[:gj]ગાંધીનગરમાં કુંવરજી બાવળીયાએ ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી[:]

[:gj]લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હવે ભાજપના નેતાઓ પણ ચૂંટણી પ્રચારને લઇને અત્યારથી મેદાને ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હવે ઠાકોર સમાજને થતા અન્યાયને લઇને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા મેદાને આવ્યા છે. ગાંધીનગર સ્થિત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના નિવાસ સ્થાને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકના કારણે કુંવરજી બાવળીયા અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડું પાડીને ઠાકોર સમાજ અને કોળી સમાજના લોકને સાથે રાખીને શક્તિ પ્રદર્શનની તૈયારીઓ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખની છે કે, કુંવરજી બાવળીયાએ સૌરાષ્ટ્રમાં કોળી સમાજના સંમેલનનું આયોજન કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતુ અને હવે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને અને કોળી સમાજને સાથે રાખીને શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. કુંવરજી બાવળીયાઓ કોળી સમાજનું સ્નેહમિલન કરીને કોળી સમાજમાં તેમની કેટલી લોકપ્રિયતા છે તે સાબિત કરી દીધું હતુ અને હવે લોકસભાની ચૂંટણીને લઈને ઠાકોર સમાજને ભાજપ સાથે જોડવાના પ્રયાસ કુંવરજી બાવળીયા આ બેઠક દ્વારા કરતા હોય તેવુ લાગી રહ્યું છે.

આ બાબતે કુંવરજી બાવળીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી વર્ષોથી અમારી સાથે જોડાયેલા ઠાકોર સમાજના આગેવાનો તેમના વિસ્તારની નાની-મોટી સમસ્યાને લઇને મારી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.[:]