[:gj]ગુજરાત ભાજપના 30 કલંકિત નેતાઓ સામે કોઈ પગલાં જાહેર ન કરાયા [:]

[:gj]3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેચતાઓની યાદી જાહેર કરી હતી. તેનો 17 ડિસેમ્બર 2018 સુધીમાં ભાજપે પગલાં અહેવાલ જાહેર કર્યો નથી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને ‘ગુંડાઓની પાર્ટી’ ગણાવતાં કોંગ્રેસ તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલાં ભાજપના 30 નેતાઓની યાદી જાહેર કરી હતી.

અમતિ શાહને જનરલ ડાયર ગણાવી કહ્યું કે, તેઓ ઈતિહાસ ભૂલી ગયા છે, તોફાન કરાવનારા(ભાજપ) સત્તામાં આવ્યો છે ત્યારથી રાજ્ય કર્ફ્યુ મુક્ત બન્યું છે. ચાલ, ચરિત્ર અને ચલનની વાતો કરનારા ભાજપનો અસલી ચહેરો બહાર આવી ગયો છે.

કચ્છના ચર્ચિત નલિયા દુષ્કર્મ કાંડનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ કાંડમાં કચ્છ અને ગુજરાતના પોતાના કેટલા નેતાઓ સંડોવાયેલાં છે તે ભાજપ જાણે જ છે.

30 નેતાઓનો આ રહ્યો કાળો ઈતિહાસ
અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેલમાં જઈ આવ્યા
આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી તેમની પુત્રી અનારનું જમીન કૌભાંડ
બાબુ બોખીરિયા કેબિનેટ મંત્રી રાજ્યના ખાણ માફિયા
શંકર ચૌધરી રાજ્યકક્ષાના મંત્રી વિ.સભામાં અશ્લિલ વીડિયો જોવો, બોગસ ડિગ્રી, ચારણકા પ્રોજેક્ટમાં કથિત સંડોવણી
પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી અર્બુદા ક્રેડિટ કૌભાંડના માલિક સાથે સાંઠગાંઠ
દિલીપ પટેલ સાંસદ ચરોતર બેંક ડૂબાડી, પોલીસને જાહેરમાં ધમકી આપવી
પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી ૪૦૦ કરોડના મત્સ્યોદ્યોગ કૌભાંડમાં સામેલ
સૌરભ પટેલ પૂર્વ મંત્રી GSPCના ૨૦ હજાર કરોડના કૌભાંડમાં સામેલ, સોલર એનર્જી કૌભાંડના સૂત્રધાર
વિઠ્ઠલ રાદડિયા સાંસદ ફાયરિંગ કરીને ધમકી આપવી, નોટબંધી પછી રાજકોટ બેંકમાં જમા નાણાંમાં કથિત સંડોવણી
પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ માફિયાગીરી અને દારૂના બુટલેગર
જેઠા ભરવાડ ધારાસભ્ય ગુનાખોરીમાં સામેલ, અસંખ્ય ગુનાઓમાં સંડોવણી.
દીનુ બોઘા સોલંકી પૂર્વ સાંસદ મર્ડર સહિત અનેક ગુનાના આરોપી.
દિલીપ સંઘાણી પૂર્વ મંત્રી મત્સ્ય, રોડ કોન્ટ્રાક્ટ કૌભાંડ ઉપરાંત સહકારી બેંકોમાં કથિત કૌભાંડના માસ્ટરમાઈન્ડ
કાંતિ અમૃતિયા ધારાસભ્ય મર્ડરના ગુનામાં જેલ જવું પડ્યું હતું.
ભવાન ભરવાડ પૂર્વ ધારાસભ્ય ધાકધમકી સહિતના ગુનાઓમાં સામેલ.
દેવજી ફત્તેપરા સાંસદ કરોડથી વધુની છેતરપિંડી.
મોહન કુંડારિયા સાંસદ બાળકોની પીઠ પર ચાલનારા-ચાઈલ્ડ એક્ટનો ભંગ
સ્મૃતિ ઈરાની કેન્દ્રીય મંત્રી બોગસ ડિગ્રી કાંડ
અરૂણ જેટલી કેન્દ્રીય મંત્રી ગુજરાતના નાણાં ડૂબાડનાર માધવપુરા બેંકના આરોપીની વકીલાત કરનારા.
વિનોદ ચાવડા સાંસદ નલિયા દુષ્કર્મમાં મહિલાવિરોધી માનસ.
જયંતી ભાણુશાળી પૂર્વ ધારાસભ્ય કચ્છના હાલના ચર્ચાસ્પદ કેસમાં ઉછળતું નામ.
સી.આર.પાટીલ સાંસદ સુરતની ડાયમંડ જ્યુબિલી બેંકનું ઉઠમણું કરનાર, ધાકધમકીના ગુનામાં સામેલ.
ગણપત વસાવા કેબિનેટ મંત્રી ધમકી આપીને લોકોને ડરાવવાની લોકોમાં ચર્ચા
વસુબેન ત્રિવેદી પૂર્વ મંત્રી, ધારાસભ્ય ભત્રીજીને નિયમો નેવે મૂકી એડમિશન અપાવનાર.
કરસન ઓડેદરા પૂર્વ ધારાસભ્ય અપહરણ, ધમકી સહિતના ગુનાઓના આરોપી.
બાબુભાઈ જમનાદાસ ધારાસભ્ય જમીન છેતરપિંડીના કેસ.
બાબુ કટારા પૂર્વ સાંસદ કબૂતરબાજીના આરોપી.
રાજેશ ચુડાસમા સાંસદ ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે.
નારણ કાછડિયા સાંસદ ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે.
પ્રભુ વસાવા સાંસદ ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે.
બચુ ખાબડ રાજ્યકક્ષાના મંત્રી રેતખનન માફિયાગીરીમાં સામેલ.[:]