[:gj]કાળા કામો કરતા કમળ પતિ જીતુ વાઘાણી, ધારાસભ્ય ધવલના ભ્રષ્ટાચારને છાવરે છે[:]

[:gj]હિંમતનગર પોલીસમાં ધવલ ઝાલા સામે 40 લાખની ખંડણીની અરજી

અલ્પેશ ઠાકોરનાં નજીકનાં અને બાયડ બેઠક પર કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા ધવલ ઝાલા પણ હવે ભાજપમાં જવાની તૈયારીઓમાં છે. ભાજપ રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે ધવલ ઝાલાને પાર્ટીમાં લેવાની તૈયારીમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે, ત્યારે ધવલ ઝાલાના ખોટા કામો દબાવવા ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી મેદાનમાં આવી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જે મોદી સરકાર ભ્રષ્ટાચાર હટાવવા અભિયાનો ચલાવવાની વાતો કરે છે, તેમના જ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ધવલ ઝાલાનાં કાળા કામોને દબાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં એક વાઇરલ ઓડિયો ટેપમાં અમદાવાદ ભાજપના નેતા જગદીશ પટેલ કહી રહ્યાં છે કે ધવલ ઝાલા ભાજપમાં આવે છે એટલે તેમને ડિસ્ટર્બ ન કરવા જોઇએ, તમારૂ જે હશે તે સમજી લઈશું, તેવું તેમને જીતુ વાઘાણીએ કહ્યાંનો દાવો કર્યો છે.

ભાજપ નેતા જગદીશ પટેલ અને એક પત્રકાર વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ટેપમાં ધવલ ઝાલાની અમદાવાદનાં નરોડા સ્થિત કોલેજ અને પેટ્રોલ પંપમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલું હોવાનું સામે આવ્યું છે, તેની સામે પગલા લેવા તેમને જે તે વિભાગોમાં લેખિતમાં પણ જાણ કરી છે. 2017માં વિધાનસભા ચૂંટણી વખતે ઝાલાના પેટ્રોલ પંપને સીલ કરી દેવાયો હતો. ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દે જગદીશ પટેલ આગળ કાર્યવાહી કરે તે પહેલા જ ભાજપમાંથી તેમના પર દબાણ થઇ રહ્યું છે. આ એ જ ધવલ ઝાલા છે, જેની સામે થોડા મહિનાઓ પહેલા હિંમતનગર પોલીસ સ્ટેશનમાં 40 લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ કરાઇ હતી, બાદમાં સમાધાન કરવામાં આવ્યું હતુ, હવે તેમને કોંગ્રેસ રાખવા તૈયાર નથી, ત્યારે તેઓ વિધાનસભામાં ભાજપના નેતાઓને મળવા આંટાફેરા કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપ માટે કહીએ તો સત્તા માટે ભાજપ કંઇ પણ કરી શકે છે અને ભ્રષ્ટાચારીઓ, ખંડણીખોરો પણ ભાજપમાં જઇને પવિત્ર થઇ જાય છે.[:]