[:gj]છાણ અને બટાકામાંથી ગેસ બનાવી વાહનો ચવાલાશે, શંકર ચૌધરીનું શક્તિ પ્રદર્શન [:]

[:gj]બનાસ ડેરીએ ચીઝ પ્લાન્ટ, ખાદ્ય તેલ, ટેક હોમ રાશન પ્લાન્ટ, બટાકાનું મુલ્ય વર્ધનના સાહસો પછી હવે ગોબર ગેસ પ્લાંટ બનાવાનું શરૂં કરાયું છે. રતનપુરા (ભીલડી), દામા સિમેન સ્ટેશન(ડીસા) , થાવર(ધાનેરા) અને દાંતા ચિલીંગ સેન્ટર ખાતે રૂ.32 કરોડના ખર્ચે વિરાટ ગોબર ગેસ પ્લાન્ટનું ભૂમીપુજન દામા સિમેન સ્ટેશન (ડીસા) ખાતેબનાસ ડેરીના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કરવાની જાહેરાત કરી હતી.

કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સહકારી વિભાગના આગેવાનો, ખેડૂતો, પશુપાલકો, બનાસબેંક ગ્રાહકો, મોટી સંખ્યામાં ખાસ હાજર રહ્યા હતા. શંકરભાઇ ચૌધરીનું બનાસકાંઠામાં શક્તિ પ્રદર્શન કર્યું હતું.

આ શક્તિપ્રદર્શનમાં ભાજપના બનાસકાંઠા જિલ્લા ભાજપના ટોચના નેતાઓ જોવાં મળ્યા હતા. જેમા ડીસા ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્‌યા, ભાજપ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી , કાંકરેજ ધારાસભ્ય કીર્તીસીહ વાઘેલા માળી, રામપુરા મઠ ગાદીપતિ રુપપુરીજી સ્વામી, અણદાભાઇ પટેલ, ભારતસિંહ ભટેસરીયા,પૂર્વ ધારાસભ્ય હરજીવનભાઇ પટેલ,પૂર્વમંત્રી કેશાજી ઠાકોર, પ્રવીણભાઇ ગોરધનજી માળી, વિજયભાઇ ચક્રવતી, વસંતભાઇ પુરોહિત, ગિરીશભાઇ જ્ગાણીયા, ડીસા શહેર ભાજપ અધ્યક્ષ સંજયભાઇ બર્મભટ્ટ, લેબજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ દવે તેમજ મહિલા મોરચા જિલ્લા પ્રમુખ મીતાબેન સોની, કુમુદબેન જોશી અને મહિલા મોરચા ટીમ સહિત અનેક દીગજ્જ ભાજપ કાર્યકરો ગોબરગેસ પ્લાન્ટ ભૂમિપૂજન કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા.

જોકે આચાર સંહિતાના કારણે મુશ્કેલી ઊભી થઈ શકે છે. લોકસભાની ચૂંટણી જાહેર થાઈ હોવાથી શંરક ચૌધરી વિવાદમાં ફયાયા છે. ડીસા આખોલ ચાર રસ્તા (વર્ધમાન વિહારની પાછળ, થરાદ રોડ, ડિસા) ખાતેની જાહેરસભાને સંબોધિત કરવાના હતા.

બાયોગેસ, એ બેક્ટેરિયા દ્વારા સેન્દ્રિય પદાર્થોના વિઘટનથી નિર્મિત થતું મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું જ્વલનશીલ મિશ્રણ એટલે બાયોગેસ. બાયોગેસના નિર્માણ માટે જરૂરી વિઘટીત થઇ શકે તેવી સામગ્રી કૃષિ અને પશુપાલનમાં મોટા પ્રમાણમાં સરળ રીતે ઉપલબ્ધ છે.
એશીયાની સૌથી મોટી ડેરી એવી બનાસમાં દૈનિક સરેરાશ 5 લાખ પશુનું 60 લાખ લીટર દૂધ જીલ્લાના પશુપાલકો ભરાવે છે. જેના છણ, મૂત્ર અને વધેલા ખોરાડનો ઉપયોગ ગેસ બનાવવામાં થશે. એકત્રિત કરીને હવે બાયોગેસનું ઉત્પાદન કરશે.

4 ગોબર ગેસ પ્લાંટમાં રોજનું 2000 ઘન મીટર ગેસ 1.60 લાખ કિલો પશુઓના છાણ દ્વારા ઉત્પન્ન થશે. ગોબરની ખરીદી દૂધ ઉત્પાદકો પાસેથી વાડાએથી વજન કરી ખરીદવામાં આવશે.

બટાકામાંથી ગેસ પેદા કરાશે

બગડેલા બટાકા કે ભાવ ન મળે ત્યારે ખેડૂતોએ બટાકા ફેંકી દેવા પડે છે તેનો ઉપયોગ ગેસ પ્લાંટમાં કરવામાં આવશે.  ડીસા અને આજુબાજુમાં મોટી સંખ્યામાં બટાકાના શીતાગર આવેલા છે.  જેમાં સડેલ કે ભરાબ બટાકાનો નિકાલ ગેસ પ્લાંટમાં કરાશે. જેનો ભાવ આપવામાં આવશે.

ગેસનું શુધ્ધીકરણ કરીને તેનું બોટલીંગ કરી ભારત સરકારની નીતિ મુજબ આ ગેસને વાહનોના બળતણ તરીકે વેચવામાં આવશે. પ્લાન્ટની નજીક એક ગેસ સ્ટેશન પણ ઉભું કરવામાં આવશે. જેમાંથી વાહનો પણ ઇંધણ તરીકે તેનો ઉપયોગ કરી શકાશે. સંસ્થાની ઉર્જા ખપત ઘટતાં નફો વધારી શકાશે. કૃષિ અર્થતંત્ર મજબૂત બનશે. પ્લાંટમાંથી નિકળતું સેન્દ્રિય ખાતર જમીન સુધારી સજીવ ખેતી કરીને કૃષિ ઉત્પાદન વધારી શકશે. હોલીસ્ટીક કૃષિ પદ્ધતિ થકી જૈવિક ખેતીના વિચારને પણ બળ મળશે.

સુરતના અડાજણના પીયુષ જસવંત પટેલને (9825505222) સારી ભેંસ રાખીને સમગ્ર રાજ્યમાં બીજી નંબરે દૂધ ઉત્પાદન કરવા સાથે તેમણે આધુનિક તબેલો તૈયાર કરીને ગોબર ગેસ પ્લાંટ અને સોલાર એનર્જી પ્લાંટ સ્થાપિત કરેલા છે.

khabarchhe.com
[:]