[:gj]અડવાણીએ અમિત શાહ અને મોદી પર વિચારધારાનો પ્રહાર કર્યો [:]

[:gj]2014 પછી લાંબા સમય બાદ 5 વર્ષ પછી ગાંધીનગરની બેઠક પરથી ટિકિટ કપાયા બાદ તેમને પક્ષમાંથી દૂર કરી દેવાયા હોય એવી સ્થિતી વચ્ચે 91 વર્ષના લાલકૃષ્ણ અડવાણીજીએ બ્લોગ લખી ગુજરાતના વતની અને વડાર્પધાન નરેન્દ્ર મોદી અને ગાંધીનગર બેઠક પરના ઉમેદવાર અમિત શાહની પોલ ખોલી છે. તેની પીએમ મોદી અને અમિત શાહના ચહેરા પર સહેજ પણ શરમ જોવા મળતી નથી. અડવાણીએ ખરી વાત કરતા ભાજપ ખુલ્લો પડી ગયો છે.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખીને ભાજપના સ્થાપના દિવસ પહેલાં ભાજપની વર્તમાન નેતાગીરી, કાર્યકરોને ભાજપના મૂળભૂત સિદ્ધાંતો ગાંઠે બંધાવ્યા હતા. બ્લોગમાં અડવાણીએ આડકતરી રીતે વર્તમાન સિદ્ધાંતો અને પક્ષના મૂળભૂત સિધ્ધાંતો સામે આંગળી ચીંધી હતી. ‘છઠ્ઠી એપ્રિલે આપણે ભાજપનો સ્થાપના દિવસ મનાવીશું ત્યારે પાછળ ફરીને જોવાની જરૃર છે, આગળ પણ જોવાની જરૃર છે અને સૌથી વધુ તો અંદર જોવાની જરૃર છે. ભાજપે હંમેશા વિવિધતામાં એકતાનું મહત્વ સ્વીકાર્યું છે. દેશના લોકોની, વિરોધ પક્ષોની, મીડિયાની સ્વતંત્રતા, અખંડિતતા, નિષ્પક્ષતા અને મજબૂતીની માગણી કરી છે. વિચારધારા સાથે સહમત ન થનારા કોઈ પણ પક્ષને કે વ્યક્તિને ભાજપે ક્યારેય દેશ વિરોધી કે દેશદ્રોહી ગણ્યા નથી.

અડવાણીએ અમદાવાદ અને ગાંધીનગરના  લોકોનો આભાર માનીને કહ્યું છે કે, 1991થી 6 વખત ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટી કાઢવા માટે હું ગાંધીનગરના લોકોનો આભારી છું. 14 વર્ષની વયથી સંઘ સાથે જોડાયેલો છું. તે પછી જનસંઘનો સ્થાપક સભ્ય રહ્યો હતો. ભાજપનો સ્થાપક સભ્ય હતો. દિનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાઓ સાથે કામ કર્યું હતું. મારા માટે સૌથી પહેલા ક્રમે દેશ આવે છે. તે પછી બીજા ક્રમે પક્ષ અને સૌથી છેલ્લે મેં મારી જાતને મૂકી છે. મેં આ નીતિને હંમેશા અનુસરી છે.

અડવાણીએ વૈવિધ્ય સ્વીકારીને લોકશાહીનું સન્માન આપવાની શિખામણ પક્ષના હાલના નેતાઓ અમિત શાહ અને નરેન્દ્ર મોદી અને કાર્યકરો આપી હતી. ભાજપના વર્તમાન નેતૃત્વ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની કાર્યશૈલી બાબતે દિશા બતાવી છે. ભાજપના નેતાઓ વિપક્ષોને દેશવિરોધી ગણાવીને સભાઓ ગજવી રહ્યાં છે.

ગુરુ અડવાણી સાથે ગેરવર્તન કરનારા ચેલા મોદી દેશને હિન્દુધર્મ ન શીખવે છે એવો કટાક્ષ રાહુલ ગાંધીએ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં ગુરુનું ખાસ મહત્વ ગણવામાં આવ્યું છે. કારણ કે હિંદુ ધર્મમાં તો ગુરુને સન્માન આપવાની પરંપરા છે, જ્યારે મોદીએ તો તેમના ગુરુને સાઈડલાઈન કરીને ગેરવર્તન કર્યું છે.

કોંગ્રેસે રાજદ્રોહની કલમનો ગેરઉપયોગ માંગણી માટે આંદોલન કરનારાઓ માટે થઈ રહ્યો છે. પાટીદાર આંદોલન સમયે પાટીદારોને થયેલા અન્યાય અંગે અવાજ રજૂ કરનાર હાર્દિક પટેલ અને બીજા ચાર નેતાઓ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ આવૃત્તિના તંત્રી પર ભાજપની ગુજરાત સરકારે રાષ્ટ્રદ્રોહી ચિતર્યો હતો અને રાષ્ટ્રદ્રોહના ગુનાની કલમો લગાવી હતી.

ભારતીય લોકતંત્રનો સાર તેની વિવિધતા અને અભિવ્યક્તિની આઝાદી છે. બીજેપીએ શરૂઆતથી રાજનીતિક તરીકે તેનાથી અલગ વિચાર રાખનારાઓને પોતાના દુશ્મન માન્યા નથી. આવી જ રીતે, ભારતીય રાષ્ટ્રવાદની આપણી કલ્પનામાં, અમે રાજનીતિક તરીકે અસંમત રહેતા લોકોને ક્યારે ‘દેશ-વિરોધી’ ગણ્યા નથી. એવું કહીને અડવાણીએ સીધો નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહાર કર્યો છે.[:]