

14 ઑગસ્ટ, 1971ની મધરાતે 100થી વધુ બંગાળી લડાયકોએ પોતાની લુંગી અને બનિયન ઉતારીને તરણ માટેનાં વસ્ત્રો અને પગમાં રબરના ફિન પહેરી લીધાં. ગમછાથી લિમ્પેટ માઇન્સને પોતાના શરીર સાથે બાંધી દીધા.

14 ઑગસ્ટ, 1971ની મધરાતે ચટગાંવમાં મુક્તિવાહિનીના કમાન્ડો શાહઆલમે સૌપ્રથમ પાણીમાં છલાંગ લગાવી અને એક કિલોમિટર તરીને ત્યાં લાંગરેલા પાકિસ્તાની જહાજની પાસે પહોંચી ગયા હતા. સમગ્ર ઑપરેશનની આગેવાની ફ્રાંસમાંથી ‘પીએનએસ માંગરો’થી ભાગીને આવેલા અબ્દુલ વાહેદ ચૌધરી કરી રહ્યા હતા.

લગભગ અડધા કલાક પછી રાત્રે એકને 40 વાગ્યે સમગ્ર ચટગાંવ બંદરમાં પાણીની અંદર વિસ્ફોટોનો સિલસિલો શરૂ થઈ ગયો. પાકિસ્તાની જહાજ ‘અલ અબ્બાસ’ની નીચે સૌથી પહેલો વિસ્ફોટ થયો અને થોડી જ મિનિટોમાં તે ડૂબવા લાગ્યું. પછી ‘ઓરિઍન્ટ બાર્જ નંબર 6’ અને ‘ઓરમાજ્દ’ જહાજમાં પણ પાણી ભરાવા લાગ્યું અને ત્રણેય જહાજોએ જળસમાધિ લઈ લીધી.

તે જ રાત્રે નારાયણગંજ, ચાંદપુર, ચાલના અને મોંગલા બંદરમાં પણ જોરદાર વિસ્ફોટો થયા.

સમગ્ર ઑપરેશનને કારણે પાકિસ્તાની નૌકાદળના 44,500 ટન વજનનાં જહાજો ડૂબી ગયાં. પાકિસ્તાની સેનાએ બદલો લેવા આડેધડ હુમલા કર્યા અને આસપાસનાં ગામોને ઉજ્જડ કરી નાખ્યાં.

 

 [:]