[:gj]કલોલમાં ૨૦ એકર જમીનમાં ઇન્ડીયન ઇનસ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સને મંજૂરી [:]

[:gj]5 હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપી ૭૦%ટકા તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ કરાશે

ગાંધીનગર, 14 જાન્યુઆરી 2020
રાજ્યના વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ થકી રોજગારી મેળવી શકે તે માટે ૨૦ એકર જમીનમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ખાતે રાષ્ટ્રિય કક્ષાની ‘‘ઇન્ડીયન ઇનસ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સ’’ (IISS) સંસ્થાનું નિર્માણ કરાશે. ભારત સરકારના Skill Developnebt and Enterpreneuship મંત્રાલય હેઠળના National Skill Development Corporation (NSDC) દ્વારા કૌશલ્ય નિર્માણ પ્રવૃત્તિને વેગ આપવા માટે વિશ્વસ્તરીય કૌશલ્યની તાલીમ પ્રદાન કરી શકે તેવી રાષ્ટ્રમાં કાનપુર, મુંબઇ અને અમદાવાદ એમ કુલ ૩ સ્થળોએ Indian Institute of Skills (IISs) નામની કૌશલ્ય નિર્માણ સંસ્થાની સ્થાપનાને મંજૂરી મળી છે.

દર વર્ષે ઓછામાં ઓછા ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને તાલીમ અપાશે. એમ રોજગાર અને તાલીમ નિયામક દ્વારા  જેમાંથી ઓછામાં ઓછા ૭૦ ટકા તાલીમાર્થીઓનું પ્લેસમેન્ટ કરવાના પ્રયાસો કરાશે. ધો.૧૦ અથવા ૧૨ પછી સીધા કૌશલ્ય શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને સંતોષી શકે તેવી સુવિધાઓ હશે.

ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ (TEDT)ના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની સ્કીલ ડેવલપમેન્ટ સંસ્થા ‘ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કિલ્સ’ (IISs)અમદાવાદની સ્થાપના કરવામાં આવી રહી છે

સંસ્થાની સ્થાપના ભારતમાં IIT તથા IIMના આંતરરાષ્ટ્રીય સ્તરને ધ્યાને લઇને વિશ્વસ્તરીય કૌશલ્ય તાલીમ કેન્દ્ર બનાવવાના મુખ્ય ઉદેશથી કરવામાં આવી રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા કૌશલ્ય તાલીમ માટે અખત્યાર કરવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિ અનુસારની તાલીમ આપવામાં આવશે. પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ અભિગમથી કાર્યરત રહેશે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને ઉધોગો સાથે સંકળાયેલી અદ્યતન ટેકનોલોજી અને ઉપકરણોને અનુરૂપ તાલીમ આપવામાં આવશે. જે અન્ય તાલીમી સંસ્થાઓ કરતા વિશિષ્ટ પ્રકારની સંસ્થા હશે.

શિલાન્યાસ ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ સ્થળ પર જઈને નહીં પણ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી કરાશે. મહાત્મા મંદિર ખાતે એમીરીટ્સ અધ્યક્ષ ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન ટાટા તથા ટાટા સન્સના અધ્યક્ષ નટરાજન ચંદ્રશેખરન હાજર રહેશે.[:]