[:gj]ઊંઝામાં આશાનું ગણીત ઊંધું પડતાં ભાજપ ઊંધા માથે, પક્ષ સામે બળવા તેવી સ્થિતી  [:]

[:gj]ઊંઝામાં ઊંધું – દિલીપ પટેલ – વિશ્લેષણ

ઊંઝા ભાજપના શક્તિશાળી નેતા નારણ પટેલે 2 માર્ચ 2019ના દિવસે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાને ભોજન પર આમંત્રીને રાજકીય દાવ ખેલ્યો હતો. 3 માર્ચે નારણ પટેલે કહ્યું હતું કે, ભાજપે સહકારી મંડળીઓ રદ કરવાનું અને ઊંઝા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં મારી સાથે જે કર્યું તેબરાબર નથી કર્યું. હવે હું કોર્ટ રાહે સરકાર સામે લડી લેવાનો છું. પક્ષમાં રહીને આ બાબતે વાત કરીશ.

આમ ભાજપ મહેસાણા લોકસભા જીતવા માટે આશા પટેલને લાવીને હવે ભાજપના બે નેતાઓ પોતાના જ ચક્રવાતમાં ફસાયા છે. તેમાં એક છે પક્ષ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી અને બીજા છે ભાજપના મહામંત્રી કે. સી. પટેલ. આશા પટેલને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવેલા જીતેન્દ્ર વાઘાણી અને કે. સી. પટેલ સામે મહેસાણામાં મોરચો ખુલ્યો છે. કાર્યકરોમાં બળવો થાય એવી સ્થિતી છે.

ઊંઝા ગંજબજારનું ગણિત કાચું પડ્યું

જ્યાં સુધી આશા પટેલને ભાજપમાં પક્ષાંતર કરાવીને લાવવામાં આવ્યા ત્યાં સુધી પક્ષના ઘણાં કાર્યકરોને વાંધો ન હતો. પણ આશા પટેલ અને તેમના મિત્ર દિનેશ પટેલને ઊંઝા ગંજ બજારમાં લાવવા માટે જે રાજકીય કાવાદાવા જીતેન્દ્ર વાઘાણી, કે સી પટેલ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યા છે તેનાથી સમગ્ર મહેસાણામાં ગણિત ભાજપ સામે થઈ જતાં સરવાળે નુકસાન થયું છે.

21 મંડળીઓ રદ થતાં કાર્યકરો બળવાના માર્ગે

આમ ત્રીજો મોરચો હવે સરકાર સામે ખુલી ગયો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ઊંઝાના વેપારીઓ અને ભાજપના કાર્યકરો મળીને ઊંઝા ખેત ઉત્પન્ન બજારની મતદાતા એવી 21 સહકારી મંડળીઓની યાદી આપીને કહ્યું હતું કે, આ 21 મંડળીઓ જીતેન્દ્ર વાઘાણી અને કે સી પટેલ સગાવાદ ચલાવવા માટે રદ કરી રહ્યાં છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે હું વચન આપીશ કે આવું નહીં થાય.

મુખ્ય પ્રધાને ફોન કેમ કર્યો

ત્યારે તુરંત આગેવાનોએ કહ્યું કે તો તમે જીતેન્દ્ર વાઘાણીને ફોન કરીને કહો કે સહકારી મંડળીઓ રદ નહીં થાય. ત્યારે બધાની હાજરીમાં જીતેન્દ્ર વાઘાણીએ પહેલાં તો કહ્યું કે જે થાય છે તે થવાદો ત્યારે મુખ્ય પ્રધાને ફોન પર આવું કહ્યું કે તો તેની ખરાબ અસર પડશે. પક્ષ માટે સારું નહીં થાય. મુખ્ય પ્રધાનની વાત માર્ચ મહિનાથી સાચી પડી રહી છે.

મુખ્ય પ્રધાનનું વચન ફોક કરતાં પ્રમુખ

મુખ્ય પ્રધાનના વચન છતાં જીતેન્દ્ર વાઘાણી અને કે સી પટેલે ઊંઝાની 21 મંડળી રદ કરી દીધી. તેથી હવે સમગ્ર મહેસાણા જિલ્લો ભાજપ સામે થઈ ગયો છે. ઊંઝાના વેપારી વર્ગ ગુંડા ટોળકી હવે APMC પર કબજો જમાવવા માટે ખેલ કરી રહી છે. તેથી નારાજ છે. ભાજપના કાર્યકરો જેમાં જોડાયેલા છે એવી આ 21 સહકારી મંડળી રદ થતાં ભડકો થયો છે. હવે આશા પટેલનો અને ભાજપના ટોચના નેતાઓનો વિરોધ શરૂ થયો છે. જેમાં શંકરસિંહ વાઘેલાએ નારણ પટેલના ઘરે જઈને ભોજન લીધું તેનાથી ભાજપ સામે મુશ્કેલી ઊભી થઈ રહી છે. જોકે, નારણ પટેલ કહે છે કે શંકરસિંહ સાથે તો મારે કૌટુંબિક સંબંધો છે. તે નાતે મારા ઘરે તેઓ આવ્યા હતા. જેમાં કોઈ રાજકીય વાત ન હતી. અંગત સબંધોનો નાતો હતો. નારણ પટેલના 60 હજાર મત એવા છે કે જે કાયમ તેની સાથે જ રહ્યાં છે. તેથી મહેસાણા લોકસભા ભાજપ હારે તે માટે તખ્તો તૈયાર થઈ ગયો છે.

આશા પટેલના કાર્યકરોનો ભાજપનો ખેસ પહેરવા ઈન્કાર

ભાજપ દ્વારા પાકિસ્તાન સામે વિજય થયો તેની ઉજવણી માટે વિજય સંકલ્પ રેલી 2 માર્ચે હતી. જેમાં આશા પટેલ તેના 5 કાર્યકરોને લઈને આવ્યા હતા. ભાજપના કાર્યકરોએ તે બધાને કેસરી ખેસ પહેરવા ગયા તો તેમના કાર્યકરોએ ખેસ પહેરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. તેથી મહેસાણા જિલ્લા ભાજપમાં આ અંગે ફરિયાદ કરીને તેના પુરાવા રૂપે વિડિયો પણ આપવામાં આવ્યા હતા. પક્ષ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે આશા પટેલ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા ત્યારે તેમણે કહ્યું હતું કે, મારી સાથે 1500 કાર્યકરો જોડાયા છે. પણ અહીં તો રેલીમાં 5 બાઈક લઈને આવ્યા હતા. આશા પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહેવાના બદલે બહારથી ફોટો પડાવીને નિકળી જવું પડ્યું હતું.

આંતરિક વિરોધ વધી ગયો

તેઓ ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપવા જાય છે ત્યારે તેમની સામે વિરોધ થાય છે. અગાઉ ભાજપની બેઠક હતી તેમાં બધા કાર્યકરોએ વિરોધ કરતાં આશા પટેલ, કે સી પટેલે તે બેઠક છોડીને ભાગી જવું પડ્યું હતું. તેઓ ભોજન લેવા પણ રોકાયા ન હતા. તેમને વેવાઈ વાદ નડી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર દિનેશ પટેલ એ કે સી પટેલના વેવાઈ થાય છે. અને આશા પટેલના તેઓ મિત્ર છે. તેમને ભાજપમાં લાવવા માટે ઊંઝા APMCના અધ્યક્ષ બનાવવાનું કે સી પટેલ અને જીતેન્દ્ર વાઘાણીએ વચન આપ્યું છે. જેના સામે મુખ્ય પ્રધાનનો વચન ભંગ પણ થયો છે.

આ બધા કારણસર મહેસાણા ભાજપમાં આશા પટેલને લાવીને મહેસાણા લોકસભા બેઠક હારમાંથી જીતમાં ફેરવવા માટે જે આયોજન હતું તે ઊંધું પડી રહ્યું છે. [:]