[:gj]અમદાવાદમાં તબીબોએ દેખાવો કર્યા [:]

[:gj]નેશનલ મેડિકલ કમિશન બનાવવાના વિરોધ કરીને ડોકટર્સ એસોસિએશનો વિરોધ કરી રહ્યાં છે. આ માટે અમદાવાદમાં તબીબોએ દેખાવો કર્યા હતા. જુનિયર ડોકટર્સ એસોસિશને નેશનલ મેડિકલ કમિશનની રચના તથા હોસ્પિટલોમાં  થતી હિંસાને લઈને અનેકવાર ધરણા અને દેખાવોના કાર્યક્રમો પણ અગાઉ આપ્યા છે અને આ બંને કોલેજમાં અને હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા. 

સેન્ટ્રલ હોસ્પિટલ પ્રોટેકશન એકટ બનાવવા ડોકટરોની ઉગ્ર માંગ છે. ઈન્ડિયન મેડિકલ એસો.ની નવા કાયદા સાથે કાયદામાં સુધારાની માંગણી કરવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને હોસ્પિટલોમાં ડોકટરો પર થતા હુમલાઓ અને હિંસાને લઈને દેશમાં સેન્ટ્રલ હોસ્પિટલ પ્રોટેકશન એકટ નામનો નવો કાયદો  લાવવાની માંગ કરી છે.

ઉપરાંત ગાયનેકોલોજીસ્ટ માટે સોનોગ્રાફી સહિતના ટેસ્ટને લગતા હાલના પીસી એન્ડ પીએનડીટી એકટમા સુધારો કરવાની માંગ કરાઈ  છે.

દર્દીઓ દ્વારા ફોર્મ અને રજિસ્ટ્રેશનમાં કરાતી ભૂલને લઈને ડોકટરોને દંડવામાઆવતા હોઈ અને હેરાન કરવામા આવી રહ્યા હોઈ આ કાયદામાં સુધારો કરવામાં આવે અને જે ડોકટરો કાયદાનો દૂરુપયોગ કરે છે તેઓની સામે કડક તપાસ કરીને પગલાં લેવામાં આવે.

એસોસિએશને સરકારના કિલનિકલ એસ્ટાબ્લિશમેન્ટ  એકટ સામે ઉગ્ર વિરોધ કર્યો છે. જેનાથી મોટી કોર્પોરેટ હોસ્પિટલો જ બનશે અને ગરીબોને નાના દવાખાનાઓમાં સારવાર નહી મળે.

ડોકટરોની બેદરકારીના કિસ્સામાં ડોકટરોને જે આર્થિક દંડ અપાય છે તેને લઈને સરકાર કન્ઝુયમર પ્રોટેકશન એકટમાં સુધારો કરીને ડોકટોરને અપાતા આર્થિક દંડમાં નિશ્યિત રકમ નક્કી કરે. આ મુદ્દાઓ સાથે દેશભરમાં આંદોલન કરી રહ્યાં છે.[:]