[:gj]તટસ્થ અધ્યક્ષ પક્ષપાતી બની ગયા, અલ્પેશનો બચાવ કરવા મેદાને [:]

[:gj]ભાજપને લોકસભામાં ફાયદો કરાવવા માટે કોંગ્રેસ સામે બળવો કરનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવી લેવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદીને લેખિતમાં માંગણી કરી છે કે તેણે કોંગ્રેસમાં નથી તેથી તેમને તુરંત ધારાસભ્ય પદેથી કાયદા મૂજબ દૂર કરવામાં આવે. પણ અધ્યક્ષ તેમને બચાવી રહ્યા હોવાનો આરોપ કોંગ્રેસ પક્ષના દંડકે લગાવ્યો છે.

કોંગ્રેસે  વારંવાર રજૂઆત કરી છે. વિધાનસભા અધ્યક્ષે હજુ સુધી અલ્પેશ સામે કોઇ કાર્યવાહી ન કરી હોવાનું કોંગ્રેસનું કહેવું છે. તેથી ફરી એક વખત અધ્યક્ષને મળીને અલ્પેશને ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે માંગણી કરી છે.

સસ્પેન્ડ કરવા માટે કરેલી કોંગ્રેસની અરજીમાં ક્ષતિઓ હોવાથી કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા ત્રિવેદીએ નોટિસ આપી હોવાનું જાહેર કર્યું  છે. પણ 15 દિવસ પછી પણ આવી કોઈ નોટિસ કોંગ્રેસને મળી નથી. નોટિસ આપ્યાંની વાત દંડક અશ્વિન કોટવાલે ફગાવી દીધી છે. તેથી સામે ચાલીને દંડક અશ્વિન કોટવાલે અધ્યક્ષ ત્રિવેદી સમક્ષ જઈને શું વાંધાઓ છે તે જાણવાની કોશિષ કરી હતી.

અશ્વિન કોટવાલનું કહેવું છે કે, અલ્પેશ ઠાકોરના મામલે ઇરાદાપૂર્વક સમય પસાર કરવામાં આવી રહ્યો છે. કાયદા પ્રમાણે પાર્ટી વિરુદ્ધ કામ કરનાર અને કોંગ્રેસના મેન્ડેડ પર ચૂંટાઇ આવેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી દૂર કરવામાં આવવા જોઇએ એવી ફરીથી માંગણી કરી છે.

શું છે કોંગ્રેસના પત્રમાં વાંધા

અધ્યક્ષ ત્રિવેદીએ જે વાંધા રજૂ કરેલા છે તેમાં સહી દરેક પેઈઝ પર નથી. તારીખ નથી. સિક્કો મારેલો છે. આવી સામાન્ય બાબતો છે. પણ જે રીતે કોંગ્રેસના ધારાસભ્યને તુરંત ધારાસભ્ય પદેથી અદાલતના ચૂકાદા બાદ હાંકી કાઢવામાં આવ્યા હતા તે રીતે અલ્પેશની સામે કામ ચલાવાયું નથી. દાળમાં કંઈક કાળું છે. ઈરાદાપૂર્વક અધ્યક્ષ ભાજપના દબાણમા આવીને પગલાં ભરતાં નથી. અધ્યક્ષ સમય પસાર કરી રહ્યા છે. કંઈક રંધાઈ રહ્યું છે. એવું કોંગ્રેસના દંડકે વાત કરતાં જણાવ્યું હતું.[:]