[:gj]ગુજરાતના 15 સાંસદો સાથે કોંગ્રેસની સરકાર બનાવીશું – અહેમદ પટેલ [:]

[:gj]અહેમદ પટેલે ગુજરાતમાં 15 જેટલી બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેમાં સૌરાષ્ટ્રની 5-6 બેઠકો જીતવાનો પણ દાવો કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી એહમદ પટેલે રાજકોટ ખાતે જણાવ્યું હતું. રાજકોટમાં તેમને પ્રચાર કરવા જવાની કોઈ જરૂર ન હોવા છતાં અહેમદ પટેલ ગયા હતા. આમેય સૌરાષ્ટ્રના લોકો આ વખતે 7 બેઠક માંથી મોટા ભાગની બેઠક કોંગ્રેસને આપવાના છે ત્યારે તેઓ શા માટે રાજકોટ દોડી ગયા તે એક સવાલ હંમેશની જેમ ઊભો છે. તેઓ જ્યારે આવો કોઈ પ્રવાસ કે નિવેદન કરે છે ત્યારે તેનો ભાજપના નેતાઓ કોમી લાગણી ઉશ્કેરવામાં હંમેશની જેમ શરૂઆત કરી દેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલનો ઉપયોગ હિન્દુઓના મત મેળવા માટે કર્યો છે.

નોટબંધીએ સૌથી મોટુ બ્લન્ડર હતું અને તેની ઈકોનોમી ઉપર વિપરીત અસરો થઈ છે. એવી જ રીતે જીએસટીના આકરા દરો પણ મુશ્કેલી વધારનારા સાબિત થયા છે.અમે 400થી વધુ બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા છીએ અને સાથી પક્ષો સાથે મળી સરકાર બનાવવાના આશાવાદી છીએ. અમારી સરકાર આવશે તો વર્તમાન કેન્દ્ર સરકારે આચરેલા કૌભાંડોની ન્યાયીક તપાસ કરાવીને યોગ્ય પગલા લઈશું.

આતંકવાદીઓને ભાજપ કંદહાર મૂકવા ગયો હતો. તો દેશમાટે શહીદ થનાર હેમંત કરકરેને ભાજપના ઉમેદવારો દેશદ્રોહી ગણાવી રહ્યા છે. તે કેટલું વ્યાજબી છે? કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે.તેથી હવે અમે ટિકિટો આપવામાં વધારે કાળજી રાખીશું. ભાજપ પાર્ટીમાંથી નેતાઓને તોડીને તેમને મંત્રી પદ કરતા પણ વિશેષ લાલચ આપવાનો આક્ષેપ કર્યો હતો.

નરેન્દ્ર ભાઈ 23મી પછી માજી વડાપ્રધાન હશે. જે પણ સત્તામાં પાર્ટી હોય તેને જનતાને હિસાબ આપવો જોઈએ. ભાજપ સત્તામાં રહીને કોંગ્રેસ પાસે હિસાબ માગે છે. ગુજરાતના ખેડૂતોએ રૂ.3500 કરોડ જેવું પ્રિમિયમ ચૂકવ્યું હોવા છતા ખેડૂતોને રૂ.900થી 1000 કરોડનો જ પાકવીમો ચૂકવાયો છે, પાકવીમા કંપનીએ હળહળતો અન્યાય કર્યો છે. હાલ GSTના કારણે વેપારીઓ પરેશાન છે. વિદ્યાર્થી, બહેનો, ખેતમજૂર, આદિવાસી, દલિત પરેશાન છે. હવે મારું માનવું છે કે, BJPના નેતૃત્વવાળી સરકારને જનતા બીજી ટર્મ નહીં આપે.

હાર્દિક પરના હુમલા  અંગે તેમણે કહ્યું હતું કે, દરેક પક્ષોએ સૈદ્ધાંતિક લડાઈ લડવી જોઈએ, હિંસક હુમલો યોગ્ય નથી.

ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા ગતકડાં કરે છે.

અહેમદ પટેલે ઉમેર્યુ “જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે ભાજપ 150-160 સીટ નહીં લાવી શકે તેમના સાથી મિત્રો સાથે મળીને તે દેશમાં 200 સીટ નહીં લાવી શકે. ભાજપ એક તરફ સિદ્ધાંતની વાત કરે છે અને બીજી બાજું લોકશાહીની ઢબે ચૂંટાયેલા ધારાસભ્યોને તોડે એ યોગ્ય નથી.[:]