[:gj]આજથી 200 વર્ષ પહેલાં એવું શું થયું કે કચ્છ રણ બની ગયો ? [:]

[:gj]200 વર્ષ પહેલાં કચ્છમાં ડાંગર પાકતી હતી. 1819માં ત્યાં ધરતીકંપી આવ્યો અને કચ્છને બરબાદ કરી નાંખ્યું હતું. આજે તેને બરાબર 200 વર્ષ થયા છે. કોરીનાળની પશ્ચિમે આવેલ મોટા વિસ્તારની જમીન નીચે નમી જતાં ત્યાં એકાએક ખારું પાણી ફરી વળ્યું હતું. તેથી લખપતની ઉત્તરે આવેલા છછઇ પ્રદેશનાં ડાંગરનાં ખેતરોની ફળદ્રુપતા ચાલી ગઇ હતી. પછી કચ્છમાંથી હીજરત ચાલુ થઈ હતી. અને કચ્છી સમાજ દુનિયાભરમાં ફેલાઈ ગયો હતો. કચ્છ એક રણ પ્રદેશ બની ગયો હતો.

16મી જૂન 1819ના ભૂકંપ વખતે અલ્લાહબંધ વિસ્તારમાં વિનાશ પામેલા વહાણનો પ્રમુખ સ્તંભ મળી આવતાં 100 કિલો વજનનો આ સ્તંભ કચ્છ યુનિવર્સિટીના મ્યૂઝિયમમાં ગેલેરીમાં મૂકાયો હતો. આ ઉપરાંત કરીમશાહી તથા વિઘાકોટ વિસ્તારોમાં અનેક પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયા હતા. આઇ.આઇ.ટી.-ખડગપુરના પ્રો. અનિંદય સરકારે કચ્છને પસંદ કરતાં કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાર્યનમેન્ટલ સાયન્સ વિભાગ દ્વારા કચ્છના છેલ્લા 20000 વર્ષના ક્લાઇમેટ ચેન્જ તથા વિવિધ સભ્યતાઓના ચઢાવ-ઉતાર ઉપર ગહન સંશોધન કરાઇ રહ્યું છે.

1 કચ્છ ગુજરાતનાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું છે. એની અંદર ઉત્તરે મોટા રણનો અને પૂર્વે તથા દક્ષિણપૂર્વે નાના રણનો સમાવેશ થાય છે. કચ્છની દક્ષિણે કચ્છનો અખાત તથા સૌરાષ્ટ્રના ઉત્તર અને ઉત્તરપૂર્વ ભાગ આવેલા છે તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. મોટા રણની ઉત્તરે સિંધ (પશ્ચિમ પાકિસ્તાન) છે; મોટા અને નાના રણની પૂર્વે ઉત્તર ગુજરાતનો પ્રદેશ આવેલો છે. કચ્છનો કુલ વિસ્તાર લગભગ ૪૪,૧૮પ.૪ ચો.કિ.મી. (૧૭,૦૬૦ ચો.મા.) હતો, એમાં મુખ્ય ભૂમિનો વિસ્તાર ર૦,૮૭પ.૪ ચો.કિ.મી. (૮,૦૬૦) ચો.મા.) છે, જ્યારે રણનો વિસ્તાર લગભગ ર૩,૩૧૦ ચો. કિ.મી. (૯,૦૦૦ ચો.મા.) હતો. આ પ્રદેશ કાંઠા પાસેનો ભીની અને પોચી જમીનવાળો હોવાથી એનું કચ્છ નામ પડ્યું છે.

ર કચ્છનાં રણ એ રેતીનાં નહિ, પણ ખારાપટના વેરાન પ્રદેશ (ઇરિણ) છે. આ પ્રદેશ ઘણા છીછરા છે ને ચોમાસામાં એમાં બધે પાણી ફરી વળે છે. એક બાજુ નદીઓ અને અને વહેળાઓનાં પાણી ઠલવાય છે ને બીજી બાજુ ભરતી અને પવનને લઇને સમુદ્રનું જળ લાંબે સુધી અંદર ફેલાય છે.

૩ પરિણામે રણનો ઘણો ભાગ ત્યારે જળબંબાકાર થઇ જાય છે ને કચ્છનો વસ્તીવાળો પ્રદેશ ટાપુ જેવો બની રહે છે.
હાલ જ્યાં કચ્છનાં રણ આવેલાં છે ત્યાં પુરાતન કાળમાં સમુદ્રનાં નીર વહેતાં હતાં એવું દર્શાવતી નિશાનીઓ મળે છે.

૪ પછી વેદકાલીન સરસ્તી કચ્છના પૂર્વ ભાગમાં થઇ વહેલી ને સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલા સમુદ્રને મળતી એવું ય માલૂમ પડે છે.

પ પૂર્વમાંથી આવતી લૂણી નદી પશ્ચિમે છેક કોરીનળ સુધી વહી અરબી સમુદ્રને મળતી ને એવી રીતે બનાસ નદી પણ પશ્ચિમે આગળ વધી કચ્છના અખાતને મળતી એવંુ ય સંભવિત લાગે છે.

૬ સિંધુ અને બીજી કેટલીક નદીઓ કચ્છની ઉત્તરે સમુદ્રસંગમ કરતી. એમાંની કોઇ નદીઓ અધવચ લુપ્ત થઇ ગઇ, તો કોઇ નદીઓ વહેણ બદલી સિંધુમાં ભળી ગઇ.

૭ સિંધુના મુખ પણ સમય જતાં વધુ ને વધુ પશ્ચિમ તરફ ખસતાં ગયાં. છેવટે એનો પૂરણ નામે એક ફાંટો જ કચ્છમાં બાકી રહ્યો, જે કચ્છના પશ્ચિમ ભાગમાં થઇ અરબી સમુદ્રને મળતો. સિંધુ નદીના મુખની એ પૂર્વ શાખાનું વહેણ પણ ઇ.સ. ૧૭૬૪માં ઝારાના યુદ્ધ પછી સિંધના અમીર ગુલામશાહે મોરામાં બંધ બાંધીને કચ્છમાં આવતું અટકાવી દીધું.

૮ પરિણામે લખપતની ઉત્તરે આવેલા છછઇ પ્રદેશનાં ડાંગરનાં ખેતરોની ફળદ્રુપતા ચાલી ગઇ. સિંધના અમીરોનું રહ્યુંસહ્યું કામ ૧૮૧૯માં ધરતીકંપના કુદરતી ઉપદ્રવ વડે પૂરું થયું. કોરીનાળની પશ્ચિમે આવેલ મોટા વિસ્તારની જમીન નીચે નમી જતાં ત્યાં એકાએક ખારું પાણી ફરી વળ્યું અને સાથે સાથે મોટા રણમાં પ.પ મીટર (૧૮ ફૂટ) ઊંચો, ૮૦ કિ.મી. (પ૦ માઇલ, લાંબો અને ૧૬ થી ર૪ કિ.મી. (૧૦ થી ૧પ માઇલ) પહોળો જમીનનો વિસ્તાર ઊંચો ઊપસી આવતાં, સિંધુનાં વહેણ આડે, એવો કુદરતી બંધ બંધાઇ ગયો કે સિંધુનાં પાણી હંમેશને માટે કચ્છમાં આવતા અટકી ગયાં. આનાથી સિંધને વધુ લાભ થયો ને તેથી ત્યાંના લોકોએ એને અલ્લાહજો બંધ (અલ્લાહનો બંધ) તરીકે બિરદાવ્યો. નદીઓના કાંપથી અને ધરતીકંપથી આમ દરિયાની ખાડી તથા નદીઓનાં પાત્ર પુરાતાં ગયાં ને કચ્છનો એ પ્રદેશ ફળદ્રુપ મરી ખારોપાટ થવા લાગ્યો.

૯ ચોમાસામાં જળબંબાકાર થતો એ પ્રદેશ શિયાળામાં સુકાવા માંડે છે ત્યારે એની સપાટી ઉપર તથા એની નીચેના સ્તરમાં ખારના પોપડા જામે છે. રણનો ખારથી છવાયેલો ભાગ ખારો કહેવાય છે. જ્યાં રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલો કાળો અને ઘણો કડવો ક્ષાર હોય છે તે જમીનને ખારીસરી કહે છે. રણનો ઊંચો ભાગ  લાણાસરી  કહેવાય છે. એ જમીન ચોમાસા પછી લાંબા વખત લગી સુકાતી નથી ને એના પર ધોળી છારી બાઝે છે. ઝાકળ પડતાં એ તરત જ ભીની થઇ જાય છે. મોટું રણ પૂર્વપશ્ચિમ લગભગ રપ૬ કિ.મી. (૧૬૦ માઇલ) લાંબું અને ઉત્તરદક્ષિણ લગભગ ૧ર૮ કિ.મી. (૮૦ માઇલ) જેટલું પહોળું છે. નાનું રણ પૂર્વપશ્ચિમ લગભગ ૧ર૮ કિ.મી. (૮૦ માઇલ) લાંબુ અને ઉત્તર દક્ષિણ ૧૬ થી ૬૪ કિ.મી. (૧૦ થી ૪૦ માઇલ) પહોળું છે.

૧૦ રણમાં ઝાંઝવા દેખાય છે. મોટા રણને દક્ષિણ કિનારે ત્રણ મોટા ટાપુ આવેલા છે પચ્છમ, ખડીર અને પ્રાંથડ (બેલા). પચ્છમમાં દક્ષિણે બન્નીનો રણદ્વીપકલ્પ છે. કચ્છની મુખ્ય ભૂમિમાં ભૂજ તાલુકાની ઉત્તરે બન્ની અને ખાવડાનો બનેેલો પચ્છમ નામે પ્રદેશ આવે છે, જેમાં વસ્તી ઘણી ઓછી છે. આ પ્રદેશની ત્રણ બાજુએ મોટું રણ આવેલું છે. ચોમાસામાં એની દક્ષિણે પાણી ભરાતાં એ ટાપુ થઇ જાય છે. વાગડની ઉત્તરે પ્રાંથડ નામે એવો દ્વીપકલ્પ છે, જે પણ ચોમાસામાં ટાપુ બની જાય છે. એનું મુખ્ય ગામ બેલા છે. ખાવડા અને પ્રાંથડની વચ્ચે ખડીર નામે ટાપુ આવેલો છે. એની ચારે બાજુ રણ આવેલું છે, જેમાં ચોમાસામાં પાણી ભરાઇ જાય છે.

ઈ.સ. પૂર્વે 300ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પંજાબમાથી કુર્મી ક્ષત્રિયોઓનાં ટોળાંઓએ પ્રવેશ કરેલો જણાય છે. આ ટોળાં સિંધ, રાજસ્થાન અને રાધનપુરના માર્ગોથી કચ્છમાં દખલ થયેલા જણાય છે.આ ટોળાઓમાં લોર અને ખારી બંને કૂર્મીઓ હતા એટલે કચ્છમાં શરૂઆતથી જ લેઉઆ અને કડવા એમ બંને જ્ઞાતિઓના પાટીદારો વસતા હતા અને ખેતી કરતા હતા.[:]